સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

Comstock Images/Stockbyte via Getty Images

જુઓ, શું બની રહ્યું છે!

તમે કોને આગેવાન તરીકે પસંદ કરશો?—બાઇબલ શું કહે છે?

તમે કોને આગેવાન તરીકે પસંદ કરશો?—બાઇબલ શું કહે છે?

 લોકો એક મહત્ત્વના મુદ્દા પર વિચાર કરી રહ્યા છે, કોને આગેવાન તરીકે પસંદ કરવા.

 બાઇબલ શું કહે છે?

માણસ આગેવાન બને તોપણ બધું નથી કરી શકતો

 પૃથ્વી પરના બધા આગેવાનો અમુક હદે જ કામ કરી શકે છે. એ વિશે બાઇબલમાં જણાવ્યું છે.

  •   “શાસકોમાં ભરોસો ન રાખ, માણસોમાં પણ નહિ, કેમ કે તેઓ ઉદ્ધાર કરી શકતા નથી. માણસનો શ્વાસ બંધ થઈ જાય છે અને તે પાછો ભૂમિમાં મળી જાય છે; એ જ દિવસે તેના વિચારો નાશ પામે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪, ફૂટનોટ.

 કાબેલ આગેવાન પણ એક ને એક દિવસે તો ગુજરી જશે. અરે, તે એ પણ ગેરંટી નથી આપી શકતા કે તેમના પછી આવનાર આગેવાન પણ જનતાના હિતમાં સારાં કામ કરશે.—સભાશિક્ષક ૨:૧૮, ૧૯.

 બાઇબલ જણાવે છે કે સત્તા ચલાવવી એ માણસોના ગજા બહારની વાત છે.

 શું આજના સમયમાં કોઈ સારા આગેવાન છે?

ઈશ્વરે પસંદ કરેલા આગેવાન

 બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરે એક સૌથી કાબેલ અને ભરોસાપાત્ર આગેવાન પસંદ કર્યા છે અને એ છે, ઈસુ ખ્રિસ્ત. (ગીતશાસ્ત્ર ૨:૬) ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ છે. ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરે છે.—માથ્થી ૬:૧૦.

 શું તમે ઈસુને તમારા આગેવાન તરીકે પસંદ કરશો? બાઇબલ સમજાવે છે કે એ સવાલ કેમ મહત્ત્વનો છે. ચાલો એ વિશે જોઈએ.

  •   “દીકરાને [ઈસુ ખ્રિસ્તને] માન આપો, નહિ તો ઈશ્વર રોષે ભરાશે, જીવનના માર્ગમાંથી તમારો વિનાશ થશે, કેમ કે ઈશ્વરનો ગુસ્સો ભડકી ઊઠતા વાર નહિ લાગે. ધન્ય છે એ લોકોને, જેઓ તેમનામાં આશરો લે છે.”—ગીતશાસ્ત્ર ૨:૧૨.

 નિર્ણય લેવાનો આ જ સમય છે. બાઇબલમાં ઘણાં વર્ષો પહેલાં જે લખવામાં આવ્યું હતું, એનાથી ખબર પડે છે કે ઈસુએ ૧૯૧૪માં રાજ કરવાનું શરૂ કરી દીધું છે. એ પણ જાણવા મળે છે કે બહુ જલદી આખી પૃથ્વી પર માણસોની સરકારોને બદલે ઈશ્વરનું રાજ્ય રાજ કરશે.—દાનિયેલ ૨:૪૪.

 તમે કઈ રીતે આગેવાન ઈસુને પૂરો ટેકો આપી શકો, એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો: “ઈશ્વરના રાજ્યને હમણાંથી જ ટેકો આપીએ.