ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૧૪

આ અંકમાં જોઈશું કે નિઃસ્વાર્થ વલણ અને ભક્તિમાં આનંદ કઈ રીતે જાળવી શકીએ. આપણે વૃદ્ધજનોની સાર-સંભાળ કઈ રીતે લેવી જોઈએ?

સત્યમાં નથી એવાં સ્નેહીજનોનાં દિલ સુધી પહોંચીએ

ઈસુ પોતાના સગાંઓ સાથે જે રીતે વર્ત્યા એનાથી શું શીખવા મળે છે? બીજા ધર્મના અથવા નાસ્તિક સ્નેહીજનોને કઈ રીતે સત્ય જણાવીશું?

નિઃસ્વાર્થ વલણ કઈ રીતે જાળવીશું?

આપણે બધા એક એવા દુશ્મનનો સામનો કરીએ છીએ જે ધીમે ધીમે આપણા નિઃસ્વાર્થ વલણને ખાઈ જાય છે. આ લેખમાં જોઈશું કે એ દુશ્મન કોણ છે અને એનો સામનો કરવા બાઇબલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએ

ઘણાઓએ શા માટે ખોટા વિચારો સામે લડવું પડે છે? આ લેખ બતાવશે કે કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરવાથી યહોવાની ભક્તિમાં આનંદ જાળવી શકીએ.

કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવવા શું કરી શકાય?

જુદા જુદા દેશોમાં રહેતાં કુટુંબોની ભક્તિની અમુક રીતો પર વિચાર કરો. એમાંથી તમને પણ નવી રીતો અજમાવવા મદદ મળશે.

આપણા વૃદ્ધજનોને માન આપીએ

જાણો કે વૃદ્ધો વિશે યહોવાનું શું વિચારવું છે. વૃદ્ધ થતાં માબાપ પ્રત્યે સંતાનોની શી જવાબદારીઓ છે? મંડળ વૃદ્ધ ભાઈ-બહેનોને કઈ રીતે માન આપી શકે?

વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ

વૃદ્ધ થતાં માબાપની સાર-સંભાળ માટે કપરા દિવસો આવે એ પહેલા માબાપ અને સંતાનો અમુક તૈયારીઓ અને નિર્ણયો અગાઉથી કરી શકે. તેઓ અમુક પડકારોનો સામનો કઈ રીતે કરી શકે?

શું તમારું બોલવું “હા”નું “હા” છે?

ઈશ્વરભક્તો તરીકે આપણે જે કહ્યું હોય એ કરવું જ જોઈએ અને આપણે હંમેશાં ‘“હા” તે “હા” જ અને “ના” તે “ના” જ’ રાખીશું. કોઈક વાર નક્કી કરેલી ગોઠવણ બદલવી પડે ત્યારે શું કરવું? પ્રેરિત પાઊલના દાખલામાંથી શીખો.