સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ

અભ્યાસ

ઈશ્વરભક્તોએ કેમ બાઇબલનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ?

ગી ૧:૧-૩; ની ૧૮:૧૫; ૧તિ ૪:૬; ૨તિ ૨:૧૫

આ પણ જુઓ: પ્રેકા ૧૭:૧૧

  • એને લગતા અહેવાલ:

    • ગી ૧૧૯:૯૭-૧૦૧—ગીતના લેખક જણાવે છે કે તેમને ઈશ્વરના નિયમો પર પ્રેમ છે અને એ પાળવાથી તેમનું જીવન સુધર્યું છે

    • દા ૯:૧-૩, ફૂટનોટ—પવિત્ર પુસ્તકોના અભ્યાસથી દાનિયેલ પ્રબોધક સમજી જાય છે કે બહુ જલદી ઇઝરાયેલીઓ બાબેલોનની ૭૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થશે

આપણે કેમ બાઇબલમાંથી જ્ઞાન લેતા રહેવું જોઈએ?

હિબ્રૂ ૬:૧-૩; ૨પિ ૩:૧૮

  • એને લગતા અહેવાલ:

    • ની ૪:૧૮—જેમ સવારનો પ્રકાશ ધીરે ધીરે વધે છે, તેમ વફાદાર ઈશ્વરભક્તોને યહોવા બાઇબલની સમજણ આપતા રહે છે

    • માથ ૨૪:૪૫-૪૭—ઈસુ ભવિષ્યવાણી કરે છે કે તે ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ નીમશે, જે છેલ્લા દિવસોમાં ઈશ્વરભક્તોને યહોવાની નજીક રહેવા મદદ કરશે

માણસોએ લખેલાં પુસ્તકો કરતાં બાઇબલમાં લખેલી બુદ્ધિની વાતો કેમ વધારે ચઢિયાતી છે?

બાઇબલનો દિલથી અભ્યાસ કરનારાઓને યહોવા કયું વચન આપે છે?

બાઇબલનો અભ્યાસ કરતા પહેલાં પ્રાર્થનામાં શું માંગવું જોઈએ?

‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ બહાર પાડેલાં સાહિત્ય અને વીડિયોનો કેમ પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ?

આપણે કેમ બાઇબલનું સાચું જ્ઞાન લેવું જોઈએ અને એમાં વધારે ઊંડા ઊતરવું જોઈએ?

બુદ્ધિ અને સમજણ મેળવવી કેટલી જરૂરી છે?

આપણે કેમ ધીરે ધીરે અને ધ્યાનથી બાઇબલ વાંચવું જોઈએ તેમજ એના પર મનન કરવું જોઈએ?

બાઇબલમાંથી શીખેલી વાતો જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ, એ વિશે કેમ વિચારવું જોઈએ?

બાઇબલમાંથી શીખેલી વાતો બીજાઓને કઈ રીતે જણાવી શકીએ, એ વિશે કેમ વિચારવું જોઈએ?

મહત્ત્વના શિક્ષણનો અવાર-નવાર અભ્યાસ કરવાથી કેવા ફાયદા થઈ શકે?

૨પિ ૧:૧૩; ૩:૧, ૨

  • એને લગતા અહેવાલ:

    • પુન ૬:૬, ૭; ૧૧:૧૮-૨૦—યહોવા ઇઝરાયેલીઓને આજ્ઞા આપે છે કે તક મળે ત્યારે તેઓ પોતાનાં બાળકોને યહોવાની આજ્ઞાઓ શીખવતા રહે

કુટુંબના બધા સભ્યો ભેગા મળીને બાઇબલની વાતો પર ચર્ચા કરે છે ત્યારે કેવા ફાયદા થાય છે?

એફે ૬:૪

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૧૮:૧૭-૧૯—યહોવા ચાહે છે કે ઇબ્રાહિમ પોતાનાં બાળકો અને કુટુંબને યહોવાની આજ્ઞા પાળવાનું અને સાચા માર્ગે ચાલવાનું શીખવે

    • ગી ૭૮:૫-૭—ઇઝરાયેલીઓએ પોતાનાં બાળકોને યહોવા વિશે શીખવવાનું હતું, જેથી આવનાર પેઢી યહોવા પર ભરોસો મૂકી શકે

સભાઓમાં ભાઈ-બહેનો સાથે મળીને શીખવાથી શું ફાયદો થાય છે?