શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે?
હા. અમે ખ્રિસ્તીઓ છીએ, એવું કહેવા પાછળના કારણો:
અમે ઈસુ ખ્રિસ્તના શિક્ષણને લાગુ પાળવાનો અને તેમણે બેસાડેલા દાખલા પર ચાલવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ.—૧ પિતર ૨:૨૧.
અમે માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત દ્વારા જ ઉદ્ધાર મળશે, “કેમ કે પૃથ્વી પર માણસોમાં એવું કોઈ નામ આપવામાં આવ્યું નથી, જેના દ્વારા આપણે બચી શકીએ.”—પ્રેરિતોનાં કાર્યો ૪:૧૨.
જ્યારે કોઈ ભાઈ કે બહેન યહોવાના સાક્ષી બને છે, ત્યારે તે ઈસુના નામે બાપ્તિસ્મા લે છે.—માથ્થી ૨૮:૧૮, ૧૯.
અમે ઈસુના નામમાં ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.—યોહાન ૧૫:૧૬.
અમે માનીએ છીએ કે ઈસુ દરેક પુરુષનું શિર છે, એટલે કે તેમને દરેક પુરુષ પર અધિકાર આપવામાં આવ્યો છે.—૧ કોરીંથીઓ ૧૧:૩.
અમે ઘણી બધી રીતે બીજા ખ્રિસ્તીઓથી અલગ છીએ. જેમ કે, બાઇબલ પ્રમાણે અમે માનીએ છીએ કે ઈસુ ત્રૈક્યનો ભાગ નથી પણ ઈશ્વરના દીકરા છે. (માર્ક ૧૨:૨૯) અમે નથી માનતા કે માણસોમાં અમર આત્મા હોય છે અથવા ઈશ્વર માણસોને નરકમાં હંમેશ માટે રિબાવે છે. અમે એવું પણ નથી માનતા કે ધાર્મિક કામોમાં આગેવાની લેતા લોકોને એવી ઊંચી પદવી આપવામાં આવે, જેનાથી તેઓને બીજાઓ કરતાં ઊંચા ગણવામાં આવે.—સભાશિક્ષક ૯:૫; હઝકિયેલ ૧૮:૪; માથ્થી ૨૩:૮-૧૦.