શું યહોવાના સાક્ષીઓનું સંગઠન એક અમેરિકન પંથ છે?
અમારું જગત મુખ્યમથક અમેરિકામાં આવેલું છે. પણ, અમારું સંગઠન અમેરિકન પંથ નથી. એનાં કારણો આ પ્રમાણે છે:
અમુક લોકો માટે પંથ એટલે મૂળ ધર્મથી છૂટી પડેલી વ્યક્તિઓનું જૂથ. યહોવાના સાક્ષીઓનું સંગઠન કોઈ ધર્મમાંથી છૂટું પડ્યું નથી. અમને લાગે છે કે પ્રથમ સદીમાં ઈસુના શિષ્યો જે રીતે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, એ જ અમે અનુસરીએ છીએ.
યહોવાના સાક્ષીઓ ૨૩૦થી વધારે દેશોમાં સેવાકાર્ય કરી રહ્યા છે. ભલે અમે ગમે ત્યાં રહેતા હોઈએ, અમે અમેરિકાની સરકાર કે બીજી કોઈ માનવીય સરકારને નહિ, પણ યહોવા ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તને વફાદાર છીએ.—યોહાન ૧૫:૧૯; ૧૭:૧૫,૧૬.
અમારા શિક્ષણનો મુખ્ય આધાર અમેરિકાના કોઈ ધર્મગુરુનું લખાણ નહિ, પણ બાઇબલ છે.—૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩.
અમારા આગેવાન કોઈ માણસ નહિ, પણ ઈસુ ખ્રિસ્ત છે.—માથ્થી ૨૩:૮-૧૦.