સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોમળતા

કોમળતા

આપણે કઈ રીતે જાણીએ છીએ કે યહોવા કોમળ સ્વભાવના છે?

માથ ૧૧:૨૮, ૨૯; યોહ ૧૪:૯

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૯:૧૨—એલિયા પ્રબોધક ખૂબ ડરી જાય છે ત્યારે, યહોવા ‘ધીમા કોમળ’ અવાજે તેમની સાથે વાત કરે છે

    • યૂના ૩:૧૦–૪:૧૧—યૂના પ્રબોધક યહોવા સાથે ગુસ્સાથી વાત કરે છે, પણ યહોવા શાંત રહે છે અને પ્રેમથી તેમને દયાનું મહત્ત્વ શીખવે છે

આપણે કઈ રીતે કોમળતા બતાવી શકીએ?

ની ૧૫:૧, ફૂટનોટ; એફે ૪:૧-૩; તિત ૩:૨; યાકૂ ૩:૧૭; ૧પિ ૩:૧૫

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૧૧:૨૬-૨૯—જ્યારે યહોશુઆ મૂસાને પ્રબોધકો તરીકે વર્તતા બે માણસોને રોકવાનું કહે છે, ત્યારે મૂસા યહોશુઆને કોમળતાથી જવાબ આપે છે

    • ન્યા ૮:૧-૩—ન્યાયાધીશ ગિદિયોન નરમાશથી વાત કરે છે એટલે સંજોગો વધારે બગડતા નથી