JW લાઇબ્રેરી
બાઇબલ કે સાહિત્યમાં શોધો—એન્ડ્રોઇડ
JW લાઇબ્રેરીના સર્ચ ફિચરથી તમે બાઇબલ કે સાહિત્યમાં શબ્દ અથવા વાક્યો શોધી શકો છો.
શોધવા માટે નીચેના સૂચનો પ્રમાણે કરો:
બાઇબલમાં શોધો
તમે વાંચી રહેલા બાઇબલમાંથી શબ્દ કે વાક્ય શોધી શકો છો.
બાઇબલ જોતી વખતે, સર્ચ બટન દબાવો; પછી, જે શબ્દ શોધવો હોય એ ટાઈપ કરો. તમે લખતા જશો તેમ, અમુક સજેશન્સ જોવા મળશે. સજેશન્સમાંથી કોઈ પસંદ કરો અથવા તમે જે લખ્યું છે એ શોધવા એન્ટર દબાવો.
વધારે વાર વાપરી હોય એવી કલમોમાં એ શબ્દો હશે તો એ ટોપ વર્સીસમાં દેખાડશે. બધી જ કલમોનું લિસ્ટ ઓલ વર્સીસમાં હશે અને એ બાઇબલ પુસ્તકોનાં ક્રમમાં જોવા મળશે. પ્રસ્તાવના અને વધારે માહિતીના લેખોમાં એ શબ્દો હશે તો આર્ટીકલ્સમાં ખૂલશે.
જો તમે વાક્ય શોધતા હો, તો મેચ એક્સેક્ટ ફ્રેઝ બૉક્સ ટીક કરો. એમ કરવાથી તમે ટાઈપ કરેલું આખું વાક્ય જોવા મળશે.
સાહિત્યમાં શોધો
તમે વાંચી રહેલા સાહિત્યમાં શબ્દ કે વાક્ય શોધી શકો છો.
સાહિત્ય ખુલ્લું હોય ત્યારે સર્ચ બટન દબાવો; પછી, જે શબ્દ શોધવો હોય એ ટાઈપ કરો. તમે લખતા જશો તેમ, અમુક સજેશન્સ જોવા મળશે. સજેશન્સમાંથી કોઈ પસંદ કરો અથવા તમે જે લખ્યું છે એ શોધવા એન્ટર દબાવો.
જો તમે વાક્ય શોધતા હો, તો મેચ એક્સેક્ટ ફ્રેઝ બૉક્સ ટીક કરો. એમ કરવાથી તમે ટાઈપ કરેલું આખું વાક્ય જોવા મળશે.
વિષય શોધો
જો તમે ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તક ડાઉનલોડ કર્યું હોય, તો તમે એમાંથી કોઈ વિષય શોધી શકો. તમે એપ પર બાઇબલ કે સાહિત્ય વાંચતા હો ત્યારે, આ ફિચર કામ લાગી શકે.
સર્ચ બટન દબાવો; પછી, જે વિષય શોધવો હોય એ ટાઈપ કરો. નીચે એક લિસ્ટ ખુલશે જેમાં ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સમાંથી વિષય હશે. એ લેખ ખોલવા વિષય દબાવો.
આ ફિચર્સ ઑક્ટોબર ૨૦૧૪માં JW લાઇબ્રેરી ૧.૩.૪ સાથે બહાર પાડવામાં આવ્યા, જે એન્ડ્રોઇડ ૨.૩ કે પછીના વર્ઝનમાં ચાલે એમ છે. જો તમે આ ફિચર્સ જોઈ ન શકો, તો “JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ” લેખમાં આપેલા નવા ફિચર્સ મેળવો ભાગમાંથી સૂચનો મેળવો.