યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?

યહોવાના સાક્ષીઓ દુનિયાભરમાં છે અને જુદા જુદા દેશો, ભાષાઓ અને સમાજમાંથી આવે છે. શાને લીધે અમારામાં સંપ છે?

ઈશ્વરની ઇચ્છા શું છે?

ઈશ્વર તેમની ઇચ્છા આખી પૃથ્વી પર જણાવવા માંગે છે. એ ઇચ્છા શું છે અને એ આજે દુનિયામાં કોણ શીખવે છે?

પાઠ ૧

યહોવાના સાક્ષીઓ કેવા છે?

તમે કેટલા યહોવાના સાક્ષીઓને ઓળખો છો? તમે અમારા વિશે શું જાણો છો?

પાઠ ૨

અમે શા માટે યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ?

આ નામ અપનાવવા પાછળ ત્રણ કારણો પર ધ્યાન આપો.

પાઠ ૩

બાઇબલ વિશેની ખરી સમજણ કઈ રીતે વધી?

આજે આપણી પાસે બાઇબલનું સત્ય છે, એનો શો પુરાવો?

પાઠ ૪

અમે કેમ પોતાનું બાઇબલ બહાર પાડ્યું?

કઈ બાબતે આ બાઇબલને અજોડ બનાવ્યું?

પાઠ ૫

અમારી સભાઓમાં તમને શું જોવા મળશે?

આપણે બાઇબલ સમજવા અને એકબીજાને ઉત્તેજન આપવા ભેગા મળીએ છીએ. તમને પ્રેમથી આવકાર આપવામાં આવશે.

પાઠ ૬

સાથી ભાઈ-બહેનોની સંગત રાખવાથી કેવો લાભ થાય છે?

સાથી ભાઈ-બહેનોની સંગતમાં રહેવાનું ઉત્તેજન બાઇબલ આપે છે. સાથી ભાઈ-બહેનોની સંગતમાં રહેવાથી શું ફાયદો થાય છે એ જાણો.

પાઠ ૭

અમારી સભાઓ કેવી હોય છે?

તમે ક્યારેય વિચાર્યું છે કે અમારી સભાઓમાં શું ચાલે છે? બાઇબલમાંથી મળતા સારા શિક્ષણથી ચોક્કસ તમે પ્રભાવિત થશો.

પાઠ ૮

અમે કેમ સારી રીતે તૈયાર થઈને સભાઓમાં જઈએ છીએ?

આપણા પહેરવેશથી યહોવાને ફરક પડે છે? શીખો કે આપણા પહેરવેશ વિશે બાઇબલના કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ.

પાઠ ૯

સભાઓ માટે સારી તૈયારી કેવી રીતે કરશો?

મંડળની સભાઓમાં આવતા પહેલાં તૈયારી કરશો તો લાભ થશે.

પાઠ ૧૦

કુટુંબ તરીકે ભક્તિ એટલે શું?

આ ગોઠવણના લીધે યહોવાની નજીક જવા અને કુટુંબ વચ્ચેનો સંબંધ મજબૂત કેવી રીતે થાય છે એ જાણો.

પાઠ ૧૧

અમે કેમ મોટાં સંમેલનોમાં જઈએ છીએ?

દર વર્ષે અમે ત્રણ સંમેલનોમાં ભેગા મળીએ છીએ. એનાથી અમને શું લાભ થાય છે?

પાઠ ૧૨

રાજ્યની ખુશખબર ફેલાવવા અમે કેવી ગોઠવણ કરીએ છીએ?

ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે જે દાખલો બેસાડ્યો હતો એ પ્રમાણે અમે કરીએ છીએ. પ્રચાર કરવાની અમુક રીતો કઈ છે?

પાઠ ૧૩

પાયોનિયર કોને કહેવાય?

અમુક સાક્ષીઓ દર મહિને ૩૦, ૫૦ કે એનાથી વધારે કલાક પ્રચારમાં આપે છે. એમ કરવા તેઓને શું પ્રેરે છે?

પાઠ ૧૪

પાયોનિયરો માટે કઈ શાળાઓ છે?

જેઓ પૂરો સમય સેવા કાર્યમાં ભાગ લે છે તેઓ માટે કઈ ખાસ શાળાઓની ગોઠવણ કરવામાં આવી છે?

પાઠ ૧૫

વડીલો કઈ રીતે મંડળમાં સેવા આપે છે?

વડીલોનો ઈશ્વર સાથે પાકો સંબંધ હોય છે. તેઓ મંડળમાં આગેવાની લે છે. તેઓ આપણા માટે શું કરે છે?

પાઠ ૧૬

સહાયક સેવકો કઈ સેવા આપે છે?

મંડળને સારી રીતે ચલાવવા સહાયક સેવકો સેવા આપે છે. જાણો કે તેમની સેવાથી બીજાઓને કેવો લાભ થાય છે.

પાઠ ૧૭

સરકીટ નિરીક્ષકો કઈ રીતે આપણને મદદ આપે છે?

સરકીટ નિરીક્ષકો શા માટે મંડળોની મુલાકાત લે છે? તેઓની મુલાકાતથી તમને કેવો લાભ થશે?

પાઠ ૧૮

અમારાં ભાઈ-બહેનોને મુશ્કેલ સંજોગોમાં કઈ રીતે મદદ કરીએ છીએ?

જ્યારે આફત આવી પડે ત્યારે, એનાથી અસર પામેલા ભાઈ-બહેનોને જરૂરી મદદ પૂરી પાડવા અને બાઇબલમાંથી દિલાસો આપવા અમે તરત જ ગોઠવણ કરીએ છીએ. કઈ રીતે?

પાઠ ૧૯

વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?

ઈસુએ ખાતરી આપી કે તે ચાકરને પસંદ કરશે જે નિયમિત ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. એ કઈ રીતે થઈ રહ્યું છે?

પાઠ ૨૦

નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?

પહેલી સદીમાં પ્રેરિતો તથા વડીલોનું બનેલું નાનું ગ્રૂપ નિયામક જૂથ તરીકે મંડળમાં સેવા આપતું. આજના સમય વિશે શું?

પાઠ ૨૧

બેથેલ શું છે?

બેથેલ અજોડ છે જેનો એક ખાસ હેતુ છે. જેઓ ત્યાં સેવા આપે છે તેઓ વિશે વધારે શીખો.

પાઠ ૨૨

શાખા કચેરીમાં શું કામ કરવામાં આવે છે?

દરેક વ્યક્તિ કોઈ પણ શાખા કચેરી જોવા જઈ શકે છે. તમે પણ જરૂર આવજો.

પાઠ ૨૩

અમારા સાહિત્યનું લખાણ અને ભાષાંતર કેવી રીતે કરવામાં આવે છે?

અમે લગભગ ૭૦૦ ભાષાઓમાં સાહિત્ય બહાર પાડીએ છીએ. શા માટે અમે આટલી મહેનત કરીએ છીએ?

પાઠ ૨૪

દુનિયાભરમાં ચાલતા અમારા આ કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

પૈસાની બાબતે અમારું સંગઠન કઈ રીતે બીજા ધર્મોથી અલગ છે?

પાઠ ૨૫

પ્રાર્થનાઘર—શા માટે અને કઈ રીતે બાંધવામાં આવે છે?

અમે શા માટે અમારી ભક્તિની જગ્યાને પ્રાર્થનાઘર કહીએ છીએ? જાણો કે એનું સાદું બાંધકામ પણ મંડળને કઈ રીતે મદદ કરે છે.

પાઠ ૨૬

પ્રાર્થનાઘરની સાર-સંભાળ રાખવા આપણે શું કરી શકીએ?

ઈશ્વરની ભક્તિ માટે વપરાતા પ્રાર્થનાઘરને સ્વચ્છ અને સારી સ્થિતિમાં રાખવાથી આપણા ઈશ્વરને મહિમા મળે છે. પ્રાર્થનાઘર સ્વચ્છ રાખવા માટે કેવી ગોઠવણ કરવામાં આવી છે?

પાઠ ૨૭

પ્રાર્થનાઘરની લાઇબ્રેરીથી આપણને કેવી મદદ મળી શકે?

શું તમારે બાઇબલ વિશે વધારે શીખવા સંશોધન કરવું છે? તો પ્રાર્થનાઘરની લાઇબ્રેરીનો લાભ ઉઠાવો.

પાઠ ૨૮

અમારી વેબસાઇટ પર શું હોય છે?

તમે અમારી માન્યતા વિશે વધારે શીખી શકો અને બાઇબલ આધારિત સવાલોના જવાબ મેળવી શકો.

શું તમે યહોવાની ઇચ્છા પ્રમાણે કરશો?

યહોવા તમને ચાહે છે. રોજિંદા જીવનમાં તમે એ કઈ રીતે બતાવી શકો?