સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાના લોકો માટે સખત મહેનત કરતા વડીલો

યહોવાના લોકો માટે સખત મહેનત કરતા વડીલો

ઘણા લોકો અધિકારીઓ પર ભરોસો કરતા નથી. એનું કારણ આપણે સમજી શકીએ છીએ. ઘણા લોકોએ પોતાના ફાયદા માટે અધિકારનો ખોટો ઉપયોગ કર્યો છે. (મીખ ૭:૩) પણ આપણે કેટલા ખુશ છીએ કે આપણા મંડળના વડીલો એવા નથી. તેઓને શીખવવામાં આવ્યું છે કે પોતાના અધિકારનો ઉપયોગ ભાઈ-બહેનોના ભલા માટે કરે.—એસ્તે ૧૦:૩; માથ ૨૦:૨૫, ૨૬.

દુનિયાના અધિકારીઓ કરતાં વડીલો એકદમ અલગ છે. યહોવા અને ભાઈ-બહેનો માટેના પ્રેમને લીધે વડીલો દેખરેખ રાખવાની જવાબદારી સારી રીતે નિભાવે છે. (યોહ ૨૧:૧૬; ૧પિ ૫:૧-૩) તેઓ ઈસુના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે. વડીલો દરેક પ્રકાશકને અહેસાસ કરાવે છે કે તેઓ યહોવાના મોટા કુટુંબનો ભાગ છે. ભાઈ-બહેનોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે એ માટે વડીલો તેઓને મદદ કરે છે. યહોવાના લોકોને બાઇબલમાંથી ઉત્તેજન આપવા વડીલો હંમેશાં તૈયાર હોય છે. અચાનક તબિયતને લગતી સમસ્યા ઊભી થાય, કે પછી કુદરતી આફત આવે ત્યારે, તેઓ ભાઈ-બહેનોને મદદ કરે છે. જો તમને કોઈ મદદની જરૂર હોય તો અચકાયા વગર તમારા મંડળના કોઈ વડીલ સાથે વાત કરો.—યાકૂ ૫:૧૪.

વડીલો ભાઈ-બહેનોની સંભાળ રાખે છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • વડીલોની મદદથી મરિઆનાને કેવો ફાયદો થયો?

  • વડીલોની મદદથી એલીઆસને કેવો ફાયદો થયો?

  • આ વીડિયો જોયા પછી તમને વડીલોનાં કામ વિશે કેવું લાગે છે?