ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ નવેમ્બર ૨૦૧૬

આ અંકમાં ડિસેમ્બર ૨૬, ૨૦૧૬–જાન્યુઆરી ૨૯, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

એક શબ્દ—જે ઘણું કહી જાય છે

કોઈને સંબોધતી વખતે વધારે કોમળતા દર્શાવવા ઈસુએ કયો શબ્દ વાપર્યો હતો?

“એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો”

બીજાઓને ઉત્તેજન આપવું શા માટે જરૂરી છે? બીજાઓને ઉત્તેજન આપવા વિશે યહોવા, ઈસુ અને પાઊલના દાખલા પરથી શું શીખી શકીએ? તમે કઈ અસરકારક રીતે બીજાને ઉત્તેજન આપી શકો?

શાસ્ત્રના માર્ગદર્શન મુજબ વ્યવસ્થામાં આવેલા લોકો

યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે. તેથી, તેમના લોકો પણ વ્યવસ્થામાં રહીને તેમની ભક્તિ કરે, એવી આશા રાખવી શા માટે વાજબી છે?

શું તમે બાઇબલના માર્ગદર્શનને અમૂલ્ય ગણો છો?

ઈશ્વરના લોકો બાઇબલની સલાહ પાળે છે અને તેમના સંગઠનને વળગી રહે છે ત્યારે સારાં ફળો મેળવે છે.

‘એ કામ મોટું છે’

એ કામને ટેકો આપવાનો લહાવો તમારી પાસે છે.

અંધકારમાંથી બહાર લાવવામાં આવ્યા

બીજી સદીથી ઈશ્વરના લોકો કયા અર્થમાં બાબેલોનની ગુલામીમાં આવ્યા? તેઓને ક્યારે અને કઈ રીતે સમજણ મળવાની શરૂઆત થઈ?

જૂઠા ધર્મની ગુલામીમાંથી આઝાદી

ઈશ્વરના લોકોએ ક્યારે પોતાને બાબેલોનના પંજામાંથી પૂરી રીતે આઝાદ કર્યા?

‘બ્રિટનના રાજ્ય પ્રચારકો—જાગો!!’

બ્રિટનમાં દસ વર્ષ સુધી રાજ્ય પ્રચારકોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો ન હતો. એમાં કઈ રીતે વધારો થયો?