ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૪

આ અંક ખાતરી અપાવે છે કે, યહોવા હંમેશાંથી રાજા છે. ઉપરાંત, મસીહી રાજ્ય માટે અને એણે જે હાંસલ કર્યું છે એ માટે આપણી કદર વધારે છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—પશ્ચિમ આફ્રિકામાં

યુરોપના વતનીઓને આફ્રિકામાં જઈને વસવા માટે શામાંથી ઉત્તેજન મળ્યું? અને તેઓને એમ કરવાથી કેવું ફળ મળ્યું?

સનાતન રાજા યહોવાની ભક્તિ કરીએ

યહોવા કઈ રીતે પિતાની જેમ વર્ત્યા અને તેમણે કઈ રીતે રાજ ચલાવ્યું છે, એ વિશે જાણવાથી તમે તેમની નજીક જશો.

રાજ્યનાં ૧૦૦ વર્ષ તમને કઈ રીતે અસર કરે છે?

સ્વર્ગના રાજ્યના રાજથી આપણને કેવા લાભ થાય છે? વિચારો કે મસીહી રાજા પોતાની પ્રજાને કઈ રીતે શુદ્ધ કરે છે, શીક્ષણ આપે છે અને એને વ્યવસ્થામાં લાવે છે.

યુવાનો, તમે સારી પસંદગી કરો

ઘણાં યુવાન ભક્તોને બીજાની મદદ કરવાના રોમાંચક અનુભવો થયા છે. યહોવાની સેવામાં તમે કઈ રીતે વધુ સંતોષજનક ફાળો આપી શકો?

કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ

મોટી ઉંમરના ભાઈ-બહેનો પાસે યહોવાની સેવામાં વધુ કરવાની કઈ અજોડ તકો છે?

‘તમારું રાજ્ય આવો,’ એ ક્યારે આવશે?

આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ઈશ્વરના પસંદ કરાએલા રાજા જલદી જ પગલાં ભરશે જેથી ઈશ્વરની ઇચ્છા ધરતી પર પણ પૂરી થાય?

બાળપણમાં મેં કરેલી પસંદગી

કોલંબસ, ઓહાયો, અમેરિકામાં રહેતા એક છોકરાએ કંબોડિયાની ભાષા શીખવાનું નક્કી કર્યું. શા માટે? આ નિર્ણયથી તેના ભાવિ પર કેવી અસર પડી?