સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની શક્તિથી દોરવાયેલા તરીકે પ્રગતિ કરો!

ઈશ્વરની શક્તિથી દોરવાયેલા તરીકે પ્રગતિ કરો!

“પવિત્ર શક્તિથી ચાલતા રહો.”—ગલા. ૫:૧૬.

ગીતો: ૧૩૬, ૧૦

૧, ૨. એક ભાઈને પોતાના વિશે શું ખ્યાલ આવ્યો અને તેમણે એ વિશે શું કર્યું?

રોબર્ટ તરુણ હતા ત્યારે, તેમણે બાપ્તિસ્મા લીધું હતું. પણ, તેમના જીવનમાં સત્ય સૌથી મહત્ત્વની બાબત ન હતી. તેમણે કહ્યું: ‘મેં કોઈ ખોટું કામ કર્યું ન હતું, પણ મનની શાંતિ ન હતી. હું સભાઓમાં નિયમિત હાજર રહેતો અને વર્ષમાં કેટલીક વાર સહાયક પાયોનિયર તરીકે સેવા આપતો. આમ, ભલે હું ભક્તિમાં મજબૂત દેખાતો પણ કંઈક ખૂટતું હતું.’

રોબર્ટના લગ્ન થયા ત્યારે, તેમને અમુક બાબતો વિશે ખ્યાલ આવ્યો. તે અને તેમના પત્ની, સમય પસાર કરવા કેટલીક વાર એકબીજાને બાઇબલને લગતા સવાલો પૂછતા. તેમના પત્ની બાઇબલ સારી રીતે જાણતાં હોવાથી સહેલાઈથી જવાબ આપતાં. પણ, રોબર્ટને મોટાભાગે જવાબો આવડતા ન હતા અને તેમને શરમ આવતી. તેમણે કહ્યું: ‘મને લાગ્યું કે હું કંઈ જ જાણતો નથી. મેં વિચાર કર્યો, “જો મારે સારા શિર બનવું હોય, તો મારે કંઈક ફેરફાર કરવાની જરૂર છે.”’ તેમણે એ પ્રમાણે કર્યું. તે જણાવે છે: ‘મેં બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, વધારે અભ્યાસ કરતો ગયો. સમય જતાં, સત્યમાં મારું જ્ઞાન વધતું ગયું અને સૌથી મહત્ત્વનું તો, યહોવા સાથેનો સંબંધ મજબૂત થયો.’

૩. (ક) રોબર્ટના કિસ્સામાંથી આપણે શું શીખી શકીએ? (ખ) આપણે કયા મહત્ત્વના સવાલોની ચર્ચા કરીશું?

આપણે રોબર્ટના કિસ્સામાંથી મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ. કદાચ આપણને બાઇબલનું થોડું ઘણું જ્ઞાન હશે અને આપણે સભા તથા પ્રચારમાં નિયમિત જતા હોઈશું, પણ એનાથી આપણે પોતાને ભક્તિમાં મજબૂત કહી શકતા નથી. અથવા, બની શકે કે ભક્તિમાં મજબૂત થવા આપણે ઘણા પ્રયત્નો કર્યા હોય. પણ જ્યારે આપણે પોતાની તપાસ કરીએ ત્યારે હજુ પણ એવાં પાસાં દેખાતા હોય, જેમાં સુધારો કરવાની જરૂર છે. (ફિલિ. ૩:૧૬) એ વિશે આ લેખમાં આપણે ત્રણ મહત્ત્વના સવાલોના જવાબ જોઈશું: (૧) આપણે ભક્તિમાં મજબૂત છીએ કે નહિ, એ કઈ રીતે જાણી શકીએ? (૨) યહોવાની ભક્તિમાં મજબૂત બનવા આપણે શું કરી શકીએ? (૩) ભક્તિમાં મજબૂત રહેવાથી આપણા રોજબરોજના જીવન પર કેવી અસર પડે છે?

આપણે ભક્તિમાં મજબૂત છીએ કે નહિ, એ કઈ રીતે જાણી શકીએ?

૪. એફેસીઓ ૪:૨૩, ૨૪માં આપેલી સલાહ કોને લાગુ પડે છે?

જ્યારે આપણે સાચા ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું, ત્યારે આપણે જીવનના દરેક પાસામાં ફેરફાર કર્યા હતા. એટલું જ નહિ, બાપ્તિસ્મા પછી પણ ફેરફારો કર્યા હતા. બાઇબલ જણાવે છે: “તમે પોતાના મનના વિચારોને નવા કરતા રહો.” (એફે. ૪:૨૩, ૨૪) અપૂર્ણ હોવાથી આપણે ફેરફારો કરતા રહેવાની જરૂર છે. ભલે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, પણ યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા આપણે પ્રયત્નો કરતા રહેવું જોઈએ.—ફિલિ. ૩:૧૨, ૧૩.

૫. આપણે ઈશ્વર જેવા વિચારો રાખીએ છીએ કે નહિ, એ જાણવા કેવા સવાલોથી મદદ મળશે?

ભલે યુવાન હોઈએ કે વૃદ્ધ, આપણે જાત-તપાસ કરવી જોઈએ. આપણે પોતાને પૂછી શકીએ: ‘શું હું ભક્તિમાં મજબૂત થઈ રહ્યો છું? શું હું ખ્રિસ્ત જેવા ગુણો કેળવી રહ્યો છું? મારો સ્વભાવ અને સભાઓમાં મારું વર્તન મારા વિશે શું જણાવે છે? જીવનના ધ્યેયો વિશે મારી વાતચીતથી શું દેખાઈ આવે છે? શું હું નિયમિત અભ્યાસ કરું છું? પહેરવેશ, શણગાર અને સલાહ પ્રત્યે મારું વલણ કેવું છે? ખોટું કરવાની લાલચ આવે ત્યારે હું કઈ રીતે વર્તું છું? શું હું ઈશ્વરભક્તિમાં પરિપક્વ છું?’ (એફે. ૪:૧૩) આ સવાલોના જવાબ જાણવાથી ખબર પડશે કે, આપણે ઈશ્વરભક્તિમાં કેટલા મજબૂત છીએ.

૬. આપણે ભક્તિમાં મજબૂત છીએ કે નહિ, એ જાણવા બીજું શું મદદ કરી શકે?

આપણે ભક્તિમાં મજબૂત છીએ કે નહિ, એ જાણવા કેટલીક વાર આપણને બીજાઓની મદદની જરૂર પડે છે. પ્રેરિત પાઊલે સમજાવ્યું કે, દુનિયાના વિચારો પ્રમાણે ચાલનાર વ્યક્તિ સમજી નથી શકતી કે તેની જીવનઢબથી ઈશ્વર ખુશ નથી. પણ, ઈશ્વરની શક્તિથી દોરવાયેલી વ્યક્તિ સમજી શકે છે કે, ઈશ્વર કઈ રીતે બાબતોને જુએ છે. તે જાણે છે કે, યહોવાને દુનિયાની જીવનઢબ પસંદ નથી. (૧ કોરીં. ૨:૧૪-૧૬; ૩:૧-૩) ભાઈ-બહેનો દુનિયાની રીતે વર્તવા લાગે ત્યારે, ખ્રિસ્ત જેવું મન ધરાવતા વડીલો તરત જ એ પારખી લે છે અને તેઓને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. વડીલો મદદ કરવાની કોશિશ કરે ત્યારે, શું આપણે એ મદદ સ્વીકારીએ છીએ અને જરૂરી ફેરફારો કરીએ છીએ? એમ કરીને બતાવી આપીએ છીએ કે, આપણે ખરેખર ભક્તિમાં મજબૂત બનવા માંગીએ છીએ.—સભા. ૭:૫,.

ભક્તિમાં મજબૂત બનીએ

૭. શાના પરથી કહી શકાય કે, ભક્તિમાં મજબૂત થવા ફક્ત બાઇબલનું જ્ઞાન લેવું જ પૂરતું નથી?

ભક્તિમાં મજબૂત થવા ફક્ત બાઇબલનું જ્ઞાન લેવું જ પૂરતું નથી. દાખલા તરીકે, રાજા સુલેમાન યહોવા વિશે ઘણી બાબતો જાણતા હતા. તેમના ડહાપણભર્યા શબ્દોમાંથી અમુક તો બાઇબલમાં નોંધી લેવામાં આવ્યા છે. પણ સમય જતાં, યહોવા સાથેનો તેમનો સંબંધ નબળો પડી ગયો અને તે બેવફા બન્યા. (૧ રાજા. ૪:૨૯, ૩૦; ૧૧:૪-૬) તો પછી, બાઇબલનું જ્ઞાન લેવાની સાથે સાથે આપણને બીજા શાની જરૂર પડી શકે? આપણે શ્રદ્ધા મજબૂત કરતા રહેવું જોઈએ. (કોલો. ૨:૬, ૭) એ કઈ રીતે કરી શકીએ?

૮, ૯. (ક) શ્રદ્ધા મજબૂત રાખવા આપણને ક્યાંથી મદદ મળશે? (ખ) આપણે અભ્યાસ અને મનન કરીએ ત્યારે કયો હેતુ રાખવો જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પ્રથમ સદીમાં, પાઊલે ઈશ્વરભક્તોને અરજ કરી કે, તેઓ ‘ઈશ્વરની ભક્તિમાં સંપૂર્ણ બનવા પ્રગતિ કરતા રહે.’ (હિબ્રૂ. ૬:૧) આજે આપણે એ સલાહ કઈ રીતે લાગુ પાડી શકીએ? સૌથી મહત્ત્વની એક રીત છે, ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકનો અભ્યાસ કરીએ. એનાથી, જીવનમાં બાઇબલ સિદ્ધાંતો કેવી રીતે લાગુ પાડવા, એ વિશે આપણને મદદ મળશે. જો આપણે એ પુસ્તકનો અભ્યાસ કરી ચૂક્યા હોઈએ, તો આપણી શ્રદ્ધા મજબૂત કરવા બીજાં સાહિત્યનો પણ અભ્યાસ કરી શકીએ. (કોલો. ૧:૨૩) આપણે શીખેલી બાબતો પર મનન કરવું જોઈએ અને એ બાબતો કેવી રીતે લાગુ પાડવી, એ વિશે યહોવા પાસે માર્ગદર્શન માંગવું જોઈએ.

અભ્યાસ અને મનન કરીએ ત્યારે, આપણો હેતુ યહોવાની આજ્ઞા પાળવાનો અને તેમને ખુશ કરવાનો હોવો જોઈએ. (ગીત. ૪૦:૮; ૧૧૯:૯૭) ભક્તિમાં પ્રગતિ કરતા રોકે, એવી દરેક બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ.—તિત. ૨:૧૧, ૧૨.

૧૦. ભક્તિમાં મજબૂત બનવા યુવાનો શું કરી શકે?

૧૦ યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો બાંધ્યા છે? બેથેલમાં સેવા આપતા એક ભાઈ સંમેલનમાં જાય ત્યારે, બાપ્તિસ્મા લેનાર યુવાનો સાથે દર વખતે વાતચીત કરે છે. તે તેઓને ભક્તિના ધ્યેયો વિશે પૂછે છે. તેઓની વાતો પરથી ભાઈ જોઈ શકે છે કે ઘણા યુવાનોએ ભક્તિના ધ્યેયો વિશે ધ્યાનપૂર્વક વિચાર્યું છે. અમુકે પૂરા સમયની સેવાનો અથવા વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવાનો ધ્યેય રાખ્યો છે. પરંતુ, કેટલાક યુવાનો ભાઈના સવાલનો જવાબ આપી શકતા નથી. શું એનો અર્થ એવો થાય કે તેઓએ હજુ સુધી ભક્તિના ધ્યેયો રાખ્યા નથી? યુવાનો, તમે આ સવાલો પર વિચાર કરી શકો: “હું સભા અને પ્રચારમાં શા માટે જાઉં છું? ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવા કે પછી માતા-પિતાને ખુશ કરવા?” ભલે યુવાન હોઈએ કે મોટી ઉંમરના, આપણે દરેકે ભક્તિના ધ્યેયો રાખવા જોઈએ. એવા ધ્યેયો આપણને ભક્તિમાં દૃઢ થવા મદદ કરશે.—સભા. ૧૨:૧, ૧૩.

૧૧. (ક) પ્રગતિ કરવા આપણે શું કરવું જોઈએ? (ખ) બાઇબલના કયા દાખલાને આપણે અનુસરી શકીએ?

૧૧ આપણે ક્યાં સુધારો કરવાનો છે, એની ખબર પડે કે તરત જ ફેરફારો કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એ ઘણું મહત્ત્વનું છે, એ આપણા જીવન-મરણનો સવાલ છે. (રોમ. ૮:૬-૮) ભક્તિમાં પરિપક્વ હોવાનો અર્થ એ નથી કે આપણે કોઈ ભૂલ જ ન કરીએ. યહોવાની શક્તિ આપણને પ્રગતિ કરવા મદદ કરી શકે છે. તેમ છતાં, આપણે હાથ પર હાથ ધરીને બેસી ન રહીએ, પણ તનતોડ મહેનત કરીએ. નિયામક જૂથના ભાઈ જોન બારે એક વખત લુક ૧૩:૨૪ના શબ્દો વિશે જણાવ્યું હતું કે, ‘કેટલાક ભક્તિમાં ઠંડા પડી ગયા છે, કારણ કે તેઓ મજબૂત થવા મહેનત કરતા નથી.’ આપણે યાકૂબ જેવા બનવું જોઈએ. તે એક સ્વર્ગદૂત સાથે લડ્યા. આશીર્વાદ ન મળ્યો ત્યાં સુધી, તે લડતા રહ્યા. (ઉત. ૩૨:૨૬-૨૮) ધ્યાન આપો, નવલકથા ફક્ત મનોરંજન માટે લખવામાં આવી હોય છે. બાઇબલ નવલકથા જેવું નથી. બાઇબલ અભ્યાસ કરવાથી પણ આનંદ મળી શકે છે, એ માટે આપણે એમાં છુપાયેલા સત્યના કીમતી રત્નો શોધવા મહેનત કરવી પડશે.

૧૨, ૧૩. (ક) રોમનો ૧૫:૫ની સલાહ લાગુ પાડવા આપણને શું મદદ કરશે? (ખ) પ્રેરિત પીતરના દાખલા અને તેમણે આપેલી સલાહ પરથી આપણને શું શીખવા મળે છે? (ગ) ભક્તિમાં મજબૂત થવા આપણે શું કરી શકીએ? (“ ભક્તિમાં મજબૂત થવા તમે શું કરી શકો?” બૉક્સ જુઓ.)

૧૨ ભક્તિમાં મજબૂત થવા મહેનત કરીએ છીએ ત્યારે, પવિત્ર શક્તિ આપણા વિચારો સુધારવા મદદ કરે છે. ધીરે ધીરે, આપણે ખ્રિસ્ત જેવું મન કેળવી શકીશું. (રોમ. ૧૫:૫) વધુમાં, પવિત્ર શક્તિ આપણને ખોટી ઇચ્છાઓ દૂર કરવા અને ઈશ્વરને ગમે એવા ગુણો કેળવવા મદદ કરે છે. (ગલા. ૫:૧૬, ૨૨, ૨૩) એવું લાગે કે આપણે માલમિલકત કે આનંદપ્રમોદ પર વધુ પડતું ધ્યાન આપીએ છીએ તો, આપણે શું કરવું જોઈએ? હિંમત હાર્યા વગર યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ, જેથી ખરી વસ્તુઓ પર ધ્યાન આપવા મદદ મળે. (લુક ૧૧:૧૩) પ્રેરિત પીતરનો વિચાર કરો. તે હંમેશાં ખ્રિસ્ત જેવું વિચારતા ન હતા. (માથ. ૧૬:૨૨, ૨૩; લુક ૨૨:૩૪, ૫૪-૬૨; ગલા. ૨:૧૧-૧૪) પણ તે હિંમત હાર્યા નહિ અને યહોવાએ તેમને મદદ કરી. એટલે, પીતર ખ્રિસ્ત જેવું વિચારવાનું શીખ્યા. આપણે પણ એમ કરી શકીએ છીએ.

૧૩ પછીથી પીતરે અમુક ગુણો વિશે જણાવ્યું, જેનાથી આપણને મદદ મળી શકે. (૨ પીતર ૧:૫-૮ વાંચો.) સંયમ, ધીરજ, ભાઈઓ માટે લાગણી અને એવા બીજા ગુણો કેળવવા આપણે સખત મહેનત કરવી જોઈએ. દરરોજ આપણે પોતાને આ સવાલ પૂછવો જોઈએ: ‘ભક્તિમાં મજબૂત થવા મદદ મળે માટે આજે હું કયા ગુણ પર કામ કરી શકું?’

રોજબરોજના જીવનમાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડીએ

૧૪. ભક્તિમાં મજબૂત રહેવાથી આપણા જીવન પર કેવી અસર થાય છે?

૧૪ ખ્રિસ્તની જેમ વિચારતા હોઈશું તો એની કેવી અસર થશે? શાળા કે કામના સ્થળે આપણાં વાણી-વર્તનમાં કે રોજબરોજના નિર્ણયોમાં એ સાફ દેખાઈ આવશે. આપણા નિર્ણયોથી જોવા મળશે કે આપણે ખ્રિસ્તને અનુસરવાની કોશિશ કરીએ છીએ. ભક્તિમાં મજબૂત હોઈશું તો, આપણે યહોવા સાથેની મિત્રતાને આડે કંઈ પણ આવવા દઈશું નહિ. આપણે ભક્તિમાં દૃઢ હોઈશું તો, ખોટું કરવાની લાલચ ઊભી થાય ત્યારે, એમાં ફસાઈશું નહિ. નિર્ણય લેતા પહેલાં આપણે આ સવાલોનો વિચાર કરીશું: “આ સંજોગોમાં બાઇબલના કયા સિદ્ધાંતોથી મને મદદ મળી શકે? આવા સંજોગોમાં ખ્રિસ્તે શું કર્યું હોત? કયો નિર્ણય લેવાથી યહોવા ખુશ થશે?” કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, આ સવાલો પર વિચાર કરવાની આપણે આદત કેળવવી જોઈએ. તેથી, ચાલો આપણે જોઈએ કે, અમુક સંજોગોમાં સમજી-વિચારીને નિર્ણય લેવા બાઇબલનો કયો સિદ્ધાંત મદદ કરી શકે છે.

૧૫, ૧૬. ખ્રિસ્તની જેમ વિચારવાથી આપણને કઈ રીતે (ક) લગ્નસાથીની પસંદગી કરવા મદદ મળે છે? (ખ) મિત્રોની પસંદગી કરવા મદદ મળે છે?

૧૫ લગ્નસાથીની પસંદગી. ૨ કોરીંથીઓ ૬:૧૪, ૧૫માં બાઇબલનો એક સિદ્ધાંત આપેલો છે. (વાંચો.) પાઊલે સાફ જણાવ્યું કે, ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસની સુમેળમાં ન રહી શકે. કારણ કે, બાબતો પ્રત્યે તેઓની દૃષ્ટિ એકસરખી હોતી નથી. બાઇબલનો આ સિદ્ધાંત તમને લગ્નસાથીની પસંદગી કરવામાં કઈ રીતે મદદ કરી શકે?

૧૬ મિત્રોની પસંદગી. ૧ કોરીંથીઓ ૧૫:૩૩માં બાઇબલનો એક સિદ્ધાંત આપેલો છે. (વાંચો.) ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ એવા લોકો સાથે મિત્રતા નહિ કરે, જે તેની શ્રદ્ધાને નબળી પાડી દે. આ સિદ્ધાંત તમે બીજા કયા સંજોગોમાં લાગુ પાડી શકો એનો વિચાર કરો. દાખલા તરીકે, બાઇબલનો આ સિદ્ધાંત તમને સોશિયલ નેટવર્ક વિશે નિર્ણયો લેવા કઈ રીતે મદદ કરી શકે? અજાણ્યાઓ સાથે ઓનલાઇન ગેમ્સ રમવાનું વિચારતા હો ત્યારે, આ સિદ્ધાંત તમને કઈ રીતે મદદ કરી શકે?

શું મારા નિર્ણયોથી મને ભક્તિમાં મજબૂત થવા મદદ મળશે? (ફકરા ૧૭ જુઓ)

૧૭-૧૯. ભક્તિમાં મજબૂત રહેવાથી તમને કેવી રીતે (ક) બિનજરૂરી પ્રવૃત્તિઓ ટાળવા મદદ મળશે? (ખ) સારા ધ્યેયો રાખવા મદદ મળશે? (ગ) મતભેદો થાળે પાડવા મદદ મળશે?

૧૭ આપણી ભક્તિને હાનિ પહોંચાડે એવી પ્રવૃત્તિઓ. હિબ્રૂઓ ૬:૧માં એક મહત્ત્વની ચેતવણી જોવા મળે છે. (વાંચો.) કયા “નકામાં કામો” આપણે ટાળવાં જોઈએ? આપણને ભક્તિમાં મજબૂત થતા અટકાવે એવી નકામી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. બાઇબલનો આ સિદ્ધાંત આપણને નીચેના સવાલોના જવાબ મેળવવા મદદ કરશે: “શું આ પ્રવૃત્તિ કામની છે કે નકામી? શું વેપારની આ યોજનામાં મારે જોડાવું જોઈએ? દુનિયાની પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરતા જૂથ સાથે મારે કેમ ન જોડાવું જોઈએ?”

શું મારા નિર્ણયોથી મને ભક્તિમાં ધ્યેયો બાંધવા મદદ મળશે? (ફકરા ૧૮ જુઓ)

૧૮ ભક્તિના ધ્યેયો. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ ધ્યેયો રાખવા વિશે સારી સલાહ આપી હતી. (માથ. ૬:૩૩) ભક્તિમાં મજબૂત રહેનાર ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખે છે. આ સિદ્ધાંત આપણને નીચેના સવાલોના જવાબ મેળવવા મદદ કરશે: ‘શું ઉચ્ચ શિક્ષણ લેવા મારે કૉલેજ કે યુનિવર્સિટીમાં જવું જોઈએ? શું મારે અમુક પ્રકારની નોકરી સ્વીકારવી જોઈએ?’

શું મારા નિર્ણયોથી મને બીજાઓ સાથે શાંતિ જાળવવા મદદ મળશે? (ફકરા ૧૯ જુઓ)

૧૯ મતભેદો. પાઊલે રોમના ખ્રિસ્તીઓને જે સલાહ આપી, એ લાગુ પાડવાથી આપણને બીજાઓ સાથેના મતભેદો દૂર કરવા મદદ મળશે. (રોમ. ૧૨:૧૮) ખ્રિસ્તને અનુસરતા હોવાથી, આપણે ‘બધા લોકો સાથે હળીમળીને રહેવાની’ કોશિશ કરીએ છીએ. જ્યારે બીજાઓ સાથે મતભેદ થાય, ત્યારે આપણે કેવી રીતે વર્તીએ છીએ? શું બીજાના વિચારો સ્વીકારવા આપણને અઘરું લાગે છે? કે પછી, બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરવામાં આપણે પહેલ કરીએ છીએ?—યાકૂ. ૩:૧૮.

૨૦. શા માટે તમે ભક્તિમાં મજબૂત થવા માંગો છો?

૨૦ આ દાખલાઓ શીખવે છે કે બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી આપણે કઈ રીતે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. એવા નિર્ણયો બતાવી આપશે કે, આપણે ઈશ્વરની શક્તિથી દોરવાયેલા છીએ. જો આપણે ભક્તિમાં મજબૂત રહીશું, તો આપણા જીવનમાં સુખ-શાંતિ હશે. અગાઉ જેના વિશે જોઈ ગયા એ ભાઈ રોબર્ટ જણાવે છે: ‘યહોવા સાથે પાકો સંબંધ કેળવવાથી, હું સારો પતિ અને પિતા બની શક્યો છું. હવે મારા જીવનમાં સાચી ખુશી અને સંતોષ છે.’ ભક્તિમાં મજબૂત થવા બનતા બધા પ્રયત્નો કરીએ છીએ ત્યારે, આપણે ઘણા ફાયદાઓનો આનંદ માણી શકીએ છીએ. આપણે હાલ ખુશહાલ જીવનનો આનંદ માણી શકીએ છીએ. તેમ જ, ભાવિમાં ‘ખરું જીવન’ મેળવી શકીશું.—૧ તિમો. ૬:૧૯.