સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દિલ; મન

દિલ; મન

કેમ કહી શકીએ કે બાઇબલમાં ઘણી વાર “દિલ” કે “મન” શબ્દ આપણાં વિચારો, ઇરાદા, ગુણો અને લાગણીઓને બતાવે છે?

ગી ૪૯:૩; ની ૧૬:૯; લૂક ૫:૨૨; પ્રેકા ૨:૨૬

આ પણ જુઓ: પુન ૧૫:૭; ગી ૧૯:૮

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૯:૪૬-૪૮—ઈસુ જાણી લે છે કે પ્રેરિતોનાં દિલમાં બીજાઓથી ચઢિયાતા બનવાની ઇચ્છા છે, એટલે તે તેઓના વિચારો સુધારે છે

પોતાના દિલની સંભાળ રાખવી કેમ જરૂરી છે?

૧કા ૨૮:૯; ની ૪:૨૩; યર્મિ ૧૭:૯

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૬:૫-૭—દિલના ખરાબ વિચારોને લીધે માણસોની દુષ્ટતા વધી ગઈ છે, એટલે ઈશ્વર પૂરથી તેઓનો નાશ કરી દે છે

    • ૧રા ૧૧:૧-૧૦—સુલેમાન રાજા પોતાના દિલની સંભાળ રાખતા નથી અને તે બીજા દેશની સ્ત્રીઓ સાથે લગ્‍ન કરે છે. એ સ્ત્રીઓ સુલેમાનનું દિલ યહોવાથી દૂર લઈ જાય છે

    • માર્ક ૭:૧૮-૨૩—ઈસુ સમજાવે છે કે માણસના દિલમાંથી જ દુષ્ટ વિચારો નીકળે છે અને તે એવું કંઈક કરી બેસે છે જેને યહોવા ધિક્કારે છે

આપણે કઈ રીતે દિલની સંભાળ રાખી શકીએ?

ગી ૧૯:૧૪; ની ૩:૩-૬; લૂક ૨૧:૩૪; ફિલિ ૪:૮

આ પણ જુઓ: એઝ ૭:૮-૧૦; ગી ૧૧૯:૧૧

  • એને લગતા અહેવાલ:

    • એફે ૬:૧૪-૧૮; ૧થે ૫:૮—પ્રેરિત પાઉલ સમજાવે છે કે જેમ બખ્તર સૈનિકના દિલનું રક્ષણ કરે છે તેમ નેકી, શ્રદ્ધા અને પ્રેમ આપણાં દિલનું રક્ષણ કરે છે

કઈ રીતે જાણી શકીએ કે આપણાં દિલમાં દુષ્ટતાનો ફણગો ફૂટી રહ્યો છે કે નહિ?

ની ૨૧:૨-૪; હિબ્રૂ ૩:૧૨

આ પણ જુઓ: ની ૬:૧૨-૧૪

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૨૫:૧, ૨, ૧૭-૨૭—અમાઝ્યા રાજા થોડા સમય માટે યહોવાની નજરમાં જે ખરું છે એ કરે છે, પણ પૂરા દિલથી નહિ. એટલે તે ઘમંડી બની જાય છે અને યહોવાનું કહ્યું કરતો નથી. એનાં તેને ખરાબ પરિણામ ભોગવવાં પડે છે

    • માથ ૭:૧૭-૨૦—ઈસુ સમજાવે છે કે જેમ સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે, તેમ દુષ્ટ હૃદય આપણને ખરાબ કામ કરવા પ્રેરે છે

આપણું દિલ સારું હોય એ કેમ જરૂરી છે અને એવું દિલ કેળવવા આપણે શું કરવું જોઈએ?

ની ૧૦:૮; ૧૫:૨૮; લૂક ૬:૪૫

આ પણ જુઓ: ગી ૧૧૯:૯૭, ૧૦૪; રોમ ૧૨:૯-૧૬; ૧તિ ૧:૫

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૨૦:૧-૬—હિઝકિયા રાજા આખી જિંદગી યહોવાને વફાદાર રહે છે અને પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે. એટલે તે મરણ પથારીએ હોય છે ત્યારે યહોવાને દયા માટે કાલાવાલા કરી શકે છે

    • માથ ૨૧:૨૮-૩૨—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે માણસના દિલમાં શું છે એ તેનાં કામોથી ખબર પડે છે, ફક્ત તેની વાતોથી નહિ

યહોવા દિલ તપાસે છે, એ જાણીને કેમ દિલાસો મળે છે?

૧કા ૨૮:૯; યર્મિ ૧૭:૧૦

આ પણ જુઓ: ૧શ ૨:૩

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧૬:૧-૧૩—શમુએલ પ્રબોધકને શીખવા મળે છે કે યહોવા બહારનો દેખાવ નહિ પણ દિલ જુએ છે

    • ૨કા ૬:૨૮-૩૧—મંદિરના ઉદ્‍ઘાટન વખતે સુલેમાનની પ્રાર્થનાથી ખબર પડે છે કે યહોવા દરેકનું દિલ સારી રીતે જાણે છે અને એ પ્રમાણે દયા બતાવે છે