સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઘડપણ; વૃદ્ધ

ઘડપણ; વૃદ્ધ

જ્યારે ઘડપણ આવે છે ત્યારે શું થાય છે?

ગી ૭૧:૯; ૯૦:૧૦

આ પણ જુઓ: “દિલાસો—બીમારી કે ઉંમરને લીધે વધારે ના કરી શકવું

  • એને લગતા અહેવાલ:

    • સભા ૧૨:૧-૮—સુલેમાન રાજા કવિતાના રૂપમાં જણાવે છે કે ઘડપણ સાથે કેવી તકલીફો આવે છે. તે લખે છે, “બારીમાંથી બહાર જોનાર સ્ત્રીઓને ઝાંખું દેખાશે” એટલે કે દેખાવાનું ઓછું થઈ જશે અને “દીકરીઓનાં ગીતોનો અવાજ મંદ પડશે” એટલે કે સાંભળવાનું ઓછું થઈ જશે

મુશ્કેલીઓ આવે ત્યારે અથવા ઉંમરને લીધે વધારે ન કરી શકે ત્યારે પણ શું વૃદ્ધો ખુશ રહી શકે છે?

૨કો ૪:૧૬-૧૮; યાકૂ ૧:૨-૪

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧૨:૨, ૨૩—વૃદ્ધ પ્રબોધક શમુએલ જાણે છે કે યહોવાના લોકો માટે પ્રાર્થના કરતા રહેવું કેટલું જરૂરી છે

    • ૨શ ૧૯:૩૧-૩૯—વૃદ્ધ બાર્ઝિલ્લાયની મદદ માટે દાઉદ રાજા તેમનો આભાર માને છે. બાર્ઝિલ્લાય પોતાની મર્યાદા જાણે છે એટલે તે વધારે જવાબદારી લેવાની ના પાડે છે

    • ગી ૭૧:૯, ૧૮—દાઉદને લાગે છે કે તે વૃદ્ધ થશે ત્યારે યહોવા માટે કંઈ નહિ કરી શકે. એટલે તે વિનંતી કરે છે કે યહોવા તેમને તરછોડી ન દે પણ બળ આપે, જેથી તે આવનાર પેઢીને તેમના વિશે શીખવી શકે

    • લૂક ૨:૩૬-૩૮—હાન્‍ના પ્રબોધિકા વિધવા અને વૃદ્ધ છે, તોપણ તે વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહે છે. એટલે યહોવા તેમને આશીર્વાદ આપે છે

યહોવા કઈ રીતે બતાવે છે કે વૃદ્ધો તેમના માટે કીમતી છે?

ગી ૯૨:૧૨-૧૪; ની ૧૬:૩૧; ૨૦:૨૯; યશા ૪૬:૪; તિત ૨:૨-૫

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૧૨:૧-૪—ઇબ્રાહિમ ૭૫ વર્ષના હતા ત્યારે યહોવા તેમને એવું કંઈક કરવાનું કહે છે, જેનાથી તેમનું આખું જીવન બદલાઈ જાય છે

    • દા ૧૦:૧૧, ૧૯; ૧૨:૧૩—દાનિયેલ ૯૦થી વધારે વર્ષના હતા ત્યારે એક દૂત તેમને કહે છે કે તે યહોવાને અતિ પ્રિય છે અને તેમને વફાદારીનું ઇનામ જરૂર મળશે

    • લૂક ૧:૫-૧૩—યહોવા ચમત્કાર કરીને વૃદ્ધ ઝખાર્યા અને એલિસાબેતને એક દીકરો આપે છે, જેનું નામ યોહાન પાડવામાં આવે છે

    • લૂક ૨:૨૫-૩૫—યહોવા વૃદ્ધ શિમયોનને એક નાના બાળકને જોવાનો લહાવો આપે છે, જે આગળ જતાં મસીહ તરીકે ઓળખાશે. પછી શિમયોન એ બાળક વિશે એક ભવિષ્યવાણી કરે છે

    • પ્રેકા ૭:૨૩, ૩૦-૩૬—મૂસા ૮૦ વર્ષના છે અને યહોવા તેમને ઇઝરાયેલી લોકોના આગેવાન બનાવે છે

આપણે વૃદ્ધ ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

લેવી ૧૯:૩૨; ૧તિ ૫:૧

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૪૫:૯-૧૧; ૪૭:૧૨—યૂસફ પોતાના ઘરડા પિતાને પોતાની પાસે બોલાવે છે અને તેમના છેલ્લા શ્વાસ સુધી તેમની સંભાળ રાખે છે

    • રૂથ ૧:૧૪-૧૭; ૨:૨, ૧૭, ૧૮, ૨૩—રૂથ પોતાની વૃદ્ધ સાસુનો સહારો બને છે અને પોતાની વાતોથી હિંમત આપે છે

    • યોહ ૧૯:૨૬, ૨૭—ઈસુ મરતા પહેલાં પોતાની મા મરિયમની જવાબદારી પ્રેરિત યોહાનને સોંપે છે

આપણે કઈ રીતે વૃદ્ધ ભાઈ-બહેનોને મદદ કરી શકીએ?