શું યહોવાના સાક્ષીઓ રાહત કાર્યો કરે છે?
હા, આપત્તિના સમયે, મોટા ભાગે યહોવાના સાક્ષીઓ મદદ કરે છે. યહોવાના સાક્ષીઓ અને બીજા લોકો માટે અમે મદદ પૂરી પાડીએ છીએ. જેના વિશે બાઇબલમાં ગલાતીઓ ૬:૧૦માં આમ જણાવ્યું છે: “તો પછી, આપણી પાસે તક છે ત્યાં સુધી, ચાલો સર્વનું અને ખાસ કરીને જેઓ શ્રદ્ધામાં આપણા ભાઈ-બહેનો છે તેઓનું ભલું કરીએ.” આ સમયે તેઓને લાગણીમય રીતે અને ભક્તિની રીતે મદદની સૌથી વધારે જરૂર હોય છે.—૨ કોરીંથીઓ ૧:૩, ૪.
સંગઠન
આપત્તિ પછી, એ વિસ્તારનાં મંડળોના વડીલો પોતપોતાના મંડળના ભાઈ-બહેનો બરાબર છે કે નહિ, એની તપાસ કરે છે. તેમ જ, તેઓને કેવી મદદની જરૂર છે, એ પણ તપાસે છે. પછી, એ જાણકારી અને તાત્કાલિક કેવા પ્રકારની મદદની જરૂર છે, એનો અહેવાલ યહોવાના સાક્ષીઓની સ્થાનિક શાખા કચેરીને મોકલે છે.
નજીકના મંડળોથી મદદ પૂરી પાડવાનું કાર્ય પહોંચી વળાય એમ ન હોય ત્યારે, યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પણ દુકાળ દરમિયાન એકબીજાની આ રીતે સંભાળ રાખી હતી. (૧ કોરીંથીઓ ૧૬:૧-૪) સ્થાનિક શાખા કચેરી રાહત સમિતિની ગોઠવણ કરે છે, જે રાહતકાર્ય માટે માર્ગદર્શન આપે છે અને એનું ધ્યાન રાખે છે. બીજા વિસ્તારના સાક્ષીઓ સ્વૈચ્છિક રીતે સમય અને શક્તિ વાપરીને મદદ કરવા આવે છે.—નીતિવચનો ૧૭:૧૭.
ફંડ
અનેક રીતો છે. એક રીત છે, યહોવાના સાક્ષીઓની શાખા કચેરીઓને મોકલવામાં આવતા દાનનો ઉપયોગ આપત્તિનો ભોગ બનેલાઓ માટે કરવામાં આવે છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૧:૨૭-૩૦; ૨ કોરીંથીઓ ૮:૧૩-૧૫) બધું કામ-કાજ સ્વયંસેવકો કરે છે, એટલે દાનમાં મળેલા પૈસાનો ઉપયોગ રાહત કાર્યમાં બરાબર રીતે થઈ શકે છે. અમે ધ્યાન રાખીએ છીએ કે દાનનો ઉપયોગ યોગ્ય રીતે થાય.—૨ કોરીંથીઓ ૮:૨૦.