સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૧ ૨૦૨૩ | માનસિક સ્વાસ્થ્ય માટે મદદ

આજે આખી દુનિયામાં લાખો લોકો માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતામાં છે. નાના હોય કે મોટા, અમીર હોય કે ગરીબ, વધારે ભણેલા હોય કે ઓછું, કે પછી કોઈ પણ દેશ, જાતિ કે ધર્મના હોય, બધા લોકો આ તકલીફનો સામનો કરે છે. એના લીધે તેઓ માટે એક એક દિવસ કાઢવો પણ અઘરો થઈ જાય છે. કઈ અલગ અલગ માનસિક બીમારીઓ છે? એની લોકો પર કેવી અસર થાય છે? આ મૅગેઝિનમાં ચર્ચા કરવામાં આવશે કે માનસિક બીમારીનો સામનો કરી રહેલા લોકોએ કેમ યોગ્ય સારવાર લેવી જોઈએ. એટલું જ નહિ, તેઓને બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરી શકે એ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.

 

દુનિયાભરમાં માનસિક બીમારીનો કહેર

માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે, પછી ભલે તે કોઈ પણ દેશ, જાતિ, ભાષા કે ઉંમરના હોય. જાણો કે બાઇબલની મદદથી તમે કેવી રીતે સારું માનસિક સ્વાસ્થ્ય મેળવી શકો છો.

ઈશ્વરને તમારી ખૂબ ચિંતા છે

તમે કેમ ખાતરી રાખી શકો કે ઈશ્વર યહોવા તમારા વિચારો અને લાગણીઓ, બીજાઓ કરતાં સારી રીતે સમજે છે?

૧ | પ્રાર્થના કરો—“તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો”

શું તમે પ્રાર્થનામાં ઈશ્વરને તમારી દરેક ચિંતાઓ વિશે જણાવી શકો? પ્રાર્થના કરવાથી ઍંગ્ઝાયટિથી પીડાઈ રહેલા લોકોને કઈ રીતે મદદ મળી શકે?

૨ | શાસ્ત્રમાંથી દિલાસો મેળવો

બાઇબલમાં આશા આપવામાં આવી છે કે બહુ જલદી જ એવો સમય આવશે જ્યારે ડર, નિરાશા અને ચિંતા જેવી ખરાબ લાગણીઓ નહિ હોય.

૩ | જેઓએ તમારા જેવું અનુભવ્યું, તેઓ પાસેથી શીખો

બાઇબલમાં એવાં લોકો વિશે બતાવ્યું છે, જેઓની લાગણીઓ આપણા જેવી જ હતી. તેઓ વિશે વાંચવાથી દિલાસો મળે છે કે આ લડાઈમાં આપણે એકલા નથી, બીજાઓએ પણ એવા જ ડર અને ચિંતાઓનો સામનો કર્યો છે.

૪ | સલાહ પાળો, ફાયદો મેળવો

બાઇબલ વાંચી એના પર મનન કરો. એવા ધ્યેય રાખો જે તમે પૂરા કરી શકો. જાણો કે એમ કરવાથી તમે કઈ રીતે માનસિક બીમારી સામે લડી શકો છો.

મદદનો હાથ લંબાવો

માનસિક બીમારીનો ભોગ બનેલા કોઈ દોસ્તને તમારી મદદથી દિલાસો મળી શકે છે.