JW લાઇબ્રેરી
બાઇબલ ડાઉનલોડ અને મૅનેજ કરો—એન્ડ્રોઇડ
બાઇબલ વાંચવા અને એનો અભ્યાસ કરવા JW લાઇબ્રેરી એપ બહુ મહત્ત્વની છે.
બાઇબલ ડાઉનલોડ અને મૅનેજ કરવા માટે નીચેના સૂચનો પ્રમાણે કરો:
બાઇબલ ડાઉનલોડ કરો
ઓફલાઇન વાંચવા અને એનો અભ્યાસ કરવા તમે બાઇબલ ભાષાંતરો ડાઉનલોડ કરી શકો છો.
નેવિગેશન ખોલો અને બાઇબલનાં પુસ્તકો જોવા બાઇબલ દબાવો.
લેંગ્વેજ બટન દબાવો અને જે ભાષામાં બાઇબલ પ્રાપ્ય હશે એનું લિસ્ટ ખુલશે. જે ભાષાઓ તમે અવારનવાર વાપરો છો એ લિસ્ટમાં ઉપર જોવા મળશે. ભાષાનું નામ લખીને અથવા બાઇબલ ભાષાંતરનું નામ લખીને પણ તમે બાઇબલ શોધી શકો છો. દાખલા તરીકે, કિંગ્ડમ ઇન્ટરલિનિયર બાઇબલ શોધવું હોય તો ”int” લખો અથવા પોર્ટુગીઝ ભાષામાં બાઇબલ જોઈતા હોય તો ”port” લખો.
જે બાઇબલ તમે હજુ ડાઉનલોડ કર્યા નહિ હોય, એના પર વાદળનું નિશાન હશે. ડાઉનલોડ કરવા બાઇબલ દબાવો. બાઇબલ ડાઉનલોડ થઈ ગયા પછી વાદળનું નિશાન જતું રહેશે. વાંચવા માટે બાઇબલ ફરી દબાવો.
તમને જે બાઇબલ ભાષાંતર જોઈએ છે એ જો યાદીમાં ન હોય, તો અમુક સમય પછી ફરી ચેક કરજો. જે બાઇબલ પ્રાપ્ય થતા જશે, એ લિસ્ટમાં ઉમેરાતા જશે.
બાઇબલ ડિલીટ કરો
જો અમુક બાઇબલ જોઈતા ના હોય અથવા જગ્યા કરવી હોય, તો તમે બાઇબલ ડિલીટ પણ કરી શકો છો.
નેવિગેશન ખોલો અને બાઇબલ દબાવો. પછી, બાઇબલનું લિસ્ટ જોવા લેગ્વેંજીસ બટન દબાવો. બાઇબલ પર આપેલું મોર બટન દબાવો; પછી ડિલીટ દબાવો.
બાઇબલના અપડેટ મેળવો
તમે ડાઉનલોડ કરેલા બાઇબલમાં સમયે સમયે અપડેટ આવશે.
જે બાઇબલ અપડેટ થયું હશે એની બાજુમાં રીફ્રેશનું નિશાન હશે. જ્યારે તમે બાઇબલ દબાવશો, ત્યારે અપડેટની નોંધ દેખાશે. અપડેટ કરવું હોય તો, ડાઉનલોડ દબાવો અને હમણાં ડાઉનલોડ ના કરવું હોય તો લેટર દબાવો.
આ ફિચર્સ ફેબ્રુઆરી ૨૦૧૫માં JW લાઇબ્રેરી ૧.૪ સાથે બહાર પાડવામાં આવ્યા, જે એન્ડ્રોઇડ ૨.૩ કે પછીના વર્ઝનમાં ચાલે એમ છે. જો તમે આ ફિચર્સ જોઈ ન શકો, તો ”JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ” લેખમાં આપેલા નવા ફિચર્સ મેળવો ભાગમાંથી સૂચનો મેળવો.