વ્યક્તિગત માહિતીના વપરાશ અંગેની વૈશ્વિક નીતિ
વ્યક્તિગત માહિતીનો વપરાશ
આ વેબસાઇટ પરની મોટાભાગની માહિતી એવી છે, જેને યુઝર (અધિકૃત વપરાશકર્તા) તરીકે નોંધણી કર્યા વગર તેમજ અમને કોઈ પણ માહિતી આપ્યા વિના જોઈ શકાય છે. જોકે, અમુક વિભાગ ફક્ત એવા લોકો જોઈ શકે છે, જેઓએ યુઝર તરીકે નોંધણી કરી છે, કે પછી જેઓએ વિનંતીઓ કે અરજીઓ મોકલી છે, અથવા જેઓની વ્યક્તિગત માહિતીને યહોવાના સાક્ષીઓના કોઈ મંડળે jw.org વેબસાઈટથી મોકલી છે. તમે પોતે આપેલી પરવાનગી પછી જ અમે તમારી વ્યક્તિગત માહિતી પર વિવિધ કામગીરી કરીએ છીએ. અમુક કિસ્સાઓમાં, પરવાનગી પાછી લઈ લેવાય ત્યારે પણ અમે વાજબી કાયદાને આધારે એ માહિતી પર કામગીરી કરતા રહેવાનો હક ધરાવતા હોઈ શકીએ. પણ એવું ત્યારે જ કરવામાં આવી શકે, જ્યારે એને લગતા કોઈ પણ કાયદાનો ભંગ ન થતો હોય.
તમે આપેલી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ એ જ કામ અને હેતુમાં થશે, જે તમારી પાસેથી એ માહિતી લેતી વખતે તમને જણાવવામાં આવ્યાં હોય. એ નીચેમાંના કોઈ હેતુસર હોય શકે.
એકાઉન્ટ: આ વેબસાઇટ પર બનાવેલ તમારા યુઝર એકાઉન્ટમાં તમે જે ઇ-મેઇલ એડ્રેસ આપ્યો હોય એનો ઉપયોગ તમને તમારા એ એકાઉન્ટ વિશે કોઈ માહિતી આપવા થઈ શકે. દાખલા તરીકે, તમે યુઝરનેમ, પાસવર્ડ ભૂલી જાઓ અને વેબસાઇટ પર લોગ-ઈન કરવામાં અમારી મદદ ચાહતા હો તો, તમે જણાવેલ ઈ-મેઇલ પર એની માહિતી મોકલી આપવામાં આવશે.
અરજીઓ: યહોવાના સાક્ષીઓની માન્યતા અને પોલીસી પ્રમાણે તમે લાયક ઠરતા હો, તો તમે આ વેબસાઇટનો ઉપયોગ કરીને યુઝર એકાઉન્ટ બનાવી શકો, અરજી મોકલી શકો કે તમારું મંડળ ધાર્મિક કામ માટે તમારા વતી અરજી મોકલી શકે. અરજીમાં આપેલી તમારી વ્યક્તિગત માહિતી જે કદાચ તમે આપી હોય, વડીલે આપી હોય કે પછી સરકીટ ઓવરસિયરે આપી હોય. માહિતી પર કામ કરવા, તમારી અરજી પર કામગીરી હાથ ધરવા અને બીજા કામ કરવા માટે જેમાં તમારી પ્રોફાઇલ બનાવવાનો પણ સમાવેશ થાય છે. તમારી અરજી પર કામ કરવા બીજી શાખાઓ, યહોવાના સાક્ષીઓના મુખ્યમથકો કે યહોવાના સાક્ષીઓના જુદા જુદા દેશના બીજા સંગઠનોને આપવામાં આવે. દરેક કિસ્સામાં જે તે સંજોગો જોઈને બાબતો હાથ ધરવામાં આવશે. ઓટોમેટેડ નિર્ણય નહિ હોય.
પ્રદાનો: તમે અમારી વેબસાઈટ પરથી પૈસા પ્રદાનો તરીકે આપો છો ત્યારે, તમારું નામ અને સંપર્કની વિગતો અમને મળે છે. ક્રૅડિટ કાર્ડ દ્વારા આપવામાં આવેલાં તમારાં પ્રદાનો સ્વીકારવા અમે વિશ્વ સ્તરે સૌથી સારી સુરક્ષા અને માહિતી ગોપનીયતા નીતિઓ સાથે અધિકૃત ઓનલાઇન પેમેન્ટ પ્રોસેસિંગ સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. આપે પ્રદાનો માટે આપેલી જરૂરી નાણાકીય માહિતી, જેમ કે ક્રેડિટ કાર્ડ નંબર અથવા બૅન્ક ખાતાની વિગતો અમને મળી શકે, જે જરૂરી હોય તો પ્રોસેસિંગ સેવાઓ આપનારાઓને મોકલી શકીએ છીએ. ઓનલાઇન પ્રદાન આપવાથી લઈને એને મેળવવા સુધીની બધી જ કામગીરી ખૂબ જ સુરક્ષિત અને સાવચેતીથી, પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યૉરિટી સ્ટાન્ડર્ડ (“પીસીઆઈ ડીએસએસ”)ના ઉચ્ચ ધોરણોની સુમેળમાં કરવામાં આવે છે. પ્રદાન મેળવનાર, કાયદાકીય ઔપચારિકતા પૂરી કરવા અથવા પોતાની જરૂરિયાત પ્રમાણે એ નાણાકીય વ્યવહારોની વિગતો નક્કી કરેલા સમય સુધી રાખી શકે છે. એ વિગતોમાં પ્રદાનની તારીખ, પ્રદાનની રકમનો આંકડો, અને પ્રદાનની રીત જેવી વિગતોનો સમાવેશ થાય છે. એનાથી અમને નાણાકીય હિસાબી ધોરણોની સુમેળમાં કામ કરવામાં તેમ જ એ સમયગાળામાં તમે એને લગતી કોઈ પૂછપરછ કરો તો, એના સંતોષકારક જવાબ આપવામાં મદદ મળશે. અમે ક્યારેય વધુ દાનો માંગવાના હેતુથી તમારો સંપર્ક કરીશું નહિ.
મુલાકાત માટે વિનંતી કરો: બાઇબલ વિશે વધુ શીખવા અથવા યહોવાના સાક્ષીઓ વિશે જાણવા, કોઈ યહોવાના સાક્ષી તમારી મુલાકાતે આવે એ માટે વિનંતી કરી શકો. તમે આપેલી વ્યક્તિગત વિગતોને અમે તમારા અરજીના વિષયને અર્થે જ વાપરીશું. તમારી અરજી માટે તમારું સમર્થન મળે પછી, તમારી વિનંતી પૂરી કરવા જરૂર પડે તો અમે તમારી વિગતોને યહોવાના સાક્ષીઓની બીજી શાખાઓ કે એના સહકારી સંગઠનોને મોકલી શકીએ છીએ.
બીજા ઉદ્દેશ્ય: એકાઉન્ટ, અરજીઓ કે પછી પ્રદાનો ઉપરાંત બીજી રીતોએ પણ તમારી વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, સરનામું, અને ટેલિફોન કે મોબાઇલ નંબર) વેબસાઇટ પરથી અમને મળી શકે છે. રીત કોઈ પણ હોય, તમારી પાસેથી તમારી વ્યક્તિગત માહિતી મેળવતી વખતે તમને સાફ જણાવવામાં આવે છે કે કયા હેતુને માટે એ વિગતો લેવામાં આવી રહી છે. જણાવેલ હેતુ સિવાય, બીજા કોઈ કામમાં, તમે આપેલી એ માહિતીનો ઉપયોગ કરવામાં આવશે નહિ.
તમે જે હેતુથી વ્યક્તિગત માહિતી વેબસાઇટ પર આપી હોય અમે એ જ હેતુ માટે અમે એને મેળવીને એનો સંગ્રહ કરીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ. એ ઉદ્દેશ્ય માટે અથવા એનાથી સંકળાયેલા કોઈ કાયદા માટે જરૂરી હોય ત્યાં સુધી જ અમે એ માહિતીને પાસે રાખીએ છીએ. એવા સંજોગોમાં, જો અમે માંગેલી કોઈ વિગત તમે નથી આપતા તો વેબસાઇટના અમુક વિભાગોની માહિતી તમે જોઈ નહિ શકો, અથવા વેબસાઇટ પરથી તમે કરેલી કોઈ વિનંતી અમે પૂરી નહિ કરી શકીએ.
વેબસાઈટ પરથી અરજીમાં આપેલ તમારી વ્યક્તિગત માહિતી એવા દરેકને પ્રાપ્ય હોય છે, જે એના પર કામગીરી કરવાના છે. જેમ કે ડેટા પ્રોસેસિંગ અને/અથવા પ્રાવિધિક (technical) સહાય નિષ્ણાતો, જેઓ ઇન્ટરનેટ અને કૉમ્પ્યુટરના પ્રોગ્રામના સંચાલનનું અથવા જાળવણીનું કામ કરતાં હોય છે. અહીં જણાવેલ કારણો હોય તો જ અમે તમારી વ્યક્તિગત માહિતીને કોઈ બીજાને જણાવીએ છીએ: (૧) તમારા દ્વારા વિનંતી કરેલ સેવા પૂરી પાડવા માટે એમ કરવું આવશ્યક હોય અને અમે તમને એ વિશે અગાઉથી ચોખવટપૂર્વક જણાવ્યું હોય; (૨) અમને પૂરી ખાતરી હોય કે લાગુ પડતા કોઈ કાયદા અથવા નિયમનોને પાળવા માટે એવી માહિતી જણાવવી વ્યાજબી રૂપે જરૂરી છે; (૩) કોઈ કાયદાનો અમલ કરાવનાર સત્તાધીશોએ એની માંગણી કરી હોય; અથવા (૪) સુરક્ષા કે પછી પ્રાવિધિક બાબતે કોઈ છેતરપિંડીને પકડી પાડવા અને અટકાવવા માટે જરૂરી હોય. આ વેબસાઇટનો ઉપયોગ કરીને હકીકતમાં તમે ફક્ત ઉપરોક્ત હેતુઓ માટે જ અમારા સિવાયની કોઈ અન્ય સંસ્થાને (third parties) તમારી વ્યક્તિગત માહિતી જણાવવાની સંમતિ આપો છો. તમે આપેલી કોઈ પણ વ્યક્તિગત માહિતીને કોઈ પણ સંજોગોમાં વેચાણમાં, વિનિમયમાં કે પછી ભાડે આપવામાં આવશે નહિ.
માહિતીનું વિદેશ હસ્તાંતરણ (TRANSFER)
આ ધાર્મિક સંગઠન પોતાની સ્થાનિક સંસ્થાઓ/કચેરીઓ દ્વારા આખા વિશ્વમાં કામ કરે છે. વેબસાઇટના અમુક માહિતી પુરવઠા (servers) અમેરિકામાં છે. જરૂર ઊભી થાય તો તમારી વ્યક્તિગત માહિતીનું તમારા રહેઠાણની બહારના દેશમાં હસ્તાંતરણ થઈ શકે. (એટલે કે એ માહિતી પર બધી કામગીરી ત્યાર પછી એ દેશમાં હાથ ધરવામાં આવશે.) એમાં એવા દેશમાં આવેલી સંસ્થાઓ પણ હોય શકે, જ્યાંના કાયદાઓ માહિતી સંરક્ષણનું જુદું-જુદું સ્તર પૂરું પાડતા હોય અને કદાચ એ તમારા રહેઠાણના દેશમાં પ્રાપ્ય માહિતી સંરક્ષણ સ્તરથી અલગ હોય. તમારી વ્યક્તિગત માહિતીને સલામત અને સંરક્ષિત રીતે હાથ ધરવા તેમજ એનું હસ્તાંતરણ કરવામાં અમે પૂરતાં પગલાં લઈએ છીએ. યહોવાના સાક્ષીઓના સંગઠન સાથે જોડાયેલી અને એના કામને ટેકો આપતી દરેક સંસ્થા અમારી માહિતી સંરક્ષણ નીતિ અને લાગુ પડતા અન્ય નિયમો અને કાયદાનું પાલન કરે એવી અમારી અપેક્ષા છે.
આ વેબસાઇટનો વપરાશ અને ઇન્ટરનેટથી અમારી જોડે સંપર્ક કરવું દર્શાવે છે કે જરૂર પડે માહિતીને વિદેશ હસ્તાંતરણ કરવામાં તમારી સહમતી છે.
તમારા હક
તમારી વ્યક્તિગત માહિતી પર અમે જ્યારે કામગીરી શરૂ કરીએ છીએ, ત્યારે એ માહિતી જે હેતુસર લેવાઈ હોય એને ધ્યાનમાં રાખતા એ સચોટ અને હાલની હોય એના પૂરતાં પગલાં લેવામાં આવે છે. તમે જે માહિતી અમને આપી છે એને લગતા તમારા હક નીચે પ્રમાણે હોય શકે. એ હક જે દેશમાં રહો છો એના માહિતી સંરક્ષણના કાયદા પ્રમાણે લાગુ પડશે.
તમારા ત્યાંના સ્થાનિક કાયદા લાગુ પડતા હોય એ પ્રમાણે તમે તમારી વ્યક્તિગત માહિતીને ભેગી કરવા વિશે અને એના વપરાશ વિશે માહિતી મેળવવા માંગણી કરી શકો;
તમારી વ્યક્તિગત માહિતી ખોટી કે અધૂરી હોય તો, તમે એને જોવાની, એને સુધારવાની, એને રદ કરવાની અથવા એને બ્લૉક કરવાની (એના પર રોક મૂકવાની) અરજી મોકલી શકો.
તમારી પાસે વાજબી કારણો હોય તો, તમે તમારી વ્યક્તિગત માહિતી પર કોઈ પણ કામગીરી સામે વાંધો ઊઠાવી શકો અને એના પર આગળની કામગીરી અટકાવવાની અમને અરજી મોકલી શકો.
તમારા રહેઠાણના દેશમાં માહિતી સંરક્ષણને લગતા કાયદા લાગુ પડતા હોય અને તમે તમારી વ્યક્તિગત માહિતી જોવા, સુધારવા કે રદ કરવા ચાહતા હો તો, એ માટેની સંપર્ક વિગતો તમને આ વેબપેજ પર મળી શકે: માહિતી સંરક્ષણ સંપર્ક.
તમારી લેખિત વિનંતી મળ્યા પછી, તમે પોતાની ઓળખના પૂરતા પુરાવા અને તમારી વ્યક્તિગત માહિતીની ચકાસણી કરવા અંગેની જરૂરી પરવાનગી અમને આપી હશે તો, તમારી વિનંતી પૂરી કરવા વિશે વાજબીપણે વિચારણા કરાશે, જેમાં એ જોવામાં આવશે કે વ્યક્તિનું એ માહિતી મેળવવા, સુધારવા કે રદ કરવાથી વ્યક્તિના હિતની સાથે સાથે વાજબી ધોરણે સંગઠનનું હિત જળવાઈ રહે, એમાં એ પણ જોવામાં આવશે કે એ અરજી સ્વીકારવાથી સંગઠનની ધાર્મિક સ્વતંત્રતા અને પ્રવૃત્તિઓ માટે કોઈ જોખમ ન ઊભું થાય. કોઈ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હોય તો એ વિશે અમે માહિતી મેળવનાર ત્રીજા-પક્ષને પણ જાણ કરીશું.
કૃપા કરી નોંધ લેજો કે જો કાયદાકીય રીતે માહિતી પર કામગીરી કરવાની ફરજ હોય અથવા અન્ય કાનૂની કારણોને આધારે માહિતી જાળવી રાખવી જરૂરી હોય, તો એ કિસ્સામાં તમારી વ્યક્તિગત માહિતીને રદ કરી શકાશે નહીં. દાખલા તરીકે, આ ધાર્મિક સંગઠને વ્યક્તિના યહોવાના સાક્ષી તરીકેના દરજ્જાને લગતી માહિતીને જાળવી રાખવામાં કાયમ રસ બતાવ્યો છે. એવી માહિતી કાઢી નાખવી સંસ્થાની ધાર્મિક માન્યતાઓ અને સિદ્ધાંતોનું અનિવાર્ય રીતે ઉલ્લંઘન કરે છે. વ્યક્તિગત માહિતીને રદ કરવાની અરજીઓ આ બે બાબતોને આધીન છે: અમારા પર લાગુ પડનાર કોઈ પણ કાનૂની અહેવાલ અથવા દસ્તાવેજ રાખવાની કાયદાકીય જરૂરિયાતો. આ વેબસાઇટ પરથી તમે આપેલી માહિતી પર કામગીરીને લગતી ફરિયાદ તમે તમારા સ્થાનિક માહિતી સંરક્ષણ અધિકારી પાસે નોંધાવી પણ શકો.