જૂઠું બોલવું
જે લોકો જૂઠું બોલે છે અને પોતાનું વચન પાળતા નથી, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?
એને લગતા અહેવાલ:
નિર્ગ ૯:૨૭, ૨૮, ૩૪, ૩૫—ઇજિપ્તનો રાજા ઈશ્વરના લોકોને જવા દેવાનું વચન આપે છે, પણ પછીથી તે ફરી જાય છે
હઝ ૧૭:૧૧-૧૫, ૧૯, ૨૦—યહોવા સિદકિયા રાજાને સજા કરે છે, કેમ કે તે બાબેલોનના રાજા સાથે કરેલો કરાર તોડી નાખે છે
પ્રેકા ૫:૧-૧૦—અનાન્યા અને સફિરા જૂઠું બોલે છે કે તેઓએ જમીન વેચીને બધા પૈસા મંડળને આપી દીધા છે
જેઓ નિંદા કરે છે અથવા બીજાઓને બદનામ કરે છે, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?
એને લગતા અહેવાલ:
૨શ ૧૬:૧-૪; ૧૯:૨૪-૩૦—મફીબોશેથ વફાદાર છે, પણ તેમનો સેવક સીબા જૂઠું બોલીને તેમને બદનામ કરે છે
પ્રક ૧૨:૯, ૧૦—“નિંદા કરનાર” શેતાન ઈશ્વરભક્તો પર આરોપ મૂકતો રહે છે