ઈશ્વરને પ્રમાણિક રહેવું
પૂરા દિલથી ભક્તિ
ઈશ્વરને પ્રમાણિક રહેવું એટલે શું?
ગી ૧૮:૨૩-૨૫; ૨૬:૧, ૨; ૧૦૧:૨-૭; ૧૧૯:૧-૩, ૮૦
એને લગતા અહેવાલ:
લેવી ૨૨:૧૭-૨૨—યહોવાએ ઇઝરાયેલીઓને નિયમ આપ્યો હતો કે તેઓ ‘ખોડખાંપણ વગરનાં’ પ્રાણીઓનું બલિદાન ચઢાવે. આ કલમોમાં “ખોડખાંપણ વગરનું” માટે જે હિબ્રૂ શબ્દ વપરાયો છે, એ “પ્રમાણિક” માટે વપરાતા હિબ્રૂ શબ્દ સાથે મળતો આવે છે. એનાથી ખ્યાલ આવે છે કે યહોવાની નજરે પ્રમાણિક અથવા નિર્દોષ રહેવાનો અર્થ થાય કે આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ
અયૂ ૧:૧, ૪, ૫, ૮; ૨:૩—અયૂબ પોતાના જીવનથી બતાવી આપે છે કે ઈશ્વરને પ્રમાણિક રહેવા જરૂરી છે કે એક વ્યક્તિ યહોવાનો આદર કરે, પૂરા દિલથી તેમની ભક્તિ કરે અને યહોવાને પસંદ નથી એવાં કામોથી દૂર રહે
આપણે કેમ યહોવાને પ્રમાણિક રહેવું જોઈએ?
આપણને કઈ વાતથી ઈશ્વરને પ્રમાણિક રહેવા ઉત્તેજન મળે છે?
ઈશ્વરભક્તિમાં પ્રમાણિક બનવા અને કાયમ પ્રમાણિક રહેવા શું કરવું જોઈએ?
આ પણ જુઓ: પુન ૫:૨૯; યશા ૪૮:૧૭, ૧૮
એને લગતા અહેવાલ:
અયૂ ૩૧:૧-૧૧, ૧૬-૩૩—અયૂબ રોજબરોજનાં કામોથી બતાવી આપે છે કે તે યહોવાને પ્રમાણિક છે. જેમ કે, તે કોઈ સ્ત્રીને ખરાબ નજરે જોતા નથી, બીજાઓ સાથે સારી રીતે વર્તે છે, ફક્ત યહોવાની જ ભક્તિ કરે છે અને ધનદોલત કરતાં યહોવા સાથેના સંબંધને વધારે કીમતી ગણે છે
દા ૧:૬-૨૧—દાનિયેલ અને તેમના ત્રણ દોસ્તો એવા લોકો વચ્ચે રહે છે, જેઓ યહોવાની ભક્તિ કરતા નથી. તોપણ તેઓ બધી બાબતોમાં યહોવાની આજ્ઞા પાળે છે, અરે ખાવા-પીવાની બાબતમાં પણ
જો કોઈ વ્યક્તિ વારંવાર મોટી ભૂલો કરતી રહે, તો શું તે ફરીથી યહોવાની નજરે પ્રમાણિક બની શકે?
એને લગતા અહેવાલ:
૧રા ૯:૨-૫; ગી ૭૮:૭૦-૭૨—દાઉદ રાજા પસ્તાવો કરે છે અને યહોવા તેમને માફ કરે છે. એટલે યહોવાની નજરે દાઉદ જાણે આખી જિંદગી પ્રમાણિક રીતે જીવ્યા
યશા ૧:૧૧-૧૮—યહોવા પોતાના લોકોને જણાવે છે કે તેઓએ મોટાં મોટાં પાપ કર્યાં છે. તોપણ તે વચન આપે છે કે જો તેઓ પસ્તાવો કરશે અને ખરાબ કામો છોડી દેશે, તો તે તેઓને માફ કરવા તૈયાર છે