સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?

જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?

અગાઉના લેખોમાં જોઈ ગયાં તેમ બધા લોકો સુખી થવા ચાહે છે. એટલે અમુક નસીબ કે ભાગ્ય પર ભરોસો રાખે છે, અમુક બહુ ભણે છે, તો અમુક માલ-મિલકત ભેગી કરે છે. અમુક એવા પણ છે જે ભલાઈનાં કામો કરે છે. એ બધું કરવા છતાં તેઓ સુખી નથી. જીવનમાં સુખી થવા એ રીતો અજમાવવી એ તો જાણે એવું છે કે આપણે એવા લોકોને રસ્તો પૂછીએ છીએ, જેઓ પોતે એ રસ્તાથી અજાણ છે. તો શું જીવનમાં સુખી થવા આપણને સાચી સલાહ કોઈ નહિ આપી શકે? ના, એવું નથી.

સાચી સલાહ કોણ આપી શકે?

આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મોટાઓ પાસેથી સલાહ લઈએ છીએ. એવી જ રીતે જીવનમાં સારા નિર્ણયો લેવા કોઈક એવા પાસેથી સલાહ લઈ શકીએ, જેમની પાસે વધારે બુદ્ધિ અને ઘણો અનુભવ છે. તેમની સલાહ આપણે પવિત્ર શાસ્ત્રમાં વાંચી શકીએ છીએ. એ આજથી આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું, એ છે પવિત્ર શાસ્ત્ર, બાઇબલ.

તમે બાઇબલ પર કેમ ભરોસો રાખી શકો? કેમ કે, જેમણે એને લખાવ્યું છે તે વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી છે અને તેમની પાસે જેટલો અનુભવ છે એટલો અનુભવ કોઈની પાસે નથી. તે “પ્રાચીન કાળથી” અને “સનાતન” છે. એટલે કે તે હંમેશાંથી છે અને હંમેશાં રહેશે. (દાનિયેલ ૭:૯; ગીતશાસ્ત્ર ૯૦:૨) “સાચા ઈશ્વરે આકાશોની રચના કરી, પૃથ્વીને ઘડી અને એને કાયમ ટકી રહેવા બનાવી.” (યશાયા ૪૫:૧૮) તેમનું નામ યહોવા છે અને એ નામ તેમણે પોતે બાઇબલમાં લખાવ્યું છે.​—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

બાઇબલમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે કોઈ એક જાતિ કે ભાષાના લોકો બીજી જાતિ કે ભાષાના લોકોથી ચઢિયાતા છે. કેમ કે જેમણે એ લખાવ્યું છે, તેમણે જ બધા માણસોને બનાવ્યા છે. વર્ષો પહેલાં લોકોને બાઇબલની સલાહ માનવાથી ફાયદો થયો હતો અને આજે પણ થાય છે, પછી ભલે એ કોઈ પણ દેશના હોય. લાખો કરોડો બાઇબલ વહેંચવામાં આવ્યા છે અને એ હજારો ભાષામાં છે. દુનિયામાં એના જેવું બીજું કોઈ પુસ્તક નથી. * એટલે દુનિયાની કોઈ પણ જગ્યાએ રહેતા લોકો એને સમજી શકે છે, એનાથી તેઓને ફાયદો થાય છે. એ બધાથી ખબર પડે છે કે બાઇબલની આ વાત એકદમ સાચી છે.

“ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

જેમ માબાપ બાળકોને પ્રેમ કરે છે, તેમ યહોવા પણ આપણને પ્રેમ કરે છે. જેમ માબાપ બાળકોને ખરો રસ્તો બતાવે છે તેમ યહોવા પણ બાઇબલ દ્વારા આપણને સાચો રસ્તો બતાવે છે. (૨ તિમોથી ૩:૧૬) તેમણે લખાવેલ પુસ્તક પર આપણે ભરોસો કરી શકીએ છીએ. આખરે, તેમણે જ તો આપણને બનાવ્યા છે. આપણું ભલું શામાં છે એ તે સારી રીતે જાણે છે.

એવું જીવન મેળવવા તમે શું કરશો? ચાલો, હવે પછીના લેખમાં એ સવાલનો જવાબ જોઈશું.

^ ફકરો. 6 બાઇબલનાં અનુવાદ અને એનાં વિતરણ વિશે વધુ જાણવા www.pr418.com/gu પર જાઓ અને શાસ્ત્રનું શિક્ષણ > ઇતિહાસ અને શાસ્ત્ર વિભાગ જુઓ.

^ ફકરો. 16 વધુ જાણવા ધ બાઇબલ—ગોડ્‌સ વર્ડ ઓર મેન્સ? પુસ્તકનું પ્રકરણ ૯ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે અને www.pr418.com પર ઓનલાઇન પ્રાપ્ય છે. jw.org પર લાઇબ્રેરી > પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગ પર જાઓ.