ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૧૬

આ અંકમાં મે ૨થી મે ૨૯, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

તરુણો—શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?

તમને નિર્ણય લેવામાં ત્રણ સવાલો મદદ કરી શકે.

તરુણો—તમે બાપ્તિસ્મા માટે કઈ રીતે તૈયારી કરી શકો?

બાપ્તિસ્મા લેવા તમે તૈયાર છો કે નહિ એવી મૂંઝવણ હોય તો શું કરવું? તમને બાપ્તિસ્મા લેવું છે પણ તમારાં માબાપને લાગે છે કે તમારે હજી રાહ જોવી જોઈએ, તો શું કરવું?

આપણો સંપ વધારવા સાથ-સહકાર આપીએ

પ્રકટીકરણ ૯માં અધ્યાયમાં નોંધવામાં આવેલું સંદર્શન આપણા સંપનું મહત્ત્વ બતાવે છે.

જીવન તરફ લઈ જતું યહોવાનું માર્ગદર્શન

આપણે માર્ગદર્શન મેળવવા યહોવા તરફ મીટ માંડીએ છીએ એમ કઈ રીતે બતાવી શકીએ?

શું તમે પોતાના મંડળને મદદરૂપ બની શકો?

શું તમે પોતાના મંડળમાં રહીને પણ મિશનરી જેવું વલણ બતાવી શકો?

પ્રબોધકોના વલણને અનુસરો

આપણને થાક લાગ્યો હોય, નિરાશ હોઈએ કે પછી આપણને પડકારજનક સોંપણી આપવામાં આવે તો હઝકીએલ, યિર્મેયા અને હોશીયાના દાખલા કઈ રીતે મદદ કરી શકે?

વાચકો તરફથી પ્રશ્નો

ઈશ્વરના લોકો મહાન બાબેલોનની ગુલામીમાં ક્યારે આવ્યા? ઈસુનું પરીક્ષણ કરવા શેતાન શું ખરેખર તેમને મંદિર ઉપર લઈ ગયો હતો?