વાંચવાની અને શીખવવાની કળા

જાહેરમાં વાંચવાની, બોલવાની અને શીખવવાની કળા વિકસાવવા તમને મદદ મળે એ માટે આ ચોપડી તૈયાર કરી છે.

નિયામક જૂથ તરફથી પત્ર

આપણે સૌથી મહત્ત્વનો સંદેશો બીજા લોકોને જણાવીએ છીએ.

અભ્યાસ ૧

સારી રજૂઆત

સારી રજૂઆતથી આપણે ત્રણ મકસદ પાર પાડીએ છીએ.

અભ્યાસ ૨

વાતચીતની રીત

વાતચીતની રીત એવી હોય કે જેમાં તમે સહેલાઈથી અને દિલથી વાત કરો, સાંભળનારાઓ મન લગાવીને એ સાંભળે અને તમારો સંદેશો સ્વીકારે.

અભ્યાસ ૩

સવાલો પૂછો

સમજી-વિચારીને સવાલો પૂછો, જેથી લોકોને રસ જાગે અને મહત્ત્વના વિચારો જાણે.

અભ્યાસ ૪

વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો

બાઇબલમાંથી વાંચતા પહેલાં કઈ રીતે લોકોનાં મન તૈયાર કરવા એ જાણો.

અભ્યાસ ૫

ભૂલો કર્યા વગર વાંચો

યહોવાનું જ્ઞાન બીજાઓને આપવામાં ભૂલો કર્યા વગર વાંચવું એક મહત્ત્વનો ભાગ છે.

અભ્યાસ ૬

કલમ સારી રીતે સમજાવો

કલમ વાંચ્યા પછી એમાંથી શું શીખવા મળે છે એ જણાવો. તમે જે કંઈ જણાવો, એ કલમના વિચારને મળતું આવે એનું ધ્યાન રાખો.

અભ્યાસ ૭

સાચી અને ખાતરી કરાવે એવી માહિતી

સાચી અને ખાતરી કરાવે એવી માહિતી જરૂરી છે, એનાથી સાંભળનારાઓને સાચી માહિતી મળશે.

અભ્યાસ ૮

શીખવે એવા દાખલાઓ

વ્યક્તિને ગમી જાય અને મહત્ત્વના વિચારો શીખવે એવા સાદા દાખલા વાપરો અને જે શીખવો એમાં રંગ ભરી દો.

અભ્યાસ ૯

શીખવવા માટે વસ્તુઓ વાપરો

મહત્ત્વના મુદ્દાઓ શીખવતી વખતે વસ્તુઓ વાપરશો તો એ લોકો માટે યાદગાર બની જશે.

અભ્યાસ ૧૦

અવાજ અને ચઢાવ-ઉતાર

લોકોનાં દિલ સુધી માહિતી પહોંચે અને મુખ્ય વિચારો યાદ રહે એ માટે અવાજમાં ફેરફાર કરવો. મોટેથી અથવા ધીમેથી બોલવું. અવાજમાં ચઢાવ-ઉતાર લાવવો. ઝડપથી અથવા ધીરેથી બોલવું.

અભ્યાસ ૧૧

ઉત્સાહ

તમારા અવાજમાં લાગણી, હોંશ હશે તો તમારો ઉત્સાહ દેખાઈ આવશે. એનાથી તમારા સાંભળનારાનો રસ જળવાઈ રહેશે.

અભ્યાસ ૧૨

પ્રેમ અને કોમળતા

તમારા બોલવા પરથી સાંભળનારાઓ પારખી શકશે કે તમે તેઓને ખરેખર પ્રેમ કરો છો અને મદદ કરવા ચાહો છો.

અભ્યાસ ૧૩

માહિતી પાળવાનું શીખવો

લોકોને એ સમજવા મદદ કરો કે તમે જે માહિતી જણાવો છો એ તેઓના જીવનને અસર કરે છે. તેઓ જે શીખે છે એ કઈ રીતે જીવનમાં ઉતારી શકે એ શીખવો.

અભ્યાસ ૧૪

મુખ્ય મુદ્દાઓ ચમકાવો

સાંભળનારાઓનું ધ્યાન તમારી ટૉક પરથી હટવું ન જોઈએ. તમે એક પછી એક જે મુખ્ય વિચારો શીખવો, એ તમારા વિષયને મળતા હોવા જોઈએ.

અભ્યાસ ૧૫

ખાતરીથી જણાવો

ખાતરીથી બોલો. જણાવો કે તમે જે શીખવો છો એ મહત્ત્વનું છે અને તમને એમાં પૂરો ભરોસો છે.

અભ્યાસ ૧૬

તાજગી અને હિંમત આપો

ખોટું લાગે અને નિરાશ થઈ જવાય એવું નહિ, પણ હિંમત ને તાજગી આપે એવું બોલો. બાઇબલની સત્ય વાતો, વચનો તરફ ધ્યાન દોરો, જેનાથી તાજગી મળે છે.

અભ્યાસ ૧૭

સમજાય એવી રીતે બોલો

લોકો તમારો સંદેશો સમજી જાય એ માટે મદદ કરો. મુખ્ય વિચારો કે મુદ્દાઓ ચોખ્ખી રીતે જણાવો.

અભ્યાસ ૧૮

શીખવા મળે એવી માહિતી

એ રીતે માહિતી રજૂ કરો જેથી સાંભળનારાઓને લાગે કે પોતે કંઈક નવું, સારું અને જીવનમાં ખરેખર કામ આવે એવું કંઈક શીખ્યા છે.

અભ્યાસ ૧૯

સંદેશો દિલ સુધી પહોંચાડો

તમારા સાંભળનારાઓને યહોવા ઈશ્વર અને બાઇબલ માટે પ્રેમ કેળવવા મદદ કરો.

અભ્યાસ ૨૦

સારી રીતે પૂરું કરો

આપણી ટૉક કે વાત છેલ્લે સારી રીતે પૂરી કરીશું તો, આપણા સાંભળનારાઓ પર સારી અસર પડશે. જે શીખ્યા એ પોતાના જીવનમાં ઉતારવા તેઓને ઉત્તેજન મળશે.

તમારી પ્રગતિ નોંધો

વાંચવાની અને શીખવવાની કળામાં સુધારો કરો તેમ, તમારી પ્રગતિની નોંધ કરતા જાઓ.

બીજી માહિતી જુઓ

VIDEO SERIES

વાંચવાની અને શીખવવાની કળા—વીડિયો

વાંચવાની અને શીખવવાની કળા કેળવો.