સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વરને આપણે ઓળખી શકીએ?

શું ઈશ્વરને આપણે ઓળખી શકીએ?

આજે ઘણા લોકો ઈશ્વરમાં માને છે. પણ તેઓને પૂછીએ કે ઈશ્વર કોણ છે તો અલગ અલગ જવાબો મળશે. અમુક કહેશે કે જેણે બધું બનાવ્યું છે તે ઈશ્વર છે. બીજાઓ કહેશે, જેને તમે ભજો એ તમારો ઈશ્વર. અમુક કહેશે, ઈશ્વર છે એટલે જ તો આપણે જીવીએ છીએ. જ્યારે બીજાઓ કહેશે, ઈશ્વરને આપણી કંઈ પડી નથી. અમુક તો એમ પણ કહેશે કે ઈશ્વરને ઓળખવા શક્ય જ નથી.

ઈશ્વરને ઓળખવા કેમ મહત્ત્વનું છે? ઈશ્વરને ઓળખવાથી આપણે જાણી શકીશું કે તેમણે મનુષ્યોને કેમ બનાવ્યા અને આપણે કઈ રીતે સુખી થઈ શકીએ. (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬-૨૮) તમે ઈશ્વરને જેટલા વધારે ઓળખશો એટલો જ તે તમને વધારે પ્રેમ કરશે અને મદદ પણ કરશે. (યાકૂબ ૪:૮) ઈશ્વર વિશેનું ખરું જ્ઞાન તમને હંમેશ માટેના જીવન તરફ દોરી જશે.—યોહાન ૧૭:૩.

ઈશ્વરને કઈ રીતે ઓળખી શકાય? તમારા જિગરી દોસ્તનો વિચાર કરો. તેમના દોસ્ત બનવા તમે શું કર્યું હતું? તેમનું નામ પૂછ્યું હશે. તેમના સ્વભાવ વિશે જાણ્યું હશે. તેમને શું ગમે છે, શું નથી ગમતું, તે શું કરે છે અને આગળ શું કરવાના છે, એ બધું જાણ્યું હશે. પછી તેમને દોસ્ત બનાવ્યા હશે.

એવી જ રીતે, ઈશ્વરને ઓળખવા આપણે આ જાણવું જોઈએ:

આ સવાલોના બાઇબલમાંથી જવાબ આપવા આ મૅગેઝિન તૈયાર કરવામાં આવ્યું છે. એમાંથી તમને જાણવા મળશે કે ઈશ્વરને ઓળખવા શું કરવું જોઈએ. અને તેમને સારી રીતે ઓળખવાથી તમને કેવા આશીર્વાદો મળશે.