શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી બનાવી હતી?
ના. યહોવાના સાક્ષીઓ માને છે કે ઈશ્વરે જ બધું બનાવ્યું છે. પણ અમે એવું માનતા નથી કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વીને બનાવી હતી અને એ દરેક દિવસ ૨૪ કલાકનો હતો. શા માટે? કેમ કે એ વિચાર બાઇબલ સાથે મેળ ખાતો નથી. બે દાખલા પર ધ્યાન આપો:
૧.છ દિવસોની લંબાઈ. અમુક લોકોનું કહેવું છે કે ઈશ્વરે છ દિવસમાં બધું બનાવ્યું હતું અને એ દરેક દિવસ ૨૪ કલાકનો હતો. પણ બાઇબલમાં ‘દિવસ’ શબ્દનો ઉપયોગ લાંબા સમયગાળાને બતાવવા પણ થયો છે.—ઉત્પત્તિ ૨:૪; ગીતશાસ્ત્ર ૯૦:૪.
૨.પૃથ્વીની ઉંમર. અમુક લોકો શીખવે છે કે પૃથ્વી બસ અમુક હજારો વર્ષ જ જૂની છે. પણ બાઇબલથી જોવા મળે છે કે પૃથ્વી અને બ્રહ્માંડ સર્જનના છ દિવસ પહેલાંથી અસ્તિત્વમાં છે. (ઉત્પત્તિ ૧:૧) એ કારણે યહોવાના સાક્ષીઓ વૈજ્ઞાનિકોના એવા સંશોધન પર વાંધો નથી ઉઠાવતા કે પૃથ્વી કરોડો વર્ષ જૂની હોય શકે છે.
ખરું કે અમે માનીએ છીએ કે ઈશ્વરે બધું બનાવ્યું છે, પણ અમે વિજ્ઞાનની વિરુદ્ધમાં નથી. અમે માનીએ છીએ કે વિજ્ઞાન અને બાઇબલ એકબીજાની સુમેળમાં છે.