સ્કીપ ટુ કન્ટેન્ટ

આખી દુનિયાના અધિકારીઓ માટે પુસ્તિકાઓ

 

યહોવાના સાક્ષીઓ-તેઓ કોણ છે?

યહોવાના સાક્ષીઓ વિશે થોડી માહિતી—તેઓ શું કરે છે અને કઈ રીતે સંગઠિત છે?

યહોવાના સાક્ષીઓ અને તેઓનું સાહિત્ય

યહોવાના સાક્ષીઓના સાહિત્યની છાપેલી અને ઇલેક્ટ્રોનિક પ્રત પ્રાપ્ય છે. એનાથી લોકોને ઈશ્વરની નજીક જવા અને બાઇબલના શિક્ષણની સારી સમજણ મેળવવા મદદ મળે છે. એટલું જ નહિ, એની લોકો પર સારી અસર થાય છે અને તેઓ જીવનમાં સારા ફેરફારો કરી શકે છે.

સમાજમાં યહોવાના સાક્ષીઓ

યહોવાના સાક્ષીઓ લોકોને બાઇબલમાંથી સારી વાતો શીખવે છે અને આફતના સમયે મદદ કરે છે. આમ તેઓ સમાજમાં યોગદાન આપવા મહેનત કરે છે.

યહોવાના સાક્ષીઓ અને તેઓનું પ્રચારકામ

લોકોને બાઇબલમાંથી ખુશખબર જણાવવી, એ યહોવાના સાક્ષીઓની ભક્તિનો એક મહત્ત્વનો ભાગ છે. તેઓ સંદેશો જણાવવા કઈ રીતો વાપરે છે અને એની લોકો પર કેવી અસર પડે છે?

યહોવાના સાક્ષીઓ અને કુટુંબ

યહોવાના સાક્ષીઓ પોતાના કુટુંબમાં બાઇબલના સિદ્ધાંતો પાળવા ખૂબ મહેનત કરે છે. એનાથી પતિ, પત્ની અને બાળકોને ફાયદો થાય છે. આમ, કુટુંબમાં બધા પ્રેમ, હૂંફ અને સલામતી અનુભવે છે. સાક્ષી માતા-પિતા પોતાનાં બાળકોને બાઇબલનાં ધોરણો શીખવે છે અને તેઓ એ જવાબદારીને ખૂબ મહત્ત્વની ગણે છે.

યહોવાના સાક્ષીઓ-વારંવાર પૂછાતા સવાલો

યહોવાના સાક્ષીઓ વિશે વારંવાર પૂછાતા હોય એવા દસ સવાલોના જવાબ.

યહોવાના સાક્ષીઓ અને સારવાર

યહોવાના સાક્ષીઓ જીવનને ઈશ્વર તરફથી કીમતી ભેટ ગણે છે. તેઓ જીવનને અને લોહીને પવિત્ર ગણે છે. તેઓ પોતાના કુટુંબ માટે સારામાં સારી સારવાર મેળવવા માંગે છે. તેઓ ડૉક્ટરને પૂરો સાથ-સહકાર આપે છે, જેથી લોહી વગરની સલામત અને વધારે અસરકારક સારવાર મેળવી શકે.

યહોવાના સાક્ષીઓ અને લશ્કર સિવાયની લોકસેવા

પોતાના અંતઃકરણને લીધે સેનામાં ભરતી થવાની ના પાડવી એ મૂળભૂત માનવ અધિકાર છે અને એને ઘણાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળેલી છે. જ્યારે સરકારો યહોવાના સાક્ષીઓને લશ્કર સિવાયની લોકસેવાની પસંદગી આપે છે, ત્યારે તેઓ સરકારોનો ખૂબ આભાર માને છે. એનાથી તેઓ અતિશય કઠોર કે બોજરૂપ ન હોય એવી અને સમાજને ફાયદો થાય એવી સેવા કરી શકે છે.

યહોવાના સાક્ષીઓ અને રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવો

યહોવાના સાક્ષીઓ બાઇબલનું શિક્ષણ પાળીને રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. ઘણી સરકારો સ્વીકારે છે કે યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી એટલે શાંતિ જળવાય છે. તેઓ એ પણ સ્વીકારે છે કે યહોવાના સાક્ષીઓ સરકારના નિયમો પાળતા નાગરિકો છે, જેઓ અધિકારીઓને સાથ-સહકાર અને માન આપે છે.

યહોવાના સાક્ષીઓ અને ભક્તિ માટે ભેગા મળવું

યહોવાના સાક્ષીઓ માને છે કે સાથી ઈશ્વરભક્તો સાથે ભેગા મળવું, એ તેઓની ભક્તિનો એક મહત્ત્વનો ભાગ છે. તેઓ સભાઓ માટે જે જગ્યાએ ભેગા મળે છે, એને પ્રાર્થનાઘર કહે છે. ત્યાં બાઇબલમાંથી શિક્ષણ આપવામાં આવે છે અને ત્યાં કોઈ પણ આવી શકે છે.

યહોવાના સાક્ષીઓ અને રાહતકામ

કુદરતી આફતો આવે ત્યારે, તેઓ આફતનો ભોગ બનેલા લોકોને ખોરાક, કપડાં અને બીજી ચીજવસ્તુઓની સાથે સાથે ઉત્તેજન આપે છે. ખાસ કરીને, તેઓને શાસ્ત્રમાંથી દિલાસો આપે છે. એ બધાં કામ એકદમ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે, જેની નોંધ સરકારી અધિકારીઓએ અને રાહતસેવા કરતી સંસ્થાઓએ લીધી છે.