મારી બાઇબલ વાર્તાઓ

માબાપો, પોતાનાં બાળકોને બાઇબલમાંથી મહત્ત્વનો બોધપાઠ શીખવવા માટે આ વાર્તાઓનો ઉપયોગ કરો.

પ્રસ્તાવના

પુનર્નિયમના પુસ્તકમાં આપેલા શબ્દો તમને બાળકોનો ઉછેર કરવામાં મદદ કરી શકે.

પાઠ ૧

એક ખાનગી વાત જાણીને આપણે ખુશ છીએ

બાઇબલમાં પણ ઈશ્વર તરફથી એક ખાનગી વાત છે. શું તમને એ ખાનગી વાત જાણવી છે?

પાઠ ૨

રિબકા યહોવાને ખુશ કરવા ચાહતી હતી

રિબકા જેવા બનવા આપણે શું કરવું જોઈએ? આ વાર્તા વાંચો અને તેના વિશે વધારે શીખો.

પાઠ ૩

રાહાબને યહોવામાં ભરોસો હતો

યરેખો શહેરનો નાશ થયો ત્યારે રાહાબ, તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનોનો કઈ રીતે બચાવ થયો એ શીખો.

પાઠ ૪

એક છોકરીએ તેના પપ્પા અને યહોવાને ખુશ કર્યા

યિફતાની દીકરીએ કયું વચન પાળ્યું? આપણે કઈ રીતે તેના જેવા બની શકીએ?

પાઠ ૫

શમૂએલ યહોવાને માર્ગે ચાલ્યા

તમે કઈ રીતે શમૂએલ જેવા બની શકો? બીજાઓ ખરાબ કામ કરતા હોય તોપણ, તમે કઈ રીતે સારાં કામ કરી શકો?

પાઠ ૬

દાઊદ બીકણ ન હતા

દાઊદ કઈ રીતે હિંમતવાન બન્યા, એ વિશે શીખવા બાઇબલમાંથી આ સુંદર વાર્તા વાંચો.

પાઠ ૭

શું તમને કદી એકલું એકલું લાગે છે? ડર લાગે છે?

એલીયાને એકલું એકલું લાગ્યું ત્યારે યહોવાએ શું કહ્યું? એલીયા પાસેથી તમને શું શીખવા મળે છે?

પાઠ ૮

યોશીયાના મિત્રો સારા હતા

બાઇબલ જણાવે છે કે યોશીયાને સારું કરવું ખૂબ જ અઘરું લાગ્યું હતું. તેમના મિત્રોએ કઈ રીતે તેમને મદદ કરી એ વિશે જાણો.

પાઠ ૯

યિર્મેયા યહોવાનો સંદેશો આપતા રહ્યા

લોકો મજાક ઉડાવતા અને ગુસ્સે થતા, તોય યિર્મેયા શા માટે ઈશ્વર વિશે બોલતા રહ્યા?

પાઠ ૧૦

ઈસુ હંમેશાં કહેવું માનતા

મમ્મી-પપ્પાનું માનવું હંમેશાં સહેલું નથી હોતું. ઈસુનો દાખલો તમને કઈ રીતે મદદ કરી શકે એ વિશે શીખો.

પાઠ ૧૧

તેઓએ ઈસુ વિશે લખ્યું

ઈસુના સમયમાં જીવેલા અને તેમના જીવન વિશે લખનારા એ આઠ બાઇબલ લેખકો વિશે શીખો.

પાઠ ૧૨

પાઊલના ભાણિયાએ હિંમત બતાવી

આ યુવાને પોતાના મામાનું જીવન બચાવ્યું હતું. તેણે શું કર્યું હતું?

પાઠ ૧૩

તીમોથી લોકોને મદદ કરવા ચાહતા હતા

તીમોથીની જેમ તમારું જીવન કઈ રીતે ખુશીઓથી ભરાઈ જઈ શકે?

પાઠ ૧૪

એક સરકાર આખી દુનિયા પર રાજ કરશે

ઈસુ આખી દુનિયા પર રાજ કરશે ત્યારે જીવન કેવું હશે? શું તમને ત્યાં જવાનું ગમશે?