સ્કીપ ટુ કન્ટેન્ટ

શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે તેઓનો ધર્મ સાચો છે?

શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે તેઓનો ધર્મ સાચો છે?

જેઓ ધર્મને મહત્ત્વનો ગણે છે, તેઓએ વિચારવું જોઈએ કે શું તેઓનો ધર્મ ઈશ્વરને સ્વીકાર્ય છે. જો એમ ન હોય તો, શા માટે તેઓ એમાં માને છે?

ઈસુ ક્યારેય સહમત ન હતા કે ઘણા ધર્મ અને ઘણા માર્ગ છે, બધા એક જ જગ્યાએ એટલે કે તારણ તરફ લઈ જાય છે. તેમણે કહ્યું: “જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” (માથ્થી ૭:૧૪) યહોવાના સાક્ષીઓ માને છે કે તેઓને એ માર્ગ મળી ગયો છે. જો એમ ન હોત તો તેઓએ બીજા ધર્મમાં શોધ કરી હોત.