ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૩

આ અંકમાં ચર્ચા કરીશું કે કઈ રીતે સારા નિર્ણય લેવા, યહોવા સાથે સંબંધ મજબૂત કરવો અને તેમનાં સૂચનોથી લાભ મેળવવો.

વિરોધાભાસ પારખીને લાભ મેળવો

ઈસુએ વિરોધાભાસી વાક્યોનો ઘણી વાર ઉપયોગ કર્યો. શીખો કે કઈ રીતે વિરોધાભાસી વાક્યોનો ઉપયોગ કરી બીજાઓને બાઇબલનું સત્ય જાણવામાં મદદ કરી શકો.

યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે

પોતાના લોકોને દોરવા અને માર્ગદર્શન આપવા યહોવાએ હંમેશાં સૂચનોનો ઉપયોગ કર્યો છે. શા માટે આજે પણ તેમનાં સૂચનો ભરોસાપાત્ર છે?

યહોવાનાં સૂચનોને દિલનો આનંદ બનાવીએ

શું આપણે યહોવાની આજ્ઞા આનંદથી પાળીએ છીએ, કે પછી એ આપણને કોઈક વાર બોજરૂપ લાગે છે? યહોવાના સૂચનોમાં આપણો ભરોસો કઈ રીતે મજબૂત કરી શકીએ?

શું તમે રૂપાંતર પામ્યા છો?

ખ્રિસ્તીઓએ શા માટે રૂપાંતર પામવા પર ધ્યાન આપવું જોઈએ? રૂપાંતર પામવામાં શાનો સમાવેશ થાય છે? આપણે કઈ રીતે રૂપાંતર પામી શકીએ?

સમજદારીથી જીવનમાં નિર્ણયો લો

આપણા નિર્ણયો ઈશ્વરની ઇચ્છા મુજબ છે, એવી ખાતરી કઈ રીતે કરી શકીએ? નિર્ણય લીધા પછી એને વળગી રહેવા આપણને શામાંથી મદદ મળી શકે?

પાયોનિયર બનો, ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો

પાયોનિયર કામ યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત કરી શકે એવી આઠ રીતોનો વિચાર કરો. આશીર્વાદો લાવતા આ કામમાં મંડ્યા રહેવા તમને શું મદદ કરી શકે?

વાચકો તરફથી પ્રશ્નો

લાજરસને ઈસુ સજીવન કરવાના હતા, તો પછી યોહાન ૧૧:૩૫માં જણાવ્યા પ્રમાણે તે શા માટે રડ્યા?