JW લાઇબ્રેરી
વાંચન પ્રમાણે ફેરફાર કરો—એન્ડ્રોઇડ
વાંચવામાં મજા આવે માટે JW લાઇબ્રેરીમાં ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે. તમે જે લેખ કે પ્રકરણ વાંચો છો એની ઉપર આપેલા નેવિગેશન બારમાં એ ફિચર્સ જોવા મળશે.
વધારે ફિચર્સ વાપરવા માટે મોર બટન દબાવો.
વાંચન પ્રમાણે ફેરફાર કરવા માટે નીચેના સૂચનો પ્રમાણે કરો:
ભાષા બદલો
તમે જે પ્રકરણ કે લેખ વાંચતા હો એની ભાષા પણ બદલી શકો છો.
લેંગ્વેજીસ બટન દબાવો અને જે બધી ભાષાઓમાં એ લેખ પ્રાપ્ય હશે એનું લિસ્ટ ખુલશે. તમે વારંવાર જે ભાષાઓ વાપરો છો, એ લિસ્ટમાં ઉપર દેખાશે. ચોકીબુરજની સાદી ભાષાની આવૃત્તિઓ પણ દેખાશે. તમે ભાષાનું નામ લખીને પણ શોધી શકો છો.
જે ભાષાઓ તમે ડાઉનલોડ નથી કરી, એના પર વાદળનું નિશાન હશે. સાહિત્ય ડાઉનલોડ કરવા, ભાષા દબાવો. સાહિત્ય ડાઉનલોડ થઈ ગયા પછી, વાદળનું નિશાન જતું રહેશે. ભાષા ફરી દબાવો અને વાંચો.
ટેક્સ્ટ સેટિંગ્સ બદલો
તમારી જરૂરિયાત પ્રમાણે અક્ષરો નાના મોટા પણ કરી શકો છો.
ટેક્સ્ટ સેટિંગ્સ બટન દબાવો; સ્લાઇડરથી અક્ષરો નાના કે મોટા કરી શકો. પછી, એપના બધાં સાહિત્ય એ પ્રમાણે દેખાશે.
ઇમેજ અથવા લખાણ તરીકે જુઓ
અમુક લેખો ઇમેજ અથવા લખાણના રૂપમાં જોઈ શકાય છે. જુદી જુદી રીતે લેખ જોવા યોગ્ય બટન દબાવો.
ઇમેજ વ્યૂ: ઇમેજ વ્યૂમાં લખાણ છપાયેલા પાન જેવું દેખાશે. અમુક લોકો ગીતની પુસ્તિકા જેવા સાહિત્યમાં આ વ્યૂ રાખતા હોય છે, કેમ કે એમાં સંગીતના નોટ્સ દેખાય છે.
ટેક્સ્ટ વ્યૂ: ટેક્સ્ટ વ્યૂમાં બાઇબલની કલમો લિંક હોવાથી એને ખોલી શકાય છે. અને તમે નક્કી કરેલી સાઇઝ પ્રમાણે અક્ષરો દેખાશે.
ઓપન ઈન . . .
JW લાઇબ્રેરીના લેખો બીજી એપ પર જોવા માટે ઓપન ઈન દબાવો.
ઓપન ઈન બટન દબાવો અને ઓપ્શન જુઓ. દાખલા તરીકે, ઓપન ઈન ઓનલાઇન લાઇબ્રેરી બટન દબાવશો તો, તમે જે પાન જોઈ રહ્યા છો એ વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં ખુલશે.
લુક-અપ બાઇબલ કસ્ટમાઇઝ કરો
સાહિત્યમાં આપેલી કલમ દબાવવાથી બાજુમાં એ કલમ ખુલશે. ડાઉનલોડ કરેલા બાઇબલ ઉમેરવા કલમો નીચે આપેલું કસ્ટમાઇઝ બટન દબાવો.
બાઇબલ ઉમેરવા એડ બટન કે કાઢી નાખવા ડિલીટ બટન દબાવો. બાઇબલનો ક્રમ બદલવા, એના પર આંગળી મૂકીને ઉપર કે નીચે લઈ જઈ શકો.
“બાઇબલ ડાઉનલોડ અને મૅનેજ કરો—એન્ડ્રોઇડ” વીડિયોની મદદથી તમે JW લાઇબ્રેરીમાં બીજા બાઇબલ કઈ રીતે નાંખવા, એ શીખી શકશો.
આ ફિચર્સ ફેબ્રુઆરી ૨૦૧૫માં JW લાઇબ્રેરી ૧.૪ સાથે બહાર પાડવામાં આવ્યા, જે એન્ડ્રોઇડ ૨.૩ કે પછીના વર્ઝનમાં ચાલે એમ છે. જો તમે આ ફિચર્સ જોઈ ન શકો, તો “JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ” લેખમાં આપેલા નવા ફિચર્સ મેળવો ભાગમાંથી સૂચનો મેળવો.