પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
તેઓને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું
ઈસુએ શીખવ્યું હતું કે ઈશ્વરનું રાજ્ય માણસોની બધી તકલીફો દૂર કરી દેશે. (માથ્થી ૬:૧૦) તેમણે માથ્થી ૧૩:૪૪-૪૬માં આ બે ઉદાહરણો આપીને સમજાવ્યું કે ઈશ્વરના રાજ્ય વિશે જાણવું કેટલું મહત્ત્વનું છે:
એક માણસને ખેતરમાં કામ કરતી વખતે અચાનક સંતાડેલો ખજાનો મળ્યો.
એક વેપારી સારાં મોતીની શોધમાં નીકળ્યો અને તેને એક ઘણું મૂલ્યવાન મોતી મળ્યું.
એ બંને માણસોએ મળેલો ખજાનો ખરીદવા માટે ખુશી ખુશી પોતાનું બધું જ વેચી દીધું. એ માણસો એવા લોકોને દર્શાવે છે જેઓ માટે ઈશ્વરનું રાજ્ય ખૂબ કીમતી છે. એના આશીર્વાદો મેળવવા માટે તેઓએ ઘણાં બલિદાન આપ્યાં છે. (લૂક ૧૮:૨૯, ૩૦) આ વીડિયોમાં એક ભાઈ અને બહેનનો અનુભવ જુઓ, જેઓ ઈસુએ આપેલા ઉદાહરણમાંના માણસો જેવા છે.