સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ ખ્રિસ્ત

ઈસુ ખ્રિસ્ત

યહોવાનો હેતુ પૂરો કરવામાં ઈસુ કઈ ખાસ ભૂમિકા ભજવે છે?

પ્રેકા ૪:૧૨; ૧૦:૪૩; ૨કો ૧:૨૦; ફિલિ ૨:૯, ૧૦

આ પણ જુઓ: ની ૮:૨૨, ૨૩, ૩૦, ૩૧; યોહ ૧:૧૦; પ્રક ૩:૧૪

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૬:૧૩-૧૭—પ્રેરિત પિતર ઈસુ વિશે કહે છે કે તે ખ્રિસ્ત અને ઈશ્વરના દીકરા છે

    • માથ ૧૭:૧-૯—ત્રણ પ્રેરિતો એક દર્શનમાં જુએ છે કે ભાવિમાં ઈસુને કેવો મહિમા મળશે. તેઓ યહોવાને એવું કહેતા પણ સાંભળે છે કે ઈસુ તેમના દીકરા છે

ઈસુ બધા માણસો કરતાં કઈ રીતે અલગ હતા?

યોહ ૮:૫૮; ૧૪:૯, ૧૦; કોલ ૧:૧૫-૧૭; ૧પિ ૨:૨૨

  • એને લગતા અહેવાલ:

    • માથ ૨૧:૧-૯—ઈસુ એક ગધેડા પર બેસીને યરૂશાલેમ આવે છે ત્યારે મસીહ વિશેની ભવિષ્યવાણી પૂરી થાય છે. એ મસીહને યહોવાએ પોતાના રાજ્યના રાજા તરીકે પસંદ કર્યા છે

    • હિબ્રૂ ૭:૨૬-૨૮—પ્રેરિત પાઉલ સમજાવે છે કે મહાન પ્રમુખ યાજક ઈસુ કઈ રીતે બીજા બધા પ્રમુખ યાજકો કરતાં અલગ છે

ઈસુના ચમત્કારોથી આપણને ઈસુ અને તેમના પિતા વિશે શું શીખવા મળે છે?

યોહ ૩:૧, ૨; ૫:૩૬

  • એને લગતા અહેવાલ:

    • માથ ૪:૨૩, ૨૪—ઈસુ બતાવે છે કે તે દુષ્ટ દૂતો કરતાં વધારે શક્તિશાળી છે અને તે દરેક પ્રકારની બીમારી મટાડી શકે છે

    • માથ ૧૪:૧૫-૨૧—ઈસુ ચમત્કાર કરીને પાંચ રોટલી અને બે માછલીથી હજારો ભૂખ્યા લોકોને જમાડે છે

    • માથ ૧૭:૨૪-૨૭—ઈસુ ચમત્કાર કરે છે જેથી પિતર પાસે મંદિરનો કર ભરવાના પૈસા હોય અને કોઈને આંગળી ચીંધવાનો મોકો ન મળે

    • માર્ક ૧:૪૦, ૪૧—ઈસુને એક રક્તપિત્ત થયેલા માણસ પર દયા આવે છે અને તેને સાજો કરે છે. એ બતાવે છે કે તે બીમારોને સાજા કરવા માંગે છે

    • માર્ક ૪:૩૬-૪૧—ઈસુ તોફાનને શાંત પાડે છે અને બતાવી આપે છે કે યહોવાએ તેમને કુદરતી પરિબળો પર અધિકાર આપ્યો છે

    • યોહ ૧૧:૧૧-૧૫, ૩૧-૪૫—વહાલો મિત્ર લાજરસ ગુજરી જાય છે ત્યારે ઈસુ રડે છે અને પછી તેને જીવતો કરે છે. એ બતાવે છે કે તે મરણને અને મરણથી આવતા દુઃખને નફરત કરે છે

ઈસુનો મુખ્ય સંદેશો કયો હતો?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કયા અમુક ખાસ ગુણો બતાવ્યા હતા, તેમનો સ્વભાવ કેવો હતો?

આજ્ઞા પાળનાર—લૂક ૨:૪૦, ૫૧, ૫૨; હિબ્રૂ ૫:૮

કરુણા બતાવનાર; દયાળુ—માર્ક ૫:૨૫-૩૪; લૂક ૭:૧૧-૧૫

નમ્ર—માથ ૧૧:૨૯; ૨૦:૨૮; યોહ ૧૩:૧-૫; ફિલિ ૨:૭, ૮

પ્રેમાળ—યોહ ૧૩:૧; ૧૪:૩૧; ૧૫:૧૩; ૧યો ૩:૧૬

બુદ્ધિશાળી—માથ ૧૨:૪૨; ૧૩:૫૪; કોલ ૨:૩

મળતાવડા—માથ ૧૩:૨; માર્ક ૧૦:૧૩-૧૬; લૂક ૭:૩૬-૫૦

હિંમતવાન—માથ ૪:૨-૧૧; યોહ ૨:૧૩-૧૭; ૧૮:૧-૬

ઈસુએ કેમ પોતાનું જીવન આપ્યું? એનાથી આપણને કેવો ફાયદો થાય છે?

ઈસુ સ્વર્ગમાં રાજા તરીકે રાજ કરી રહ્યા છે, એ જાણીને કેમ ખુશ થવું જોઈએ?

ગી ૭૨:૧૨-૧૪; દા ૨:૪૪; ૭:૧૩, ૧૪; પ્રક ૧૨:૯, ૧૦

  • એને લગતા અહેવાલ:

    • ગી ૪૫:૨-૭, ૧૬, ૧૭—આ ગીતથી ખબર પડે છે કે યહોવાના પસંદ કરેલા રાજા બધા દુશ્મનોને હરાવી દેશે અને સત્ય, નમ્રતા અને ન્યાયથી રાજ કરશે

    • યશા ૧૧:૧-૧૦—ઈસુ રાજ કરશે ત્યારે પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે અને ચારે બાજુ શાંતિ હશે

ઈસુ જલદી જ શું કરશે?