સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દિલાસો

દિલાસો

કયાં કારણોને લીધે આપણે હિંમત હારી જઈ શકીએ? કયાં શાસ્ત્રવચનોથી આપણને દિલાસો મળી શકે?

આપણે ચાહીએ છીએ એવું બીજાઓ ન કરે, દુઃખ પહોંચાડે અથવા દગો દે ત્યારે આવતી નિરાશા

આ જુઓ: “નિરાશા

ઈર્ષા

આ જુઓ: “ઈર્ષા

કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્ત્યું હોય અને એનું દુઃખ ભૂલાતું ના હોય

ચિંતા

આ જુઓ: “ચિંતા

ડર; બીક

આ જુઓ: “ડર

દોષની લાગણી

એઝ ૯:૬; ગી ૩૮:૩, ૪, ૮; ૪૦:૧૨

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૨૨:૮-૧૩; ૨૩:૧-૩—યોશિયા રાજા અને લોકોને નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવામાં આવે છે. તેઓને ખ્યાલ આવે છે કે તેઓથી મોટી ભૂલ થઈ ગઈ છે

    • એઝ ૯:૧૦-૧૫; ૧૦:૧-૪—એઝરા યાજક અને લોકોને દોષની લાગણી કચડી નાખે છે, કેમ કે અમુક લોકોએ બીજા દેશની સ્ત્રીઓ સાથે લગ્‍ન કરીને યહોવાની આજ્ઞા તોડી હતી

    • લૂક ૨૨:૫૪-૬૨—પ્રેરિત પિતર ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડે છે, પછી તે પોતાની ભૂલને લીધે દુઃખમાં ડૂબી જાય છે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • ૨કા ૩૩:૯-૧૩, ૧૫, ૧૬—મનાશ્શા યહૂદાના સૌથી ખરાબ રાજા હતા, તોપણ તે પસ્તાવો કરે છે અને તેમને માફ કરી દેવામાં આવે છે

    • લૂક ૧૫:૧૧-૩૨—ખોવાયેલા દીકરાનું ઉદાહરણ આપીને ઈસુ સમજાવે છે કે યહોવા પૂરી રીતે માફ કરવા તૈયાર છે

પોતાની નબળાઈઓ, ભૂલો કે પાપને લીધે આવતી નિરાશા

આ જુઓ: “નિરાશા

પોતે કંઈ કામના નથી એવી લાગણી

આ જુઓ: “શંકા

બીમારી કે ઉંમરને લીધે વધારે ના કરી શકવું

ગી ૭૧:૯, ૧૮; સભા ૧૨:૧-૭

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૨૦:૧-૩—હિઝકિયા રાજા બીમાર પડે છે અને મરવાની અણીએ હોય છે ત્યારે ધ્રૂસકે ને ધ્રૂસકે રડે છે

    • ફિલિ ૨:૨૫-૩૦—એપાફ્રદિતસને ખબર પડે છે કે તેમની બીમારી વિશે તેમના મંડળને જાણ થઈ ગઈ છે, એટલે તે ખૂબ નિરાશ થઈ જાય છે. તેમને લાગે છે કે હવે ભાઈ-બહેનો એવું વિચારશે કે તે પોતાની સોંપણી પૂરી કરવામાં નિષ્ફળ ગયા છે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • ૨શ ૧૭:૨૭-૨૯; ૧૯:૩૧-૩૮—દાઉદ રાજાના મનમાં બાર્ઝિલ્લાય માટે ખૂબ માન છે, એટલે તે બાર્ઝિલ્લાયને પોતાની સાથે યરૂશાલેમ આવવા કહે છે. પણ બાર્ઝિલ્લાય ના પાડી દે છે, કેમ કે તે જાણે છે કે પોતે ઘણા વૃદ્ધ થઈ ગયા છે

    • ગી ૪૧:૧-૩, ૧૨—દાઉદ રાજા સખત બીમાર પડે છે, તોપણ તેમને પૂરો ભરોસો છે કે યહોવા તેમને મદદ કરશે

    • માર્ક ૧૨:૪૧-૪૪—ઈસુ ગરીબ વિધવાના વખાણ કરે છે, કેમ કે તેણે પોતાની પાસે જે હતું એ બધું જ આપી દીધું

મનમાં દુઃખ અને કડવાશ

જીવનમાં આવતી મુશ્કેલીઓ અથવા અન્યાયને લીધે અમુક લોકોનું મન કડવાશથી ભરાઈ જાય છે

સભા ૯:૧૧, ૧૨

આ પણ જુઓ: ગી ૧૪૨:૪; સભા ૪:૧; ૭:૭

  • એને લગતા અહેવાલ:

    • રૂથ ૧:૧૧-૧૩, ૨૦—નાઓમીના પતિ અને બે દીકરાઓ ગુજરી જાય છે ત્યારે તે દુઃખી દુઃખી થઈ જાય છે. તેને લાગે છે કે યહોવાએ તેને તરછોડી દીધી છે

    • અયૂ ૩:૧, ૧૧, ૨૫, ૨૬; ૧૦:૧—અયૂબ પોતાની બધી માલ-મિલકત ગુમાવી દે છે, તેમનાં દસ બાળકો માર્યાં જાય છે અને તે પોતે બીમારીમાં પટકાય છે. આ બધાને લીધે અયૂબના મનમાં કડવાશ ભરાઈ જાય છે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • રૂથ ૧:૬, ૭, ૧૬-૧૮; ૨:૨, ૧૯, ૨૦; ૩:૧; ૪:૧૪-૧૬—નાઓમી ઈશ્વરના લોકો પાસે પાછી આવે છે, તે મદદ સ્વીકારે છે અને બીજાઓને મદદ કરે છે. એના લીધે તેનું મન કડવાશને બદલે ખુશીઓથી ભરાઈ જાય છે

    • અયૂ ૪૨:૭-૧૬; યાકૂ ૫:૧૧—અયૂબ યહોવામાં શ્રદ્ધા રાખે છે અને ધીરજથી બધું સહન કરે છે. યહોવા પણ તેમને અઢળક આશીર્વાદ આપે છે

બીજાઓના ખરાબ વર્તનને લીધે અમુક લોકો દુઃખી થઈ જાય છે

સભા ૪:૧, ૨

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧:૬, ૭, ૧૦, ૧૩-૧૬—પનિન્‍ના હાન્‍નાને મહેણાં-ટોણાં મારે છે અને પ્રમુખ યાજક એલી એવું ધારી લે છે કે હાન્‍ના પીધેલી છે. એના લીધે હાન્‍ના બહુ દુઃખી થઈ જાય છે

    • અયૂ ૮:૩-૬; ૧૬:૧-૫; ૧૯:૨, ૩—અયૂબના ત્રણ મિત્રો તેમના પર ખોટા આરોપ મૂકે છે અને તેમનું દુઃખ વધારે છે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • ૧શ ૧:૯-૧૧, ૧૮—યહોવા આગળ દિલ ઠાલવ્યા પછી હાન્‍નાનું દુઃખ ઓછું થાય છે

    • અયૂ ૪૨:૭, ૮, ૧૦, ૧૭—અયૂબ પોતાના ત્રણ મિત્રોને માફ કરે છે, પછી યહોવા તેમને ઘણા આશીર્વાદો આપે છે

મુશ્કેલીનો હલ લાવવો અથવા સોંપણી પૂરી કરવી એ ગજા બહારની વાત લાગે

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૩:૧૧; ૪:૧૦—પ્રબોધક મૂસાને લાગે છે કે ઇજિપ્તના રાજા સાથે વાત કરવી અને લોકોને ત્યાંથી બહાર દોરી જવા તેમના ગજા બહારની વાત છે

    • યર્મિ ૧:૪-૬—યર્મિયાને લાગે છે કે તે ઉંમરમાં બહુ નાના છે અને તેમની પાસે કોઈ અનુભવ નથી, એટલે તે હઠીલા લોકોને યહોવાના ન્યાયનો સંદેશો નહિ જણાવી શકે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • નિર્ગ ૩:૧૨; ૪:૧૧, ૧૨—યહોવા મૂસાને અનેક વાર ખાતરી આપે છે કે તે સોંપણી પૂરી કરવા મદદ કરશે

    • યર્મિ ૧:૭-૧૦—યહોવા યર્મિયાને કહે છે કે તે ડરે નહિ અને ખાતરી આપે છે કે તે અઘરી સોંપણી પૂરી કરવા મદદ કરશે

સતાવણી

આ જુઓ: “સતાવણી