સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

અભ્યાસ માટે સૂચન

આપણી સમજણમાં થયેલા સુધારા વિશેની તાજેતરની માહિતી ક્યાંથી મેળવી શકીએ?

આજે આપણે રોમાંચક સમયમાં જીવી રહ્યા છીએ. ધીરે ધીરે યહોવા આપણને બાઇબલ વિશે પહેલાં કરતાં વધારે સમજણ આપી રહ્યા છે. (દાનિ. ૧૨:૪) પણ બાઇબલ સત્ય વિશે આપણી સમજણમાં જે સુધારા થાય છે, એ વિશે પોતાને માહિતગાર રાખવા કદાચ આપણને અઘરું લાગે. ચાલો જોઈએ કે એ માહિતી ક્યાંથી શોધી શકીએ.

• જે વિષયો વિશે આપણી સમજણમાં સુધારો થયો છે, એમાંના અમુક વિષયો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં આપ્યા છે. એ વિષયોની સૂચિ જોવા “યહોવાના સાક્ષીઓ” વિષયમાં “વિચારો અને માન્યતાઓ” ગૌણમથાળામાં “સમજણમાં સુધારો” જુઓ.

વ્યક્તિગત અભ્યાસ કરો ત્યારે, “સમજણમાં સુધારો” ભાગમાંથી કોઈ વિષય પસંદ કરો. તમે સંશોધન કરી શકો કે એ વિષય પર આપણી હમણાંની સમજણ શું છે અને એમાં કેમ સુધારો કરવામાં આવ્યો છે.