JW લાઇબ્રેરી
બુકમાર્ક મૂકો—એન્ડ્રોઇડ
તમે જે પાન વાંચો છો, એ જ પાન પર ફરી આવવા તમે એને JW લાઇબ્રેરીના બુકમાર્ક ફિચરથી સેવ કરી શકો છો. કોઈ છાપેલા પુસ્તકમાં જેમ રિબન મૂકીએ તેમ આ બુકમાર્ક કામ કરે છે. JW લાઇબ્રેરીના દરેક સાહિત્યમાં ૧૦ બુકમાર્ક આપેલાં છે.
બુકમાર્ક વાપરવા માટે નીચેના સૂચનો પ્રમાણે કરો:
નવું બુકમાર્ક મૂકો
તમે લેખ કે અધ્યાય પર બુકમાર્ક મૂકી શકો અથવા કોઈ ફકરા કે બાઇબલ કલમ પર.
લેખ અથવા અધ્યાય પર બુકમાર્ક મૂકવા બુકમાર્ક બટન દબાવો. એ સાહિત્ય માટેના બુકમાર્ક ખૂલી જશે. એ લેખ માટે બુકમાર્ક મૂકવા ખાલી જગ્યા દબાવો.
કોઈ ફકરો કે બાઇબલ કલમ પર બુકમાર્ક મૂકવા, પહેલા લખાણને દબાવો; પછી બાજુમાં બુકમાર્કનું ઓપ્શન આવશે, એને દબાવો.
બુકમાર્ક ખોલો
અગાઉ મૂકેલા બુકમાર્ક શોધવા, બુકમાર્ક હોય એ સાહિત્યમાં જાઓ; પછી, બુકમાર્ક બટન દબાવો. જે લખાણ જોઈતું હોય, એ બુકમાર્ક દબાવો.
બુકમાર્ક ગોઠવો
બુકમાર્ક મૂક્યા પછી એને ડિલીટ અને રીપ્લેસ પણ કરી શકાય છે.
ડિલીટ કરવા, બુકમાર્ક બટન દબાવો; પછી જે ડિલીટ કરવાનું હોય એના પર આપેલું મોર બટન દબાવો અને ડિલીટ કરો.
બુકમાર્ક રીપ્લેસ કરવા, બુકમાર્ક બટન દબાવો; પછી જે બુકમાર્ક બદલવું હોય એના પર આપેલું મોર બટન દબાવો. રીપ્લેસ દબાવો. તમે ચાહો છો એ પાન બુકમાર્કમાં આવી જશે. વાંચતી વખતે બુકમાર્ક ખૂબ મદદ કરશે. દાખલા તરીકે, દરરોજનું બાઇબલ વાંચન કરો તેમ, બુકમાર્કનો ઉપયોગ કરીને જ્યાંથી બાકી હોય ત્યાંથી વાંચવાનું શરૂ કરી શકો.
આ ફિચર્સ મે ૨૦૧૪માં JW લાઇબ્રેરી ૧.૨ સાથે બહાર પાડવામાં આવ્યા, જે એન્ડ્રોઇડ ૨.૩ કે પછીના વર્ઝનમાં ચાલે એમ છે. જો તમે આ ફિચર્સ જોઈ ન શકો, તો “JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ” લેખમાં આપેલા નવા ફિચર્સ મેળવો ભાગમાંથી સૂચનો મેળવો.