સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ

દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ

યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી-જનરલે આમ જણાવ્યું: “આજે દુનિયાની હાલત બહુ જ બગડી ગઈ છે.” તમને પણ એમ લાગતું હશે, ખરું ને?

રોજ નિરાશ કરતા સમાચાર સાંભળવા મળે છે.

  • બીમારીઓ અને મહામારીઓ

  • કુદરતી આફતો

  • ગરીબી અને ભૂખમરો

  • પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ

  • ગુના, હિંસા અને ભ્રષ્ટાચાર

  • યુદ્ધો

દુનિયા આવી હોય તો કેટલું સારું!

  • સારી તંદુરસ્તી હોય

  • બધે સલામતી અને કોઈનો ડર ન હોય

  • બધા માટે પુષ્કળ ખોરાક હોય

  • પર્યાવરણ સારું હોય

  • અન્યાય ન હોય

  • દુનિયામાં બધે જ શાંતિ હોય

બહુ જલદી જ સુખના દિવસો આવશે. એનો શું અર્થ થાય?

આજની દુનિયાનું શું થશે?

દુઃખ વગરની દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?

આ સવાલોના જવાબ ભગવાને શાસ્ત્રમાં આપ્યા છે. એના વિશે આ ચોકીબુરજમાં જણાવ્યું છે, જે વાંચીને આપણને બધાને દિલાસો મળશે.