સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉત્તેજન

ઉત્તેજન

ઈશ્વરભક્તો એકબીજાને ઉત્તેજન આપતા રહે એ કેમ મહત્ત્વનું છે?

યશા ૩૫:૩, ૪; કોલ ૩:૧૬; ૧થે ૫:૧૧; હિબ્રૂ ૩:૧૩

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૩૨:૨-૮—દુશ્મનો યરૂશાલેમ પર હુમલો કરવા આવે છે, એ સમયે હિઝકિયા રાજા લોકોને ઉત્તેજન આપે છે અને હિંમત વધારે છે

    • દા ૧૦:૨, ૮-૧૧, ૧૮, ૧૯—વૃદ્ધ દાનિયેલ ખૂબ કમજોર થઈ ગયા છે. એક દૂત તેમને ઉત્તેજન અને બળ આપે છે

યહોવા કેમ ચાહે છે કે વડીલો બીજાઓને ઉત્તેજન આપે?

યશા ૩૨:૧, ૨; ૧પિ ૫:૧-૩

આ પણ જુઓ: માથ ૧૧:૨૮-૩૦

  • એને લગતા અહેવાલ:

    • પુન ૩:૨૮; ૩૧:૭, ૮—યહોવાના કહેવા પ્રમાણે મૂસા યહોશુઆને ઉત્તેજન આપે છે અને તેમની હિંમત વધારે છે. કેમ કે યહોશુઆ આગળ જતાં ઇઝરાયેલીઓની આગેવાની લેવાના છે

    • પ્રેકા ૧૧:૨૨-૨૬; ૧૪:૨૨—ખ્રિસ્તીઓની સતાવણી થાય છે ત્યારે, પાઉલ અને બાર્નાબાસ અંત્યોખનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે

બીજાઓને ઉત્તેજન આપવા તેઓના વખાણ કરવા કેમ જરૂરી છે?

ની ૩૧:૨૮, ૨૯; ૧કો ૧૧:૨

  • એને લગતા અહેવાલ:

    • ન્યા ૧૧:૩૭-૪૦, ફૂટનોટ—યિફતાની દીકરી મંડપમાં સેવા આપવા ઘણા ત્યાગ કરે છે. એટલે દર વર્ષે ઇઝરાયેલી સ્ત્રીઓ તેને શાબાશી આપવા જાય છે

    • પ્રક ૨:૧-૪—ઈસુ એફેસસનાં ભાઈ-બહેનોને સુધારતા પહેલાં તેઓનાં સારાં કામોના વખાણ કરે છે

આપણે કઈ રીતે ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકીએ?

ની ૧૫:૨૩; એફે ૪:૨૯; ફિલિ ૧:૧૩, ૧૪; કોલ ૪:૬; ૧થે ૫:૧૪

આ પણ જુઓ: ૨કો ૭:૧૩, ૧૫, ૧૬

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨૩:૧૬-૧૮—યોનાથાનને ખબર છે કે તેમનો દોસ્ત દાઉદ દુઃખી છે. એટલે તે દાઉદને શોધી કાઢે છે અને ઉત્તેજન આપે છે

    • યોહ ૧૬:૩૩—ઈસુ પોતાના દાખલાથી શિષ્યોને ઉત્તેજન આપે છે અને ખાતરી આપે છે કે તેઓ પણ દુનિયા પર જીત મેળવી શકે છે

    • પ્રેકા ૨૮:૧૪-૧૬—પાઉલ પોતાના મુકદ્દમા માટે રોમ જઈ રહ્યા છે. એ સમયે અમુક ભાઈઓ મુસાફરી કરીને તેમને ઉત્તેજન આપવા આવે છે. એ જોઈને પાઉલને બહુ હિંમત મળે છે

આપણે કેમ કચકચ કે દુઃખ પહોંચાડતી વાતો ન કરવી જોઈએ?

ફિલિ ૨:૧૪-૧૬; યહૂ ૧૬-૧૯

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૧૧:૧૦-૧૫—લોકો મૂસાની વાત માનતા નથી અને તેમની વિરુદ્ધ કચકચ કરે છે. એના લીધે તેમની હિંમત સાવ તૂટી જાય છે

    • ગણ ૧૩:૩૧, ૩૨; ૧૪:૨-૬—દસ જાસૂસોની નિરાશ કરતી વાતોથી લોકોની હિંમત તૂટી જાય છે અને તેઓ બળવો કરે છે

ભાઈ-બહેનો સાથે સમય વિતાવીએ છીએ અને ભેગા મળીને ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે?

ની ૨૭:૧૭; રોમ ૧:૧૧, ૧૨; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫; ૧૨:૧૨

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૨૦:૧-૧૯—દુશ્મનોની મોટી સેના યહૂદા સામે લડવા આવે છે ત્યારે, યહોશાફાટ રાજા લોકોને ભેગા કરે છે અને પ્રાર્થના કરે છે

    • પ્રેકા ૧૨:૧-૫, ૧૨-૧૭—પ્રેરિત યાકૂબને મારી નાખવામાં આવ્યા છે અને પ્રેરિત પિતર કેદમાં છે. એ સમયે યરૂશાલેમ મંડળનાં ભાઈ-બહેનો ભેગાં મળીને પ્રાર્થના કરે છે

સારી વાતો પર મન લગાડવાથી અને આપણી આશા પર વિચાર કરવાથી કઈ રીતે મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવા મદદ મળે છે?

પ્રેકા ૫:૪૦, ૪૧; રોમ ૮:૩૫-૩૯; ૧કો ૪:૧૧-૧૩; ૨કો ૪:૧૬-૧૮; ૧પિ ૧:૬, ૭

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૯:૧૯-૨૩; ૪૦:૧-૮—યૂસફ પર ખોટો આરોપ મૂકવામાં આવે છે અને તેમને કેદખાનામાં નાખી દેવામાં આવે છે. તોપણ તે યહોવાને વફાદાર રહે છે અને બીજાઓને મદદ કરે છે

    • ૨રા ૬:૧૫-૧૭—એક મોટી સેના એલિશાને ઘેરી લે છે તોપણ તે ડરતા નથી. તે પોતાના સેવક માટે પ્રાર્થના કરે છે, જેથી તેને પણ હિંમત મળે

બાઇબલમાંથી ઉત્તેજન

યહોવા આપણને કઈ ખાતરી આપે છે?

યહોવાની ધીરજ અને દયા પર વિચાર કરવાથી કેમ ઉત્તેજન અને દિલાસો મળે છે?

લાચાર અને કમજોર લોકોને યહોવા કઈ રીતે મદદ કરે છે?

ગી ૪૬:૧; યશા ૧૨:૨; ૪૦:૨૯-૩૧; ફિલિ ૪:૧૩

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧:૧૦, ૧૧, ૧૭, ૧૮—હાન્‍ના ખૂબ પરેશાન હતી, દુઃખી હતી. તે યહોવાને પ્રાર્થના કરે છે અને તેને મનની શાંતિ મળે છે

    • ૧રા ૧૯:૧-૧૯—એલિયા પ્રબોધક હિંમત હારી ગયા છે. પણ યહોવા તેમને ખોરાક-પાણી પૂરાં પાડે છે. તે એલિયાને સારી વાતો પર મન લગાડવા મદદ કરે છે અને આ રીતે ઉત્તેજન આપે છે

બાઇબલમાં આપેલી ભાવિની આશાથી આપણને કેમ ઉત્તેજન મળે છે?

૨કા ૧૫:૭; ગી ૨૭:૧૩, ૧૪; હિબ્રૂ ૬:૧૭-૧૯; ૧૨:૨

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૧૪:૧, ૨, ૭-૯, ૧૩-૧૫—અયૂબ નિરાશાનાં કાળાં વાદળોથી ઘેરાઈ ગયા છે. પણ ગુજરી ગયેલાઓ જીવતા થશે એ આશાથી તેમને હિંમત મળે છે

    • દા ૧૨:૧૩—દાનિયેલ પ્રબોધક આશરે ૧૦૦ વર્ષના છે. એક દૂત ભાવિના ઇનામ વિશે જણાવીને તેમને ઉત્તેજન આપે છે

યહોવાને પ્રાર્થના કરવાથી અને તેમના વિશે મનન કરવાથી આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે?

ગી ૧૮:૬; ૫૬:૪, ૧૧; હિબ્રૂ ૧૩:૬

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૩૦:૧-૯—દાઉદ રાજા અઘરા સંજોગોમાં યહોવાને પ્રાર્થના કરે છે અને તેમને હિંમત મળે છે

    • લૂક ૨૨:૩૯-૪૩—જીવનની સૌથી મુશ્કેલ ઘડીમાં ઈસુ કરગરીને પ્રાર્થના કરે છે. યહોવા એક દૂત મોકલીને તેમને ઉત્તેજન આપે છે

સારા અહેવાલો સાંભળવાથી અને બીજાઓને એ જણાવવાથી કઈ રીતે બધાને ઉત્તેજન મળે છે?

ની ૧૫:૩૦; ૨૫:૨૫; યશા ૫૨:૭

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૫:૨-૪—પાઉલ અને બાર્નાબાસ જે મંડળોમાં જાય છે ત્યાં સારો અહેવાલ આપે છે, એનાથી ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળે છે

    • ૩યો ૧-૪—વૃદ્ધ યોહાનને એ સાંભળીને ઘણું ઉત્તેજન મળે છે કે તેમણે જે લોકોને ખુશખબર જણાવી હતી, તેઓ હજી પણ વફાદારીથી સત્યના માર્ગે ચાલી રહ્યા છે