સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧

‘જાઓ, શિષ્યો બનાવો’

‘જાઓ, શિષ્યો બનાવો’

૨૦૨૦નું આપણું વાર્ષિક વચન: ‘જાઓ, શિષ્યો બનાવો અને તેઓને બાપ્તિસ્મા આપો.’​—માથ. ૨૮:૧૯.

ગીત ૧૩૯ યહોવા તમને સાચવી રાખે

ઝલક *

૧-૨. ઈસુની કબરે આવેલી સ્ત્રીઓને દૂતે શું કહ્યું? ઈસુએ તેઓને શું કહ્યું?

સાલ ૩૩માં નીસાન ૧૬ની વહેલી સવાર છે. અમુક દુઃખી સ્ત્રીઓ એક કબર પાસે આવી. બે દિવસ પહેલાં ઈસુ ખ્રિસ્તને અહીં દફનાવવામાં આવ્યા હતા. ઈસુના શરીર પર સુગંધી દ્રવ્યો અને સુગંધી તેલ લગાવવા તેઓ ઈસુની કબરે પહોંચી. કબર ખાલી જોઈને તેઓ ગભરાઈ ગઈ. એટલામાં દૂતે આવીને તેઓને કહ્યું, ઈસુને ઉઠાડવામાં આવ્યા છે. દૂતે એમ પણ કહ્યું: “તે તમારી આગળ ગાલીલમાં જાય છે. ત્યાં તમે તેમને જોશો.”—માથ. ૨૮:૧-૭; લુક ૨૩:૫૬; ૨૪:૧૦.

તેઓ પાછી જઈ રહી હતી ત્યારે, ઈસુ તેઓને રસ્તામાં મળે છે અને કહે છે, “જાઓ, મારા ભાઈઓને ખબર આપો, જેથી તેઓ ગાલીલ જાય અને ત્યાં તેઓ મને જોશે.” (માથ. ૨૮:૧૦) ઈસુ પોતાના શિષ્યોને મહત્ત્વનાં સૂચનો આપવા માંગતા હશે. એટલે સજીવન થયા પછી ઈસુએ નક્કી કર્યું કે સૌથી પહેલા શિષ્યો સાથે મળીને સભા કરશે.

ઈસુએ કોને આજ્ઞા આપી હતી?

સજીવન થયા પછી ઈસુ ગાલીલમાં પ્રેરિતો અને બીજા લોકોને મળ્યા ત્યારે તેમણે તેઓને આજ્ઞા આપી, ‘જાઓ, શિષ્યો બનાવો’ (ફકરા ૩-૪ જુઓ)

૩-૪. માથ્થી ૨૮:૧૯, ૨૦માં જણાવેલી આજ્ઞા શું ફક્ત શિષ્યો માટે જ હતી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

માથ્થી ૨૮:૧૬-૨૦ વાંચો. એ સભામાં ઈસુએ શિષ્યોને સૌથી મહત્ત્વનું કામ સોંપ્યું. એ કામ તેઓએ પહેલી સદીમાં કરવાનું હતું. આજે આપણે પણ એ જ કામ કરી રહ્યા છીએ. ઈસુએ કહ્યું હતું: ‘એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.’

ઈસુ ચાહતા હતા કે તેમના બધા શિષ્યો પ્રચાર કરે. એ આજ્ઞા તેમણે ફક્ત ૧૧ પ્રેરિતોને જ આપી ન હતી. આપણે એવું કઈ રીતે કહી શકીએ? જરા વિચારો, ઈસુએ ગાલીલ પર્વત પર શિષ્યો બનાવવાની આજ્ઞા આપી ત્યારે શું ફક્ત પ્રેરિતો જ ત્યાં હતા? યાદ કરો દૂતે સ્ત્રીઓને કહ્યું હતું: “તમે તેમને [ગાલીલમાં] જોશો.” એટલે એ સમયે ગાલીલ પર્વત પર કદાચ એ સ્ત્રીઓ પણ હતી. શું એ સિવાય બીજા લોકો ત્યાં હતા?

૫. શા પરથી કહી શકાય કે પાઊલે ૧ કોરીંથીઓ ૧૫:૬માં જે સભાનો ઉલ્લેખ કર્યો, એ માથ્થીના ૨૮મા અધ્યાયમાં જણાવેલી સભા વિશે છે?

પ્રેરિત પાઊલ જણાવે છે કે ઈસુ “૫૦૦ કરતાં વધારે ભાઈઓને એક સાથે દેખાયા” હતા. (૧ કોરીં. ૧૫:૬) પાઊલે એ વાત કહી ત્યારે તેમના મનમાં માથ્થીના ૨૮મા અધ્યાયમાં જણાવેલી ગાલીલની સભાનો વિચાર આવ્યો હશે. એ માનવાનાં આપણી પાસે બે કારણો છે. પહેલું, ઈસુના મોટા ભાગના શિષ્યો ગાલીલના રહેવાસી હતા. તેથી યરૂશાલેમનાં કોઈ એક ઘરમાં ભેગા થવા કરતાં ગાલીલ પર્વત પર ભેગા થવું વધારે સારું હતું. બીજું, સજીવન થયા પછી ઈસુ યરૂશાલેમના એક ઘરમાં પોતાના ૧૧ શિષ્યોને મળી ચૂક્યા હતા. જો ફક્ત તેઓને જ ખુશખબર ફેલાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ સોંપવાનું હોત, તો ઈસુએ ત્યાં જ સોંપી દીધું હોત. પણ ઈસુએ તો શિષ્યોને, વફાદાર સ્ત્રીઓને અને બીજાઓને કહ્યું કે તે તેઓને ગાલીલમાં મળશે.—લુક ૨૪:૩૩, ૩૬.

૬. ઈસુએ જણાવેલી આજ્ઞા આજે આપણને પણ લાગુ પડે છે એ કઈ રીતે કહી શકાય? ઈશ્વરભક્તો આજે એ આજ્ઞા પાળે છે એની સાબિતી શું છે?

ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા પહેલી સદીના ખ્રિસ્તીઓને જ આપી ન હતી. કારણ કે આજ્ઞા આપ્યા પછી ઈસુએ છેલ્લે આ શબ્દો કહ્યા હતા: “આ દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) ઈસુના શબ્દો હમણાં સાચા પડી રહ્યા છે! આજે ઈશ્વરભક્તો પૂરા જોશથી શિષ્યો બનાવવાનું કામ કરી રહ્યા છે. દર વર્ષે આશરે ૩ લાખ લોકો યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લે છે અને ઈસુના શિષ્યો બને છે. એ કેટલી ખુશીની વાત કહેવાય!

૭. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું અને શા માટે?

બાઇબલ અભ્યાસ કરનાર ઘણા લોકો ભક્તિમાં આગળ વધે છે અને બાપ્તિસ્મા લે છે. પણ જોવા મળ્યું છે કે અમુક બાઇબલ વિદ્યાર્થીઓ બાપ્તિસ્મા લેતા અચકાય છે. તેઓને અભ્યાસ કરવો ગમે છે પણ બાપ્તિસ્મા લેતા નથી. જો તમે બાઇબલ અભ્યાસ ચલાવતા હો, તો તમે પણ ચાહતા હશો કે તમારો વિદ્યાર્થી જે શીખે એને લાગુ પાડે અને ખ્રિસ્તનો શિષ્ય બને. એ માટે તમે તેઓને મદદ કરવા માંગો છો. બાઇબલ વિદ્યાર્થી યહોવાને પ્રેમ કરે અને ભક્તિમાં સારું કરે માટે તેને કઈ રીતે મદદ કરી શકાય એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું. આપણે શા માટે આ વિષય પર ચર્ચા કરવી જોઈએ? કેમ કે અમુક વાર આપણે નક્કી કરવું પડે છે કે વ્યક્તિનો બાઇબલ અભ્યાસ ચાલુ રાખીશું કે નહિ.

વિદ્યાર્થીના દિલમાં યહોવા માટે પ્રેમ જગાડીએ

૮. યહોવાને પિતા તરીકે સ્વીકારવા શા માટે અમુક વિદ્યાર્થીઓને અઘરું લાગી શકે?

યહોવા ચાહે છે કે લોકો પ્રેમથી પ્રેરાઈને તેમની ભક્તિ કરે. બાઇબલ વિદ્યાર્થીને એ સમજવા મદદ કરીએ કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની કાળજી રાખે છે. તેને જણાવીએ કે યહોવા ‘અનાથના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ’ છે. (ગીત. ૬૮:૫) જો તેને અહેસાસ થશે કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે, તો યહોવા માટેનો તેનો પ્રેમ વધતો જશે. યહોવાને એક પ્રેમાળ પિતા તરીકે સ્વીકારવા અમુક વિદ્યાર્થીઓને અઘરું લાગી શકે. કારણ કે તેઓને પોતાના પિતા પાસેથી એવાં પ્રેમ અને લાગણી ક્યારેય મળ્યાં હોતાં નથી. (૨ તિમો. ૩:૧, ૩) અભ્યાસ ચલાવતી વખતે યહોવાનાં અદ્‍ભુત ગુણો વિશે વાત કરીએ. તેઓને એ સમજવા મદદ કરીએ કે પ્રેમાળ ઈશ્વર ચાહે છે કે તેઓ હંમેશાંનું જીવન મેળવે. એ માટે મદદ કરવા તે કાયમ તૈયાર હોય છે. એ ઉપરાંત બીજું શું કરી શકીએ?

૯-૧૦. બાઇબલ અભ્યાસ ચલાવવા કયા પુસ્તકોનો ઉપયોગ કરવો જોઈએ અને શા માટે?

પવિત્ર બાઇબલ શું શીખવે છે?” અને “ઈશ્વરના પ્રેમની છાયામાં રહો” પુસ્તકોનો ઉપયોગ કરીએ. પુસ્તકોને એવી રીતે બનાવવામાં આવ્યાં છે, જેનાથી આપણે બાઇબલ વિદ્યાર્થીઓના દિલ સુધી પહોંચી શકીએ. દાખલા તરીકે, બાઇબલ શીખવે છે પુસ્તકના પહેલા પ્રકરણમાં આ સવાલોના જવાબો મળે છે: શું ઈશ્વર સાચે જ આપણી સંભાળ રાખે છે? અન્યાય જોઈને ઈશ્વરને કેવું લાગે છે? શું તમે યહોવા સાથે ચાલી શકો? હવે ઈશ્વરનો પ્રેમ પુસ્તક વિશે જોઈએ. આ પુસ્તકથી વિદ્યાર્થીને બાઇબલ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જીવન સુધારવા મદદ મળશે. યહોવાની વધુ નજીક જવા પણ મદદ મળશે. ભલે આપણે અગાઉ બીજાઓ સાથે એ પુસ્તકોમાંથી અભ્યાસ કર્યો હોય તોપણ દરેક વિદ્યાર્થી માટે પહેલેથી તૈયારી કરીએ. વિદ્યાર્થીને તેની જરૂરિયાત પ્રમાણે મદદ કરીએ.

૧૦ ધારો કે આપણા બાઇબલ વિદ્યાર્થીને જે વિષય જાણવામાં રસ હોય એ વિષય “શીખવવાનાં સાધનો” વિભાગના સાહિત્યમાં નથી. એવા સમયે આપણે શું કરી શકીએ? કદાચ આપણે તેઓને ઉત્તેજન આપી શકીએ કે તે પોતાના સમયે એ વાંચે. જેથી આપણે એ પુસ્તકમાંથી અભ્યાસ ચાલુ રાખી શકીએ જેના વિશે હમણાં ચર્ચા કરી.

બાઇબલ અભ્યાસ શરૂ કરતા પહેલાં પ્રાર્થના કરીએ (ફકરો ૧૧ જુઓ)

૧૧. વિદ્યાર્થી સાથે પ્રાર્થના કરવાનું ક્યારે શરૂ કરવું જોઈએ? એનું મહત્ત્વ કેવી રીતે સમજાવી શકાય?

૧૧ બાઇબલ અભ્યાસ શરૂ કરતા પહેલાં પ્રાર્થના કરીએ. વિદ્યાર્થી સાથે બાઇબલ અભ્યાસ કરીએ ત્યારે શરૂઆતમાં અને અંતમાં પ્રાર્થના કરી શકીએ. બની શકે તો શરૂઆતના થોડા જ અઠવાડિયામાં પ્રાર્થના કરવાનું શરૂ કરી દઈએ. તેઓને એ સમજવા મદદ કરીએ કે પવિત્ર શક્તિની મદદથી જ બાઇબલના વિચારો સારી રીતે સમજી શકાય છે. અમુક ભાઈ-બહેનો પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવવા યાકૂબ ૧:૫નો ઉપયોગ કરે છે, જેમાં લખ્યું છે: “તમારામાંથી કોઈનામાં ડહાપણની કમી હોય તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું.” પછી તેઓ વિદ્યાર્થીને પૂછે કે, “આપણે કેવી રીતે ઈશ્વર પાસે ડહાપણ માંગી શકીએ?” મોટા ભાગે વિદ્યાર્થીઓ જવાબ આપશે કે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ.

૧૨. વિદ્યાર્થી પ્રાર્થનામાં દિલ ઠાલવી શકે માટે ગીતશાસ્ત્ર ૧૩૯:૨-૪માંથી કઈ મદદ મળે છે?

૧૨ વિદ્યાર્થીને પ્રાર્થના કરવાનું શીખવીએ. તેઓને ખાતરી કરાવીએ કે દિલથી કરેલી પ્રાર્થના સાંભળવી યહોવાને ગમે છે. અમુક વાર દિલની વાત બીજાઓને કહેતા અચકાઈએ છીએ. પણ યહોવા આપણા દિલની લાગણીઓ જાણે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨-૪ વાંચો.) એટલે પ્રાર્થનામાં આપણે યહોવા આગળ પોતાનું દિલ ઠાલવી શકીએ છીએ. એ વાત આપણે વિદ્યાર્થીને પણ સમજાવી શકીએ. આપણે તેઓને એ પણ ઉત્તેજન આપી શકીએ કે ખોટા વિચારો સુધારવા અને ખરાબ આદતો છોડવા યહોવા પાસે તે મદદ માંગે. દાખલા તરીકે, એક વિદ્યાર્થીને એવા તહેવારો ઊજવવાનું ગમે છે જેની ઈશ્વરે મના કરી છે. તે જાણે છે કે એ ખોટું છે છતાં એમાં ભાગ લે છે. એવા સંજોગોમાં તેને ઉત્તેજન આપીએ કે યહોવાને પોતાના દિલની વાત જણાવે. યહોવાને જે ગમે છે એ કરતા રહેવા તેમની પાસે મદદ માંગે.—ગીત. ૯૭:૧૦.

બાઇબલ વિદ્યાર્થીને સભામાં આવવાનું આમંત્રણ આપીએ (ફકરો ૧૩ જુઓ)

૧૩. (ક) શા માટે વિદ્યાર્થીને બને એટલું જલદી સભામાં આવવાનું આમંત્રણ આપવું જોઈએ? (ખ) વિદ્યાર્થીને સભામાં અજાણ્યું ન લાગે માટે શું કરી શકીએ?

૧૩ બાઇબલ વિદ્યાર્થીને જેમ બને તેમ જલદી સભામાં આવવાનું આમંત્રણ આપીએ. વિદ્યાર્થી સભામાં જે સાંભળે અને જુએ એની તેના દિલ પર ઊંડી અસર થાય છે. એનાથી તેને પ્રગતિ કરવા મદદ મળે છે. પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો બતાવીએ અને આપણી સાથે સભામાં આવવાનું આમંત્રણ આપીએ. બની શકે તો તેને આપણી સાથે લઈ જઈએ. આપણી સાથે અલગ-અલગ પ્રકાશકોને તેના અભ્યાસમાં લઈ જઈએ, જેથી તે મંડળનાં બીજાં ભાઈ-બહેનોને ઓળખી શકે. એટલે તે જ્યારે સભામાં આવશે ત્યારે તેને અજાણ્યું નહિ લાગે.

શ્રદ્ધા મજબૂત કરવા વિદ્યાર્થીને મદદ કરીએ

૧૪. યહોવા માટે પ્રેમ વધતો જશે તો વ્યક્તિને શું ફાયદો થશે?

૧૪ આપણે ચાહીએ છીએ કે વિદ્યાર્થીની શ્રદ્ધા મજબૂત થાય. (એફે. ૪:૧૩) કોઈ વ્યક્તિ આપણી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરે ત્યારે, તેને જાણવું હોય છે કે એનાથી તેને શું ફાયદો થશે. પણ યહોવા માટે પ્રેમ વધતો જશે તેમ તેની શ્રદ્ધા મજબૂત થશે. તે મંડળનાં ભાઈ-બહેનો અને બીજાઓનો વિચાર કરવાનું શીખશે અને તેઓને મદદ કરશે. (માથ. ૨૨:૩૭-૩૯) યોગ્ય સમય જોઈને તેને જણાવીએ કે ભક્તિને લગતાં કામો માટે દાન આપવું એક લહાવો છે.

મુશ્કેલી આવે ત્યારે શું કરવું એ વિશે બાઇબલ વિદ્યાર્થીને શીખવીએ (ફકરો ૧૫ જુઓ)

૧૫. કોઈ મુશ્કેલી આવે ત્યારે વિદ્યાર્થીને કઈ રીતે મદદ કરી શકાય?

૧૫ મુશ્કેલી આવે ત્યારે શું કરવું એ વિશે બાઇબલ વિદ્યાર્થીને શીખવીએ. ધારો કે, તમારો વિદ્યાર્થી બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક છે. તે તમને જણાવે છે કે તેને મંડળના કોઈ ભાઈ કે બહેનથી માઠું લાગ્યું છે. કોઈનો પક્ષ લેવાને બદલે તેને સમજાવો કે કયો બાઇબલ સિદ્ધાંત લાગુ પાડી શકાય. એના આધારે ભાઈ કે બહેનને તે માફ કરે અને એ બાબતો ભૂલી જાય. પણ જો તે એમ ન કરી શકે તો એ ભાઈ કે બહેનને મળીને પ્રેમથી એ વિશે વાત કરે. કેમ કે તેનો ધ્યેય તો ‘ભાઈને જીતી’ લેવાનો છે. (માથ્થી ૧૮:૧૫ સરખાવો.) વિદ્યાર્થી તેમને મળીને શું કહેશે એની તૈયારી કરવામાં મદદ કરો. તેને સમજાવો કે JW લાઇબ્રેરી ઍપ, યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા અને jw.org® વેબસાઇટનો ઉપયોગ કરીને એ સંજોગોને કઈ રીતે હાથ ધરી શકાય. વિદ્યાર્થી બાપ્તિસ્મા લેતા પહેલાં આવી મુશ્કેલીનો હલ લાવવાનું શીખશે તો બાપ્તિસ્મા પછી તે ભાઈ-બહેનો સાથે વધારે સારો સંબંધ કેળવી શકશે.

૧૬. તમારા બાઇબલ અભ્યાસમાં શા માટે બીજાં ભાઈ-બહેનોને પણ લઈ જવા જોઈએ?

૧૬ બીજાં ભાઈ-બહેનો અને સરકીટ નિરીક્ષકને આપણા બાઇબલ અભ્યાસમાં લઈ જઈએ. શા માટે? આગળ જોઈ ગયા તેમ બીજાં ભાઈ-બહેનો જે રીતે તમારા વિદ્યાર્થીની મદદ કરી શકે, એ રીતે કદાચ તમે ન કરી શકો. દાખલા તરીકે, વિદ્યાર્થી સિગારેટ છોડવા ઘણી મહેનત કરે છે પણ તે સફળ થતો નથી. તેના અભ્યાસમાં એવા કોઈ ભાઈ કે બહેનને સાથે લઈ જાઓ જે એવી જ મુશ્કેલીમાંથી પસાર થયા છે. પણ તે એ લત છોડી શક્યા છે. બની શકે કે તમારા વિદ્યાર્થીને એ લતમાંથી છૂટવા તે કોઈ સારી સલાહ આપે, જેનાથી તેને ફાયદો થાય. જો તમને કોઈ અનુભવી ભાઈ કે બહેનની હાજરીમાં અભ્યાસ લેવાનું અઘરું લાગતું હોય, તો તેમને અભ્યાસ ચલાવવાનું કહી શકો. એનાથી તમારા વિદ્યાર્થીને બીજાઓના અનુભવથી શીખવા મળશે. યાદ રાખો કે આપણો ધ્યેય વિદ્યાર્થીની શ્રદ્ધા મજબૂત કરવાનો છે.

શું મારે અભ્યાસ બંધ કરી દેવો જોઈએ?

૧૭-૧૮. અભ્યાસ બંધ કરવો કે નહિ એ નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

૧૭ બાઇબલ વિદ્યાર્થી શીખેલી વાતો પ્રમાણે જીવનમાં ફેરફાર ન કરે તો આ સવાલનો વિચાર કરો, “શું મારે એ વિદ્યાર્થીનો અભ્યાસ બંધ કરી દેવો જોઈએ?” કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં વ્યક્તિની ક્ષમતાનો વિચાર કરો. ભક્તિમાં આગળ વધવા કદાચ કોઈને વધારે વાર લાગે. એ સમયે આ સવાલોનો વિચાર કરો: “શું મારો વિદ્યાર્થી તેના સંજોગો પ્રમાણે ભક્તિમાં આગળ વધે છે? શું તે શીખેલી વાતોને લાગુ ‘પાળે’ છે?” (માથ. ૨૮:૨૦) ભક્તિમાં આગળ વધવા કદાચ કોઈને વાર લાગે, પણ શું તે જીવનમાં ધીરે-ધીરે ફેરફાર કરે છે?

૧૮ કોઈ વિદ્યાર્થી ઘણા સમયથી અભ્યાસ કરે પણ જીવનમાં ફેરફાર ન કરે તો શું કરી શકાય? ધારો કે તમારા વિદ્યાર્થીએ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ પૂરો કરી દીધો છે. કદાચ ઈશ્વરનો પ્રેમ પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કર્યો છે. હજુ સુધી તે એક પણ સભામાં નથી આવ્યો. અરે, સ્મરણપ્રસંગમાં પણ નથી આવ્યો! ઘણી વાર નાનાં નાનાં કારણોને લીધે અભ્યાસ કરવાનું ટાળે છે. એવા સમયે વિદ્યાર્થી સાથે સાફ શબ્દોમાં ચર્ચા કરવી જોઈએ. *

૧૯. જો કોઈ વિદ્યાર્થીને ભક્તિમાં આગળ વધવા મુશ્કેલી પડતી હોય તો શું કરી શકાય?

૧૯ તમે વિદ્યાર્થીને પૂછી શકો, ‘યહોવાના સાક્ષી બનવામાં તમને કઈ મુશ્કેલી પડે છે?’ કદાચ વિદ્યાર્થી જણાવે, ‘મને બાઇબલ અભ્યાસ કરવો ગમે છે પણ હું કદી યહોવાનો સાક્ષી નહિ બનું!’ જો વિદ્યાર્થી એવું કહે તો હવે તમારે અભ્યાસ બંધ કરવાની જરૂર છે. અથવા તમારો વિદ્યાર્થી કદાચ તમને પહેલી વાર જણાવે કે ભક્તિમાં આગળ વધવા કોઈક બાબત તેને રોકી રહી છે. દાખલા તરીકે, તેને લાગતું હોય કે તે ઘર-ઘરનો પ્રચાર નહિ કરી શકે. જો તમને તેની મુશ્કેલી જાણવા મળશે, તો તેને સારી રીતે મદદ કરી શકશો.

પ્રગતિ ન કરતા હોય તેઓ પાછળ સમય ન વેડફીએ (ફકરો ૨૦ જુઓ)

૨૦. કોની સાથે અભ્યાસ ચાલુ રાખીશું એ સમજવા પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૮થી કેવી મદદ મળે છે?

૨૦ દુઃખની વાત છે કે ઘણા વિદ્યાર્થીઓ હઝકીએલના સમયના ઇઝરાયેલીઓ જેવા હોય છે. તેઓ વિશે યહોવાએ હઝકીએલને કહ્યું હતું: ‘તું તેઓ માટે મનોહર ગીત જેવો છે, જે મધુર અવાજે ગાવામાં આવ્યું છે અને જેમાં સારી રીતે વાજિંત્ર વગાડવામાં આવ્યું છે. કેમ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ એનો અમલ તેઓ કરતા નથી.’ (હઝકી. ૩૩:૩૨) વિદ્યાર્થીને એ કહેવું આપણને કદાચ અઘરું લાગે કે હવેથી અભ્યાસ બંધ કરવામાં આવશે. છતાં ભૂલીએ નહિ, “થોડો જ સમય બાકી છે.” (૧ કોરીં. ૭:૨૯) પ્રગતિ ન કરતા હોય તેઓ પાછળ સમય વેડફવાની જરૂર નથી. એને બદલે એવા લોકોને શોધીએ ‘જેઓનું હૃદય હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ ઢળેલું છે.’—પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૮ વાંચો.

તમારા પ્રચાર વિસ્તારમાં એવા લોકો હશે જેઓ મદદ માટે પ્રાર્થના કરતા હશે (ફકરો ૨૦ જુઓ)

૨૧. ૨૦૨૦નું વાર્ષિક વચન કયું છે અને એનાથી આપણને કઈ મદદ મળશે?

૨૧ ૨૦૨૦ના વાર્ષિક વચનથી આપણને શિષ્યો બનાવવાનું કામ સારી રીતે કરવા મદદ મળશે. એ વાર્ષિક વચનમાં ગાલીલ પર્વત પર ઈસુએ શિષ્યો સાથે કરેલી ખાસ સભાના અમુક શબ્દો જોવા મળે છે. તો ચાલો ૨૦૨૦નું આ વાર્ષિક વચન હંમેશાં યાદ રાખીએ: ‘જાઓ, શિષ્યો બનાવો અને તેઓને બાપ્તિસ્મા આપો.’માથ. ૨૮:૧૯.

આપણે ચાહીએ છીએ કે શિષ્યો બનાવવાના કામમાં સુધારો કરીએ અને વિદ્યાર્થીઓને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ (ફકરો ૨૧ જુઓ)

ગીત ૪૪ સંદેશ બધે વાવીએ

^ ફકરો. 5 ૨૦૨૦ના વાર્ષિક વચનથી આપણને ‘શિષ્યો બનાવવાનું’ ઉત્તેજન મળે છે. એ આજ્ઞા યહોવાના બધા ભક્તોએ પાળવી જોઈએ. બાઇબલ વિદ્યાર્થીઓને ઈસુના શિષ્ય બનવાની પ્રેરણા મળે માટે આપણે શું કરી શકીએ? આ લેખમાં આપણે શીખીશું કે બાઇબલ વિદ્યાર્થીઓને યહોવાની વધુ નજીક કઈ રીતે લાવી શકાય. વધુમાં જોઈશું કે વ્યક્તિનો બાઇબલ અભ્યાસ ચાલુ રાખવો કે નહિ એ શાના આધારે નક્કી કરી શકાય.