કામ; નોકરી
કામ અને ખુશી કઈ રીતે એકબીજા સાથે જોડાયેલાં છે?
કોઈ કામ શીખવાથી અને એમાં કુશળ બનવાથી કેવા ફાયદા થાય છે?
-
એને લગતા અહેવાલ:
-
૧શ ૧૬:૧૬-૨૩—યુવાન દાઉદ વાજિંત્ર વગાડવામાં કુશળ છે. જ્યારે શાઉલ રાજા હેરાન-પરેશાન થાય છે, ત્યારે દાઉદનું સંગીત સાંભળીને તેમનું મન શાંત પડે છે
-
૨કા ૨:૧૩, ૧૪—હીરામ-અબી કુશળ કારીગર છે, એટલે સુલેમાન રાજા મંદિર બનાવે છે ત્યારે એમાં મદદ કરી શકે છે
-
યહોવાના સેવકોએ કેમ મહેનતુ હોવું જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
ઉત ૨૪:૧૦-૨૧—રિબકા ખૂબ મહેનતુ છે અને બીજાઓને મદદ કરવા તૈયાર રહે છે. ઇબ્રાહિમના સેવક મદદ માંગે એ પહેલાં તે તેમના માટે ઘણું કરે છે
-
ફિલિ ૨:૧૯-૨૩—તિમોથી નમ્ર અને મહેનતુ છે, એટલે પાઉલ તેમને મોટી જવાબદારી સોંપે છે
-
આપણે કેમ આળસુ ન બનવું જોઈએ?
ની ૧૩:૪; ૧૮:૯; ૨૧:૨૫, ૨૬; સભા ૧૦:૧૮
-
એને લગતા અહેવાલ:
-
ની ૬:૬-૧૧—સુલેમાન રાજા કીડીનો દાખલો આપીને શીખવે છે કે આપણે સખત મહેનત કરવી જોઈએ અને આળસુ ન બનવું જોઈએ
-
પોતાની જરૂરિયાતો પૂરી કરવા કેમ મહેનત કરવી જોઈએ?
કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા કેમ મહેનત કરવી જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
રૂથ ૧:૧૬, ૧૭; ૨:૨, ૩, ૬, ૭, ૧૭, ૧૮—યુવાન વિધવા રૂથ પોતાની સાસુ નાઓમીની સંભાળ રાખવા ખૂબ મહેનત કરે છે
-
માથ ૧૫:૪-૯—ઈશ્વરની ભક્તિ કરવાનું બહાનું બનાવીને કુટુંબની સંભાળ રાખતા નથી એવા લોકોને ઈસુ ઠપકો આપે છે
-
ખ્રિસ્તીઓએ કેમ પોતાની કમાણીમાંથી બીજાઓને મદદ કરવા તૈયાર રહેવું જોઈએ?
પૈસા કમાવા વિશે આપણા વિચારો કેવા હોવા જોઈએ?
આપણે કેમ ખાતરી રાખી શકીએ કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા મહેનત કરીશું તો યહોવા ચોક્કસ મદદ કરશે?
માથ ૬:૨૫, ૩૦-૩૨; લૂક ૧૧:૨, ૩; ૨કો ૯:૧૦
-
એને લગતા અહેવાલ:
-
ઉત ૩૧:૩-૧૩—યાકૂબ લાબાનને ત્યાં કામ કરતા હોય છે ત્યારે, લાબાન તેમને છેતરે છે. પણ યહોવા યાકૂબની મહેનત પર આશીર્વાદ આપે છે
-
ઉત ૩૯:૧-૬, ૨૦-૨૩—યૂસફ પોટીફારના ઘરે ગુલામ હોય છે ત્યારે અને કેદમાં હોય છે ત્યારે, યહોવા તેમના કામ પર આશીર્વાદ આપે છે
-
યહોવાની ભક્તિને બદલે નોકરી કે કામ વધારે મહત્ત્વનું ન બની જાય એનું કેમ ધ્યાન રાખવું જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
લૂક ૧૨:૧૫-૨૧—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે એવું વિચારવું મૂર્ખતા છે કે યહોવાની ભક્તિ કરતાં પૈસા કમાવા વધારે મહત્ત્વનું છે
-
૧તિ ૬:૧૭-૧૯—પાઉલ અમુક ધનવાન ખ્રિસ્તીઓને ચેતવણી આપે છે કે તેઓ ઘમંડી ન બને, પણ ઉત્તેજન આપે છે કે તેઓ “સારાં કામો કરતા થાકે નહિ”
-
નોકરી કે કામ પસંદ કરતી વખતે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?
-
નિર્ગ ૨૦:૪; પ્રેકા ૧૫:૨૯; એફે ૪:૨૮; પ્રક ૨૧:૮—શું મારે એવું કોઈ કામ કરવું પડશે જેને યહોવા ધિક્કારે છે?
-
નિર્ગ ૨૧:૨૨-૨૪; યશા ૨:૪; ૧કો ૬:૯, ૧૦; ૨કો ૭:૧—શું એ નોકરી કે કામ ઈશ્વરને નારાજ કરે એવી બાબતને ટેકો આપે છે? શું એનાથી બીજાઓને ખોટું કરવાનું ઉત્તેજન મળશે? જો એ નોકરી કે કામ સ્વીકારીશ તો શું હું ઈશ્વરની નજરમાં નિર્દોષ રહી શકીશ?
-
રોમ ૧૩:૧-૭; તિત ૩:૧, ૨—શું એ કામથી દેશનો કાયદો તૂટે છે?
-
૨કો ૬:૧૪-૧૬; પ્રક ૧૮:૨, ૪—શું એ નોકરી કે કામ જૂઠા ધર્મોને ટેકો આપે છે?
યહોવા માટે કામ કરવું
ખ્રિસ્તીઓ માટે સૌથી મહત્ત્વનું કામ કયું છે?
આપણે કેમ પૂરા તન-મનથી યહોવાની સેવા કરવા માંગીએ છીએ?
લૂક ૧૩:૨૪; રોમ ૧૨:૧૧; ૧કો ૧૫:૫૮; હિબ્રૂ ૬:૧૦-૧૨
આ પણ જુઓ: ૧તિ ૩:૧
એક ઈશ્વરભક્ત કેટલું કરી શકે છે એની સરખામણી કેમ બીજા સાથે ન કરવી જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
માથ ૨૫:૧૪, ૧૫—ઈસુ દાખલો આપીને સમજાવે છે કે તે પોતાના બધા શિષ્યો પાસેથી એક જેવી અપેક્ષા રાખતા નથી
-
લૂક ૨૧:૨-૪—ઈસુ જણાવે છે કે ગરીબ વિધવાનું નજીવું દાન ખૂબ કીમતી છે
-
યહોવાની સેવામાં કોઈ કામ મળે ત્યારે એ કામ કરવાની તાકાત કોણ આપે છે?
૨કો ૪:૭; એફે ૩:૨૦, ૨૧; ફિલિ ૪:૧૩
-
એને લગતા અહેવાલ:
-
૨તિ ૪:૧૭—પ્રેરિત પાઉલ જણાવે છે કે જ્યારે પણ તેમને તાકાતની જરૂર હતી, ત્યારે તેમને તાકાત મળી છે
-
પૂરા દિલથી યહોવાની સેવા કરવાથી કેમ ખુશી મળે છે?
આ પણ જુઓ: માથ ૨૫:૨૩