સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખુશખબર જણાવવી

ખુશખબર જણાવવી

સાચા ખ્રિસ્તીઓ પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને કેમ જણાવે છે?

ઈસુ માટે ખુશખબર ફેલાવવી કેટલી મહત્ત્વની હતી?

લૂક ૮:૧; યોહ ૧૮:૩૭

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૪:૪૨-૪૪—ઈસુ જણાવે છે કે તેમને ખુશખબર જાહેર કરવા પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે

    • યોહ ૪:૩૧-૩૪—ઈસુ જણાવે છે કે ખુશખબર જાહેર કરવી તેમના માટે ખોરાક જેટલી મહત્ત્વની છે

શું પ્રચાર કરવાની જવાબદારી ફક્ત મંડળમાં આગેવાની લેતા ભાઈઓની જ છે?

ગી ૬૮:૧૧; ૧૪૮:૧૨, ૧૩; પ્રેકા ૨:૧૭, ૧૮

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૫:૧-૪, ૧૩, ૧૪, ૧૭—નાની ઇઝરાયેલી છોકરી નામાનની પત્નીને યહોવાના પ્રબોધક એલિયા વિશે જણાવે છે

    • માથ ૨૧:૧૫, ૧૬—મંદિરમાં છોકરાઓ ઈસુનો જયજયકાર કરે છે ત્યારે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેઓ પર ગુસ્સે ભરાય છે. પણ ઈસુ એ ધર્મગુરુઓના વિચારો સુધારે છે

વડીલો મંડળનાં ભાઈ-બહેનોને પ્રચાર કરવાનું કઈ રીતે શીખવી શકે?

યહોવા અને ઈસુ આપણને પ્રચારકામમાં કઈ રીતે મદદ કરે છે?

૨કો ૪:૭; ફિલિ ૪:૧૩; ૨તિ ૪:૧૭

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૬:૧૨, ૨૨-૨૪; ૧થે ૨:૧, ૨—પ્રેરિત પાઉલ અને તેમના સાથીઓની સતાવણી થાય છે, તોપણ તેઓ યહોવાની મદદથી હિંમતથી પ્રચાર કરતા રહે છે

    • ૨કો ૧૨:૭-૯—પાઉલને “શરીરમાં કાંટો” હતો એટલે કે કદાચ તેમને કોઈ બીમારી હતી, તોપણ તે યહોવાની તાકાતથી પ્રચાર કરતા રહે છે

આપણને કોની પાસેથી પ્રચાર કરવાનો અધિકાર મળ્યો છે?

૧કો ૧:૨૬-૨૮; ૨કો ૩:૫; ૪:૧૩

  • એને લગતા અહેવાલ:

    • યોહ ૭:૧૫—લોકોને નવાઈ લાગે છે કે ઈસુ રાબ્બીઓની શાળામાં ભણ્યા ન હોવા છતાં તેમની પાસે ઘણું જ્ઞાન છે

    • પ્રેકા ૪:૧૩—ઈસુના પ્રેરિતોને અભણ અને સામાન્ય માણસો ગણવામાં આવે છે, તોપણ તેઓ ડર્યા વગર ઉત્સાહથી પ્રચાર કરે છે

શા પરથી કહી શકીએ કે આપણે બીજાઓને પ્રચાર કરવાની અને શીખવવાની તાલીમ આપીએ, એવું યહોવા ચાહે છે?

માર્ક ૧:૧૭; લૂક ૮:૧; એફે ૪:૧૧, ૧૨

  • એને લગતા અહેવાલ:

    • યશા ૫૦:૪, ૫—ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં યહોવાએ પોતે તેમને તાલીમ આપી હતી

    • માથ ૧૦:૫-૭—ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શિષ્યોને પ્રચાર કરવાનું ધીરજથી શીખવે છે

ખુશખબર ફેલાવવાની જવાબદારીને આપણે કેવી ગણવી જોઈએ?

ખુશખબર જણાવીને આપણને કેવું લાગે છે?

આપણે શાના વિશે પ્રચાર કરીએ છીએ?

આપણે કેમ જૂઠા શિક્ષણને ખુલ્લું પાડીએ છીએ?

૨કો ૧૦:૪, ૫

  • એને લગતા અહેવાલ:

    • માર્ક ૧૨:૧૮-૨૭—ઈસુ સાદુકીઓને શાસ્ત્રમાંથી કારણો આપે છે કે મરણ પામેલા જીવતા ન થઈ શકે એવું માનવું ખોટું છે

    • પ્રેકા ૧૭:૧૬, ૧૭, ૨૯, ૩૦—પાઉલ એથેન્સના લોકોને કારણો આપીને સમજાવે છે કે મૂર્તિપૂજા કરવી ખોટું છે

આપણે કઈ અલગ અલગ રીતે પ્રચાર કરીએ છીએ?

આપણે કેમ જાહેર જગ્યાઓએ પ્રચાર કરીએ છીએ?

આપણે કેમ પ્રચાર કરતા રહેવું જોઈએ અને ધીરજ બતાવવી જોઈએ?

પ્રચાર કરવાથી કેવા ફાયદા થાય છે?

આપણે કેમ સંદેશો જણાવવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ?

૧કો ૯:૨૩; ૧તિ ૨:૪; ૧પિ ૩:૧૫

  • એને લગતા અહેવાલ:

    • યોહ ૪:૬, ૭, ૧૩, ૧૪—ઈસુ થાકેલા છે તોપણ કૂવા પાસે એક સમરૂની સ્ત્રીને ખુશખબર જણાવે છે

    • ફિલિ ૧:૧૨-૧૪—પાઉલ કેદમાં છે તોપણ તક મળે ત્યારે લોકોને સંદેશો જણાવે છે અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે

બધા જ આપણો સંદેશો સાંભળશે એવું વિચારવું શું યોગ્ય છે?

યોહ ૧૦:૨૫, ૨૬; ૧૫:૧૮-૨૦; પ્રેકા ૨૮:૨૩-૨૮

  • એને લગતા અહેવાલ:

    • યર્મિ ૭:૨૩-૨૬—યહોવા યર્મિયા દ્વારા જણાવે છે કે કઈ રીતે તેમના લોકોએ વારંવાર પ્રબોધકોની વાતને આંખ આડા કાન કર્યા

    • માથ ૧૩:૧૦-૧૬—ઈસુ સમજાવે છે કે યશાયાના દિવસોની જેમ ઘણા લોકો તેમનો સંદેશો સાંભળશે તો ખરા, પણ એને સ્વીકારશે નહિ

ઘણા લોકો પાસે સંદેશો સાંભળવાનો ટાઇમ હોતો નથી, એ જોઈને આપણને કેમ નવાઈ નથી લાગતી?

શું બતાવે છે કે અમુક લોકો આપણો સંદેશો સાંભળશે અને પગલાં ભરશે પણ પછી એમ કરવાનું છોડી દેશે?

પ્રચારમાં કોઈ આપણો વિરોધ કરે ત્યારે કોના દાખલાથી આપણને હિંમત મળી શકે?

લોકો આપણને પ્રચાર કરતા રોકે ત્યારે આપણે શું કરીએ છીએ?

આપણને કેમ ભરોસો છે કે અમુક લોકો ખુશખબર સ્વીકારશે અને ઈસુને પગલે ચાલશે?

ખુશખબરનો પ્રચાર કરવો કેમ ગંભીર જવાબદારી છે?

આપણે કેમ દરેક ધર્મ, જાતિ કે દેશના લોકોને સંદેશો જણાવવો જોઈએ?

શું અઠવાડિયાના કોઈ પણ દિવસે, સાબ્બાથના દિવસે પણ પ્રચાર કરી શકીએ?

કયા દાખલાથી ખબર પડે છે કે આપણે દરેકને પ્રચાર કરવો જોઈએ, જેઓ પાસે બાઇબલ છે તેઓને પણ?