સભાની જગ્યાને તમે કેમ “યહોવાના સાક્ષીઓનું પ્રાર્થનાઘર” કહો છો?
ઘણાં કારણોને લીધે એ નામ યોગ્ય છે:
એ ભેગા મળવાની જગ્યા છે.
બાઇબલ યહોવા ઈશ્વર વિશે જણાવે છે. તેમની ભક્તિ કરવા અને તેમના વિશે સાક્ષી આપવા કે તેમને જાહેર કરવા અમે ભેગા મળીએ છીએ.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; યશાયા ૪૩:૧૨.
ઈસુએ જેના વિશે ઘણી વાર વાત કરી હતી, ઈશ્વરના એ રાજ્ય વિશે શીખવા પણ અમે ભેગા મળીએ છીએ.—માથ્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪; લુક ૪:૪૩.
અમે તમને નજીકના પ્રાર્થનાઘરમાં આવવા અને યહોવાના સાક્ષીઓ કઈ રીતે પોતાની સભાઓ ચલાવે છે, એ જોવા આમંત્રણ આપીએ છીએ.