સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૦-૨૧

“જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”

“જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”

૨૦:૨૮

ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓને “બજારમાં” જવું ખૂબ ગમતું, કારણ કે ત્યાં લોકો તેઓને સલામ કરતા અથવા તેઓની વાહવાહ કરતા

ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓ બીજાઓને પ્રભાવિત કરવા ચાહતા અને માન-મોભો મેળવવા તરસ્યા હતા. (માથ ૨૩:૫-૭) પણ, ઈસુ એવા ન હતા. શાસ્ત્ર જણાવે છે કે, “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને આવ્યો છે.” (માથ ૨૦:૨૮) શું આપણી ભક્તિનો મુખ્ય હેતુ લોકોની વાહવાહ મેળવવાનો છે? પરંતુ, યહોવાની પ્રશંસા મેળવવા ચાહતા હોઈએ તો, ઈસુને પગલે ચાલીશું અને બીજાઓને મદદ કરવા બનતું બધું જ કરીશું. એવાં કામો મોટાભાગે લોકોની નજરમાં આવતા નથી, પણ યહોવા એને જોઈ શકે છે. (માથ ૬:૧-૪) એક નમ્ર સેવક . . .

  • પ્રાર્થનાઘરની સાફસફાઈ અને સંભાળ રાખવામાં ભાગ લેશે

  • વૃદ્ધ અને બીજાં ભાઈ-બહેનોને મદદ કરવા પહેલ કરશે

  • રાજ્યનાં કામોને ટેકો આપવા આર્થિક રીતે મદદ કરશે