આપણી સાથે ખરાબ વર્તન
કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્તે ત્યારે કેવું લાગી શકે?
ગી ૬૯:૨૦; ની ૧૮:૧૪; સભા ૪:૧-૩; માલ ૨:૧૩-૧૬; કોલ ૩:૨૧
-
એને લગતા અહેવાલ:
-
૨શ ૧૦:૧-૫—દુશ્મનો દાઉદ રાજાના અમુક સૈનિકોનું ઘોર અપમાન કરે છે. પણ દાઉદ એ સૈનિકોની ખાસ કાળજી રાખે છે
-
૨શ ૧૩:૬-૧૯—આમ્નોન તામાર પર બળાત્કાર કરે છે અને તેનું વધારે અપમાન કરે છે. એ પછી તામાર ખૂબ રડે છે અને પોતાનો ઝભ્ભો ફાડે છે
-
કઈ રીતે ખબર પડે છે કે કોઈની સાથે કંઈક ખરાબ થાય છે ત્યારે યહોવા એ વિશે બધું જાણે છે? તે એ વિશે શું કરશે?
અયૂ ૩૪:૨૧, ૨૨; ગી ૩૭:૮, ૯; યશા ૨૯:૧૫, ૧૯-૨૧; રોમ ૧૨:૧૭-૨૧
આ પણ જુઓ: ગી ૬૩:૬, ૭
-
એને લગતા અહેવાલ:
-
૧શ ૨૫:૩, ૧૪-૧૭, ૨૧, ૩૨-૩૮—નાબાલ દાઉદનું અપમાન કરે છે અને પોતાના ઘરના બધા લોકોનું જીવન જોખમમાં મૂકે છે. એટલે યહોવા તેને સજા કરે છે અને મારી નાખે છે
-
યર્મિ ૨૦:૧-૬, ૯, ૧૧-૧૩—પાશહૂર યાજક યર્મિયા પ્રબોધકને માર મારે છે અને તેમને હેડમાં નાખે છે, જેના લીધે યર્મિયા હિંમત હારી જાય છે. પણ યહોવા યર્મિયાને ઉત્તેજન આપે છે અને તેમને બચાવે છે
-