સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

નીતિવચનો ૨૪:૧૬માં લખ્યું છે: “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.” શું એનો અર્થ એવો થાય કે એક વ્યક્તિ વારે ઘડીએ પાપ કરે તો ઈશ્વર તેને માફ કરી દેશે?

આ કલમમાં પાપમાં પડવા વિશે વાત થઈ રહી નથી. પણ અહીં બતાવ્યું છે કે નેક વ્યક્તિ ભલે મોટી મોટી તકલીફો કે મુશ્કેલીઓમાં પડી જાય તોપણ એ પાછો ઊભો થઈ શકશે. એટલે કે એમાંથી પાછો બહાર નીકળી શકશે.

ચાલો જોઈએ કલમ ૧૬ની આજુબાજુની કલમો શું કહે છે. એ કહે છે, “હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ; કેમ કે નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે. તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્‍ન થતો નહિ.”—નીતિ. ૨૪:૧૫-૧૭.

અમુક લોકોનું માનવું છે કે કલમ ૧૬નો અર્થ થાય કે ભલે એક વ્યક્તિ પાપમાં પડે. પણ જો તે પસ્તાવો કરે તો ઈશ્વર તેનો સ્વીકાર કરશે. બ્રિટનના બે પાદરીઓએ એક પુસ્તકમાં લખ્યું કે, “પહેલાં અને હાલના ધર્મ પ્રચારકો આ કલમનો આવો જ અર્થ કાઢે છે.” તેઓએ એમ પણ લખ્યું કે જો કલમનો આવો અર્થ થતો હોય તો ‘ભલે નેક માણસ ગમે એટલા પાપ કરે, તોપણ કોઈ વાંધો નહિ. જો એ વ્યક્તિ પસ્તાવો કરે અને ઈશ્વર માટે પ્રેમ બતાવતો રહે, તો ઈશ્વર તેના પર કૃપા બતાવશે. આમ એ વ્યક્તિ પાછો ઊઠી શકશે.’ એ વાત કદાચ એવા લોકોને વધારે ગમે જેઓ પોતાની ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવાનો ખાસ કંઈ પ્રયત્ન કરતા નથી. તેઓ કદાચ એવું પણ વિચારે કે તેઓ વારે ઘડીએ પાપ કરશે તોપણ ઈશ્વર તેઓને માફ કરી દેશે.

પણ કલમ ૧૬નો આવો અર્થ બિલકુલ નથી.

કલમ ૧૬ અને ૧૭માં વપરાયેલો “પડી” માટેના હિબ્રૂ શબ્દનો અર્થ થાય છે ખરેખર પડી જવું. જેમ કે, બળદ રસ્તામાં પડી ગયો છે, એક માણસ ધાબા પરથી પડી ગયો છે અથવા એક કણ જમીન પર પડ્યો છે. (પુન. ૨૨:૪, ૮; આમો. ૯:૯) અમુક કલમોમાં પડવું શબ્દનો અર્થ ખરેખર પડવું થતો નથી, પણ જીવનમાં ઠોકર ખાવી એવો અર્થ થાય છે. જેમ કે આ કલમ પર ધ્યાન આપો, “જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, ત્યારે તે તેનાં પગલાં સ્થિર કરે છે. જોકે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ; કેમ કે યહોવા તેનો હાથ પકડીને તેને નિભાવશે.”—ગીત. ૩૭:૨૩, ૨૪; નીતિ. ૧૧:૫; ૧૩:૧૭; ૧૭:૨૦.

પણ જેમ પ્રોફેસર એડવર્ડ એચ. પ્લમટ્રે કહે છે: “કોઈ પણ કલમમાં આ હિબ્રૂ શબ્દનો અર્થ પાપમાં પડવું થતો નથી.” એ વાત ધ્યાનમાં રાખીને બીજા એક વિદ્વાને એનો આ રીતે અર્થ સમજાવ્યો: ‘ઈશ્વરના લોકોને ભલે ગમે એટલા સતાવવામાં આવે તોપણ તેઓને કંઈ નહિ થાય, તેઓ બચી જશે. પણ દુષ્ટો બચી શકશે નહિ.’

આ બધી બાબતોથી સાફ જોવા મળે છે કે નીતિવચનો ૨૪:૧૬માં પાપમાં “પડવા” વિશે વાત કરવામાં આવી નથી. પણ એનો અર્થ એવો થાય કે એક નેક વ્યક્તિના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે અથવા એના માથે મુશ્કેલીઓનાં વાદળ ઘેરાય શકે છે. અરે, એવું વારંવાર પણ બની શકે છે. આ દુષ્ટ દુનિયામાં તેણે બીમારી કે બીજી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તે યહોવાનો સાક્ષી હોવાથી સરકાર તેના પર જુલમ ગુજારે. તે ભરોસો રાખી શકે છે કે ઈશ્વર તેને મદદ કરશે અને હાથ પકડીને પાછો ઉઠાડશે. આપણે પોતે જોયું છે કે ઈશ્વરના લોકો પર ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ પછીથી બધું સારું થઈ જાય છે. આપણે આ વાતનો ભરોસો રાખી શકીએ છીએ કે “સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે, અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.”—ગીત. ૪૧:૧-૩; ૧૪૫:૧૪-૧૯.

“નેક વ્યક્તિની” એક વાત ધ્યાન પર લેવા જેવી છે કે તે બીજાઓને દુઃખી જોઈને ખુશ થતો નથી. “જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ.” એ વાતથી નેક વ્યક્તિને ખુશી થાય છે.—સભા. ૮:૧૧-૧૩; અયૂ. ૩૧:૩-૬; ગીત. ૨૭:૫, ૬.