સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

કીમતી રત્નો શોધો, જીવનમાં લાગુ પાડો

કીમતી રત્નો શોધો, જીવનમાં લાગુ પાડો

બાઇબલ વાંચતી વખતે સંશોધન કરવાથી કીમતી રત્નો શોધી શકીએ છીએ. પણ વધારે રત્નો મેળવવા શું કરી શકીએ?

બાઇબલ અહેવાલોની વિગતો પર ધ્યાન આપો. દાખલા તરીકે, અહેવાલ કોણે, કોને અને ક્યારે લખ્યો એ તપાસો. સંજોગો કેવા હતા, એ પહેલાં શું બન્યું હતું અને પછી શું બન્યું હતું એ પણ તપાસો.

શું શીખવા મળ્યું એ પારખો. એ માટે આવા સવાલો પર સંશોધન કરો: ‘તમે જે લોકો વિશે વાંચ્યું તેઓને કેવું લાગ્યું હતું? તેઓએ કેવા ગુણો બતાવ્યા? મારે શા માટે એ ગુણો કેળવવા જોઈએ અથવા ન કેળવવા જોઈએ?’

શીખેલી વાતો લાગુ પાડો. કદાચ ખુશખબર જણાવતી વખતે અથવા બીજાઓ સાથે વાત કરતી વખતે તમે એને લાગુ પાડી શકો. એમ કરવાથી તમે સમજદાર બનશો. બાઇબલમાં લખ્યું છે: “સમજદાર લોકો આ બધું ધ્યાનમાં લેશે.”—ગીત. ૧૦૭:૪૩.

  • સૂચન: અઠવાડિયા દરમિયાન થતી સભામાં “બાઇબલમાં રહેલો ખજાનો” ભાગ પર ધ્યાન આપો અને જુઓ કે શીખેલી વાતો લાગુ પાડવા એ ભાગથી કઈ રીતે મદદ મળે છે. આ ભાગમાં નિયમિત રીતે એવા સવાલો હોય છે, જે પોતાને પૂછી શકીએ. મનન કરવા માટે મુદ્દા હોય છે તેમજ ચિત્રો પણ હોય છે, જેના પર ધ્યાન આપી શકીએ.