સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

મમ્મી-પપ્પા, તમારાં બાળકોને ઈશ્વરની વાતો લાગુ પાડવા મદદ કરો

મમ્મી-પપ્પા, તમારાં બાળકોને ઈશ્વરની વાતો લાગુ પાડવા મદદ કરો

બાળકો યહોવા પાસેથી જે શીખે છે, એ લાગુ પાડવાની પણ જરૂર છે. એમ કરવા મમ્મી-પપ્પા ઘણી રીતોએ બાળકોને મદદ કરી શકે છે. એમાંની એક રીત છે: બાળકોને સભાઓમાંથી શીખવા મદદ કરવી. તેઓ સભાઓમાં જે જુએ છે, સાંભળે છે અને જવાબ આપે છે, એનાથી યહોવા વિશે વધારે શીખે છે અને તેમના જિગરી દોસ્ત બને છે. (પુન ૩૧:૧૨, ૧૩) મમ્મી-પપ્પા, બાળકો સભાઓમાંથી વધારે સારી રીતે શીખી શકે એ માટે તમે શું કરી શકો?

  • બાળકોને સભાઓ માટે પ્રાર્થનાઘરમાં લઈ જવાનો પૂરો પ્રયત્ન કરો.—ગી ૨૨:૨૨

  • પ્રાર્થનાઘરમાં સભા પહેલાં કે પછી ભાઈ-બહેનો સાથે સમય પસાર કરો.—હિબ્રૂ ૧૦:૨૫

  • ખાતરી કરો કે કુટુંબના દરેક સભ્ય પાસે સભામાં ચાલનાર સાહિત્યની છાપેલી કે ડિજિટલ કોપી હોય

  • બાળકોને પોતાના શબ્દોમાં જવાબ તૈયાર કરવા મદદ કરો.—માથ ૨૧:૧૫, ૧૬

  • સભાઓ વિશે અને એમાંથી જે શીખીએ છીએ, એ વિશે સારી વાતો કરો

  • મંડળનાં વૃદ્ધ ભાઈ-બહેનો સાથે વાત કરવા, પ્રાર્થનાઘરની સાફ-સફાઈ અને એવાં બીજાં કામો કરવા બાળકોને ઉત્તેજન આપો

બાળકોને યહોવાની નજીક જવા મદદ કરવી, એ મહેનત માંગી લે એવું કામ છે. કદાચ તમને અમુક વાર લાગી શકે કે એમ કરવા તમારી પાસે તાકાત નથી. પણ ખાતરી રાખી શકો કે યહોવા તમને ચોક્કસ મદદ કરશે.—યશા ૪૦:૨૯.

માબાપ તરીકે, યહોવા અને તેમની શક્તિ પર આધાર રાખીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • થાકી જવાથી ઝેક અને લીઆ પર કેવી અસર થતી હતી?

  • માતા-પિતાએ શક્તિ માટે કેમ યહોવા પર આધાર રાખવો જોઈએ?

  • ઝેક અને લીઆએ મદદ માટે કઈ રીતે યહોવા પર આધાર રાખ્યો?