સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અંતઃકરણ

અંતઃકરણ

આપણે કેમ કહી શકીએ કે યહોવાએ બધાને અંતઃકરણ આપ્યું છે?

રોમ ૨:૧૪, ૧૫

આ પણ જુઓ: ૨કો ૪:૨, ફૂટનોટ

જો વ્યક્તિ ખોટું કામ કરતી રહે, તો તેના અંતઃકરણ પર કેવી અસર પડી શકે?

શું એવું માનવું યોગ્ય છે કે આપણે જે કરી રહ્યા છીએ એ જ સાચું છે?

યોહ ૧૬:૨, ૩; રોમ ૧૦:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૧૮:૧-૩; ૧૯:૧, ૨—યહોશાફાટ રાજાને લાગે છે કે દુષ્ટ રાજા આહાબને મદદ કરીને તે બરાબર કરી રહ્યા છે, પણ યહોવા તેમને ઠપકો આપે છે

    • પ્રેકા ૨૨:૧૯, ૨૦; ૨૬:૯-૧૧—પ્રેરિત પાઉલને એક સમયે લાગતું હતું કે ઈસુના શિષ્યોની સતાવણી કરવામાં અને તેઓને મારી નાખવામાં કંઈ ખોટું નથી

આપણે કઈ રીતે અંતઃકરણને કેળવી શકીએ?

૨તિ ૩:૧૬, ૧૭; હિબ્રૂ ૫:૧૪

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨૪:૨-૭—દાઉદ પોતાના અંતઃકરણનું સાંભળે છે અને યહોવાએ અભિષિક્ત કરેલા રાજા શાઉલ વિરુદ્ધ હાથ નથી ઉઠાવતા

આપણે પાપી હોવા છતાં કઈ રીતે યહોવા આગળ શુદ્ધ અંતઃકરણ રાખી શકીએ?

એફે ૧:૭; હિબ્રૂ ૯:૧૪; ૧પિ ૩:૨૧; ૧યો ૧:૭, ૯; ૨:૧, ૨

આ પણ જુઓ: પ્રક ૧:૫

  • એને લગતા અહેવાલ:

    • યશા ૬:૧-૮—યહોવા યશાયા પ્રબોધકને ભરોસો અપાવે છે કે તેમનાં પાપ માફ કરવામાં આવ્યાં છે

    • પ્રક ૭:૯-૧૪—ઈસુ ખ્રિસ્તના બલિદાનને લીધે મોટા ટોળાના લોકો સાફ અંતઃકરણ રાખીને યહોવાની ભક્તિ કરી શકે છે

બાઇબલથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે ચાલવું કેમ મહત્ત્વનું છે?

પ્રેકા ૨૪:૧૫, ૧૬; ૧તિ ૧:૫, ૬, ૧૯; ૧પિ ૩:૧૬

આ પણ જુઓ: રોમ ૧૩:૫

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨:૨૫; ૩:૬-૧૩—આદમ અને હવા પોતાનાં અંતઃકરણનું સાંભળતા નથી. ઈશ્વરનું ન માનવાને લીધે તેઓનું માથું શરમથી ઝૂકી જાય છે

    • નહે ૫:૧-૧૩—રાજ્યપાલ નહેમ્યાના દિવસોમાં અમુક લોકો ઈશ્વરના નિયમો પાળતા ન હતા અને પોતાના ભાઈઓ પાસેથી ભારે વ્યાજ લેતા હતા, એટલે નહેમ્યા તેઓનું અંતઃકરણ ઢંઢોળે છે

કોઈ નિર્ણય લેતા પહેલાં આપણે કેમ બીજાઓનાં અંતઃકરણનો પણ વિચાર કરવો જોઈએ?

આપણે કેવું અંતઃકરણ રાખવાની પૂરી કોશિશ કરવી જોઈએ?