સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?

પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?

પામેલાબહેનને કેન્સર હતું. તેમણે ડોક્ટર પાસે સારવાર કરાવી. ભગવાનને પણ પ્રાર્થના કરી કે આ બીમારી સામે લડવા મદદ કરે. શું પ્રાર્થના કરવાથી તેમને કોઈ મદદ મળી?

તે કહે છે: ‘સારવાર દરમિયાન કેટલીક વાર મને ગભરામણ અને બેચેની થતી. પણ પછી હું યહોવાને પ્રાર્થના કરતી અને મારું મન શાંત થઈ જતું. મને આજે પણ ખૂબ દુખાવો થાય છે. પ્રાર્થના કરવાથી મને મદદ મળે છે. મારું મન દુઃખ પરથી હટાવીને સારી બાબતો પર લગાવી શકું છું. આજે મને કોઈ પૂછે કે, “તમારી તબિયત કેવી છે?” તો કહું છું, “તબિયત તો સારી નથી પણ યહોવાની મદદથી હું ખુશ છું.”’

એવું નથી કે આપણે બીમાર હોઈએ કે જીવ જોખમમાં હોય ત્યારે જ પ્રાર્થના કરીએ. આપણા પર નાની-મોટી મુશ્કેલીઓ આવે ત્યારે પણ પ્રાર્થના કરવી જોઈએ.

પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે કે, ‘તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને સંભાળશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.’ (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે! ભલે દુઃખોનો દરિયો હોય, પણ એ પાર કરવામાં યહોવા મદદ કરશે.—“ પ્રાર્થનાથી મળતી મદદ” બૉક્સ જુઓ.