ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૧૯

આ અંકમાં ડિસેમ્બર ૨-૨૯, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે.

૧૯૧૯—સો વર્ષ પહેલાં

૧૯૧૯માં યહોવાએ પોતાના લોકોમાં જોશ ભરી દીધો, જેથી તેઓ પહેલાં કરતાં પણ વધારે ઉત્સાહથી પ્રચાર કરી શકે. પણ પહેલા બાઇબલ વિદ્યાર્થીઓ માટે કેટલાક ફેરફારો કરવાની જરૂર હતી.

ઈશ્વરના ન્યાયચુકાદાઓ—શું ઈશ્વર પૂરતી ચેતવણીઓ આપે છે?

યહોવા પૃથ્વીના લોકોને ખતરનાક “વંટોળિયા” એટલે કે વાવાઝોડા વિશે ચેતવણી આપી રહ્યા છે. એ એટલું ખતરનાક છે કે એવા વાવાઝોડા વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. યહોવા કઈ રીતે ચેતવણી આપે છે?

‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં ઈશ્વરના કામમાં મંડ્યા રહીએ

‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં કેવા બનાવો બનશે? એ બનાવો બને એ પહેલાં યહોવા આપણી પાસે શું ચાહે છે?

“મહાન વિપત્તિ” વખતે વફાદારી જાળવી રાખીએ

“મહાન વિપત્તિ” વખતે યહોવા આપણી પાસે શેની અપેક્ષા રાખશે? મહાન વિપત્તિ વખતે વફાદાર રહેવા આપણે હમણાં શું કરવું જોઈએ?

યહોવા પોતાનો હેતુ પૂરો કરવા તમારો ઉપયોગ કરે છે!

પહેલાના સમયમાં યહોવાએ પોતાના ભક્તોને અમુક કામ કરવા ઇચ્છા અને બળ પૂરાં પાડ્યાં હતાં. યહોવા આપણને તેમની ભક્તિ કરવા કઈ રીતે જરૂરી મદદ આપે છે?

ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ

જીવનનાં બે પાસાઓની ચર્ચા કરીએ, જેનાથી જોવા મળશે કે યહોવાની ભક્તિ આપણા માટે કેટલી મહત્ત્વની છે.