સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

હેરાનગતિ થાય ત્યારે યહોવા પર ભરોસો રાખો

હેરાનગતિ થાય ત્યારે યહોવા પર ભરોસો રાખો

આજે લોકો ઘણી રીતોએ આપણને હેરાન કરી શકે છે. જેમ કે તેઓ આપણને માર મારે, યહોવાની ભક્તિ કરતા રોકે અને એવું કંઈક કરે જેથી આપણે નિરાશ થઈ જઈએ. જો આપણે તેઓથી ડરી જઈશું, તો યહોવા સાથેનો આપણો સંબંધ પણ નબળો પડી શકે છે. એવા લોકોથી બચવા આપણે શું કરી શકીએ?

યહોવાના ઘણા ભક્તોને હેરાન કરવામાં આવ્યા ત્યારે, તેઓએ યહોવા પર ભરોસો રાખ્યો. એનાથી તેઓ મુશ્કેલીઓનો સામનો કરી શક્યા. (ગી ૧૮:૧૭) દાખલા તરીકે, દુષ્ટ હામાનના કાવતરાને ખુલ્લું પાડવા એસ્તેર હિંમતથી બોલી. (એસ્તે ૭:૧-૬) એ કરતા પહેલાં તેણે ઉપવાસ કરીને બતાવી આપ્યું કે તેને યહોવા પર ભરોસો હતો. (એસ્તે ૪:૧૪-૧૬) યહોવાએ એસ્તેરના કામને આશીર્વાદ આપ્યો તેમજ એસ્તેરને અને પોતાના લોકોને બચાવ્યાં.

યુવાનો, જો તમને પણ કોઈ હેરાન કરતું હોય, તો યહોવા પાસે મદદ માંગો. મમ્મી-પપ્પા કે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરો. તમે ખાતરી રાખી શકો કે જેમ યહોવાએ એસ્તેરને મદદ કરી, તેમ તે તમને પણ મદદ કરશે. તમને કોઈ હેરાન કરે ત્યારે બીજું શું કરી શકો?

યુવાનીમાં થતી મૂંઝવણ—કોઈ હેરાન કરે ત્યારે શું કરું? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ચાર્લી અને ફેરીન પાસેથી યુવાનો શું શીખી શકે?

  • મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને મદદ કરવા વિશે ચાર્લી અને ફેરીનના દાખલામાંથી શું શીખી શકે?